Saturday, 23 October 2021 | Login
મોરપીંછ.કોમ - મોરપીંછ.કોમ
મોરપીંછ.કોમ

મોરપીંછ.કોમ

સાસન ગીરથી 12 કિમી. દૂર પશ્ચિમમાં દેવળીયા ખાતે ગીર ઇન્ટરપ્રીટેશન ઝોન આવેલું છે. જંગલમાં સિંહો ને જોવા જોવાની બાબત સાવ જુદી છે. ગીરમાં તેમને જંગલમાં જોવા માટે આવો. ઇન્ટરપ્રીટેશન ઝોનની પ્રવેશ ફી પાર્કથી અલગ છે.

 ગિરના જંગલના આશ્ચર્યોનો સાચેસાચ અનુભવ કરવા માટે અને વૈવિધ્યપૂર્ણ વન્યજીવનને જોવા માટે ત્રણ કે ચાર દિવસની ભલામણ કરવામાં આવે છે, ખાસ કરીને એક જાણકાર ગાઇડ સાથે.

Thursday, 05 April 2012 03:40

હે જગત્રાતા

હે જગત્રાતા વિશ્વ-વિધાતા

હે સુખ-શાંતિ-નિકેતન હે !

પ્રેમ કે સિંધો દીન કે બંધો 

દૂ:ખ-દરિદ્ર-વિનાશન હે !

નિત્ય અખંડ અનંત અનાદિ,

પૂરણ બ્રહ્મ સનાતન હે !

જગ-આશ્રય જગપતિ જગ-વંદન 

અનુપમ અલખ નિરંજન હે !

પ્રાણસખા ત્રિભુવન-પ્રતિપાલક

જીવન કે અવલંબન હે ! 

પરોઢિયે પંખી જાગીને 

ગાતાં મીઠાં તારાં ગાન,

પરોઢિયે મંદિર-મસ્જિદમાં 

ધરતા લોકો તારું ધ્યાન.

તું ધરતીમાં તું છે નભમાં

સાગર મહી વસે હે તું,

ચાંદા-સુરજમાંયે તું છે,

ફૂલો મહી હસે છે તું.

હરતા-ફરતાં કે નીંદરમાં 

રાતે-દિવસે સાંજ-સવાર,

તારો અમને સાથ સદાયે

તું છે સૌનો રક્ષણહાર.

દેવ બનાવી દુનિયા છે તે

તારો છે સૌને આધાર,

તું છે સૌનો તારાં સૌ છે

નમીએ તુજને વારંવાર. 

Thursday, 05 April 2012 03:27

ઓ ઈશ્વર ભજીએ તને

ઓ ઈશ્વર ભજીએ તને

મોટું છે તુજ નામ,

ગુણ તારા નિત ગાઈએ

એ જં અમારાં કામ.

હેત લાવી હસાવ તું

સદા રાખ દિલ સાફ,

ભૂલ કડી કરીએ અમે

તો પ્રભુ કરજો માફ. 

 

Thursday, 05 April 2012 03:18

નિત્યક્રમ

પરોઢિયે નિત ઊઠીને લેવું ઇશ્વરનામ,

દાતણ કરી નાહયા પછી કરવા પાઠ તમામ.

કહ્યું કરો માં-બાપનું, ડો મોટાને માન,

ગુરુને બાપ સામા ગણો મળશે સારું જ્ઞાન.

જૂઠું કડી ના બોલવું તજવું આળસ અંગ,

હળી મળીને ચાલવું રાખો સારો સંગ,

નિત્ય જવું નિશાળમાં ભણવું ચોંડી ચિત્ત,

ગુરુની શિક્ષા માનવી રૂડી રાખો રીત.

રાખો મન નહીં રમતમાં, સમજો સારી પેર,

નિશાળમાથી નિસરી જવું પાંસરું ઘેર. 

Thursday, 05 April 2012 03:12

ગંગાજી વંદના

નમામિ ગંગે તવ પાડપંકજં 

સુરસુરૈવર્દિતદિવ્યરૂપમ,

ભુક્તિ ચ મુક્તિ ચ દદાસી નિત્ય

ભાવાનુસારેણ સદા નરણામ.  

morpinch1