Wednesday, 29 March 2023 | Login
મોરપીંછ.કોમ - વેપાર જગત

વેપાર જગત (7)

Latest News

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચોખ્ખા નફામાં ૨૧ ટકાનું ગાબડું

Monday, 30 November -0001 00:00 Written by

મુકેશ અંબાણી જૂથની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો જૂન ૨૦૧૨માં પૂરા થયેલા ફસ્ર્ટ ક્વૉર્ટરમાં ચોખ્ખો નફો ૨૧ ટકા ઘટીને ૪૪૭૩ કરોડ રૂપિયા થયો છે, જે આગલા વર્ષે આ સમયગાળામાં ૫૬૬૧ કરોડ રૂપિયા થયો હતો.

ઑપરેટિંગ નફો ૧૧,૦૦૫ કરોડ રૂપિયાથી ૨૧.૪૦ ટકા ઘટીને ૮૬૫૧ કરોડ રૂપિયા અને કરવેરા પહેલાંનો નફો ૭૨૬૪ કરોડ રૂપિયાથી ૨૫ ટકા ઘટીને ૫૪૩૩ કરોડ રૂપિયા થયો છે. ટર્નઓવર ૮૩,૬૮૯ કરોડ રૂપિયાથી ૧૩.૪૦ ટકા વધીને ૯૪,૯૨૬ કરોડ રૂપિયા થયું છે. શૅરદીઠ કમાણી ૧૭.૩૦ રૂપિયાથી ૨૦.૮૦ ટકા ઘટીને ૧૩.૭૦ રૂપિયા થઈ છે. નિકાસ ૬.૮૦ ટકા વધીને ૫૫,૨૬૧ કરોડ રૂપિયા થઈ છે. વ્યાજખર્ચ ૫૪૫ કરોડ રૂપિયાથી ૪૪ ટકા વધીને ૭૮૪ કરોડ રૂપિયા થયો છે. કંપનીનું ડેટ માર્ચ ૨૦૧૨ના અંતે ૬૮,૨૫૯ કરોડ રૂપિયા હતું એ જૂન ૨૦૧૨ના અંતે વધીને ૭૩,૨૧૩ કરોડ રૂપિયા થયું છે. જૂન ૨૦૧૨ના અંતે કૅશ સરપ્લસ ૭૦,૭૩૨ કરોડ રૂપિયા રહી છે. જૂનમાં પૂરા થયેલા ક્વૉર્ટરમાં કંપનીએ ૨,૮૫,૮૫,૦૬૧ ઇક્વિટી શૅર્સ બાયબૅક કર્યા છે. રીટેલ બિઝનેસનું ટર્નઓવર ૪૨ ટકા વધીને ૨૨૬૯ કરોડ રૂપિયા થયું છે.

Popular News

અમદાવાદ, તા.૧ આંતરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં સ્ટોકિસ્ટોએ બંને કિંમતી ધાતુઓમાં નફોરૂપી…
મુંબઇ, તા.૧ દેશમાં એરંડાના વાવેતરમાં વિસ્તારમાં ચાલુ વર્ષે નોંધપાત્ર વધારો…

હવે ગુજરાતમાંથી ટ્રેનના ડબ્બાની પણ નિકાસ થશે

Thursday, 28 June 2012 18:48 Written by

કૅનેડાની કંપની બૉમ્બાર્ડિયર ટ્રાન્સર્પોટેશનને ઑસ્ટ્રેલિયાની સરકાર તરફથી ઇલેક્ટ્રિક ટ્રેન સપ્લાય કરવાનો ઑર્ડર માર્ચ ૨૦૧૧માં મળ્યો હતો. બૉમ્બાર્ડિયર કંપનીનો પ્લાન્ટ ગુજરાતમાં વડોદરા નજીક સાવલીમાં આવેલો છે.

આ પ્લાન્ટમાં જૂન ૨૦૦૯માં ટ્રેનના ડબ્બાનું ઉત્પાદન શરૂ થયું હતું. બૉમ્બાર્ડિયર કંપની ઑસ્ટ્રેલિયામાં ૨૦૧૨ના લાસ્ટ ક્વૉર્ટરમાં નિકાસ શરૂ કરશે અને ૨૦૧૪ના સેકન્ડ ક્વૉર્ટરમાં ડિલિવરી પૂરી થશે. સાવલીમાં ઉત્પાદન શરૂ કર્યા બાદ આ પ્રથમ એક્સપોર્ટ ઑર્ડર છે. આ પ્લાન્ટમાં વાર્ષિક ૧૫૦૦ ડબ્બાનું ઉત્પાદન કરી શકાય છે. અગાઉ કંપનીએ દિલ્હી મેટ્રો રેલ કૉર્પોરેશનને ૩૦૦૦ ડબ્બા સપ્લાય કયા

ડીએલએફ વિન્ડ પાવર યુનિટ વેચી દેશે : ૧૦૦૦ કરોડ રૂપિયા મળવાની અપેક્ષા

Thursday, 21 June 2012 21:41 Written by

ભારતની સૌથી મોટી રિયલ્ટી સેક્ટરની કંપની ડીએલએફ લિમિટેડ વિન્ડ પાવર યુનિટનું વેચાણ કરવાનો પ્લાન ધરાવે છે. આ વિશેની દરખાસ્તને બોર્ડે ૩૦ મેએ મળેલી મીટિંગમાં મંજૂરી આપી દીધી છે. હવે પોસ્ટલ બેલટ દ્વારા શૅરહોલ્ડરોની મંજૂરી મેળવવાની છે. પોસ્ટલ બૅલટનું રિઝલ્ટ ૨૦ જુલાઈએ જાણવા મળશે.
વિન્ડ પાવર યુનિટના વેચાણ દ્વારા ૧૦૦૦ કરોડ રૂપિયા ઊભા કરવાનો અંદાજ છે. કંપનીએ ગુજરાતના કચ્છમાં ૧૫૦ મેગાવૉટ અને કર્ણાટકમાં ૧૧.૨૦ મેગાવૉટની ક્ષમતા ધરાવતા વિન્ડ પાવર પ્લાન્ટ્સની વીજળીના વેચાણ માટે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ અને હુબલી ઇલેક્ટિÿસિટી સપ્લાય કંપની સાથે કરાર કરેલો છે.
કંપની વિન્ડ પાવર યુનિટના વેચાણમાંથી મળનારા પૈસાનો ઉપયોગ ડેટમાં ઘટાડો કરવા માટે કરશે. માર્ચ ૨૦૧૨ના અંતે કંપનીનું કુલ ડેટ ૨૨,૭૨૫ કરોડ રૂપિયા હતું.

સૌથી વધુ ચોખ્ખો નફો કરવામાં બૅન્ક ઑફ બરોડા બીજા સ્થાને

Sunday, 27 May 2012 10:05 Written by

વાર્ષિક નફાની બાબતે જાહેર ક્ષેત્રની બૅન્ક બૅન્ક ઑફ બરોડા પંજાબ નૅશનલ બૅન્કની આગળ નીકળી ગઈ છે.
હવે બૅન્ક ઑફ બરોડા બીજા ક્રમે અને પંજાબ નૅશનલ બૅન્ક ત્રીજા ક્રમે છે. જાહેર ક્ષેત્રની બૅન્કોમાં સૌથી વધુ ચોખ્ખા નફા સાથે એસબીઆઇ (સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા) પ્રથમ સ્થાને છે.

૨૦૧૧-’૧૨માં બૅન્ક ઑફ બરોડાનો ચોખ્ખો નફો ૧૮ ટકા વધીને ૫૦૦૦ કરોડ રૂપિયાને ક્રૉસ કરી ગયો છે અને એ બીજા સ્થાને આવી ગઈ છે. પંજાબ નૅશનલ બૅન્કનો ચોખ્ખો નફો ૧૦ ટકા વધીને ૪૮૮૪ કરોડ રૂપિયા થયો છે અને હવે એ ત્રીજા સ્થાને આવી ગઈ છે. કૅનેરા બૅન્કનો ચોખ્ખો નફો ૧૮ ટકા ઘટીને ૩૨૮૨.૭૨ કરોડ રૂપિયા થયો છે અને એ ચોથા ક્રમે છે.

સેંસેક્સ ગબડતા રોકાણકારોએ ગુમાવ્યા 45000 કરોડ રૂપિયા !!

Wednesday, 23 May 2012 21:11 Written by

શેરબજારમાં છેલ્લા ત્રણ દિવસોથી ચાલી રહેલી તેજી પર મંગળવારે બ્રેક લાગી હતી. ડોલર સામે રૂપિયો તૂટીને નવા તળિયે આવતા રોકારણકારોએ તાબડતોબ વેચવાલી હાથ ધરી હતી જેના કારણે સેનસેક્સ 157 પોઈન્ટ તૂટ્યો હતો. આ ઘટાડાને કારણે રોકાણકારોએ એક જ દિવસમાં 45000 કરોડ રૂપિયા ગુમાવ્યા હતા.

છેલ્લા ત્રણ સેશનમાં 153 પોઈન્ટ મજબૂત રહેનારો સેનસેક્સ આજે 156.85 પોઈન્ટ તૂટીને 16026.41 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. આ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 45.55 પોઈન્ટ તૂટીને 4860.50 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.

કારોબાર દરમિયાન સેનસેક્સ એક સમયે 16366.72 પોઈન્ટના દિવસના સૌથી ઉંચા સ્તર પર પહોંચી ગયો હતો. પરંતુ રૂપિયો તૂટીને 55ના સ્તરથી પણ નીચે આવી જતા રોકાણકારોમાં ઉહાપોહ મચ્યો હતો. રોકાણકારોએ બેંકિંગ, ધાતુ અને વીજળીની કંપનીઓના શેરોમાં વેચવાલી કરી હતી.

સેનસેક્સની 30માંથી 26 કંપનીઓના શેર ઘટાડા સાથે બંધ થયા હતા. આજના ઘટાડાથી રોકાણકારોએ 45000 કરોડ રૂપિયા ગુમાવ્યા હતા.

બ્રોકરોએ કહ્યું હતું કે રૂપિયાના મુલ્યમાં ઘટાડો રોકવા માટે રિઝર્વ બેંક દ્વારા ઉપાયોની જાહેરાત કર્યા બાદ પણ વિદેશી ફંડોએ વેચવાલી ચાલુ રાખી હતી. ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંકે બેંકો પર વાયદા અને વિકલ્પના સોદામાં ઓપન પોઝિશન લિમિટ પર 10 કરોડ ડોલરની સીમા લાગુ કરી દીધી છે. ઓપન પોઝિશનમાં વેપારી માંગથી ઉંચી ખરીદીના સોદા માટે થાય છે.

આજે વેચવાલીનો માર સૌથી વધારે બેંકિંગ શેરોને લાગ્યો હતો જેનાથી એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેંકના શેરો ઘટાડા સાથે બંધ થયા હતા.

સેંસેક્સ ડાઉન : 16000 કરતા નીચે, રૂપિયો પણ તળિયે

Tuesday, 22 May 2012 20:14 Written by

દહેશતમાં યુરોઝોનની મંદી વધુ પ્રભાવી થવાની શક્યતા બજારો પર ભારે અસર કરી રહી છે. આજે બુધવારે સેન્સેક્સ જાન્યુઆરી બાદ પહેલીવાર ૧૬૦૦૦ કરતાં નીચે આવી ગયો હતો. જ્યાર રૂપિયો પણ અમેરિકી ડોલરની સરખામણીએ છેલ્લા પાંચ મહિનાની સૌથી નીચી સપાટીએ ખુલ્યો છે. વધુમાં ક્રૂડ ઓઇલની કિંમતો મંગળવારના ૯૪ ડોલર પ્રતિ બેરલથી ગગડીને આજે બુધવારે ૯ર ડોલર પ્રતિ ડોલરે પહોંચી છે.

બજારમાંથી નાણાં કઢાયા બાદ અમેરિકી ડોલરની મજબૂત માંગથી રૂપિયો આજે ડોલરની સરખામણીએ ૪૭ પૈસા તૂટીને પાંચ માસના સૌથી નીચા સ્તારે પ૪.ર૬ પર ખુલ્યો હતો. આ અગાઉ ૧પ ડિસેમ્બરે રૂપિયો કારોબાર દરમિયાન પ૪.૩ર સુધી ગગડ્યો હતો. આંતરબેંક વિદેશી મુદ્રા બજારમાં રૂપિયો પ૩.૭૯ પર બંધ થયો હતો.

કારોબારીઓના મતે, યુઓ અને અન્ય મુદ્રાઓની તુલનામાં ડોલરની મજબૂત માંગ અને શેરબજારમાં નબળી શરૂઆત સાથે અમેરિકી નાણાની માંગમાં રૂપિયાના મૂલ્ય પર અસર થડી છે.

બીજી બાજુ ગ્રીસને યુરોઝોનથી અલગ કરવાની બીકે દુનિયાભરના રોકાણકારોને હચમચાવી દીધા છે. તેમાંય રૂપિયો સતત નબળો પડતા સ્થાનિક રોકાણકારોમાં ભરોસો સતત તૂટતો નજર આવી રહ્યો છે. બપોરે 11.45 વાગ્યે સેન્સેક્સ 303 અંકના કડાકા સાથે 16025 અને નિફ્ટી 87 અંકના કડાકા સાથે 4856 પર ટ્રેડ થઇ રહી હતી.

મુંબઇ સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ જાન્યુઆરી બાદ આજે પહેલીવાર ૧૬૦૦૦ કરતાં નીચે આવી ગયો હતો. આજના કારોબાર સેન્સેક્સ ૩૪૦ અંક ઘટીને 15988.23એ પહોંચી ગયો હતો. એશિયાનાં અન્ય બજારોનાં નબળા વલણ વચ્ચે મુંબઇ શેરબજારનો સેન્સેક્સ આજે લગભગ 252 અંકના ઘટાડા સાથે ખુલ્યો હતો.

નોંધનીય છે કે, ક્રૂડ ઓઇલ યુરોપમાં ઋણ સંકટને લઈને વ્પાયક બનેલી ચિંતા વચ્ચે એશિયાઈ કારોબારમાં ક્રૂડ ઓઈલની કિંમત ઘટીને 94 ડોલર પ્રતિ બેરલ પર આવી ગઈ હતી જે છેલ્લા પાંચ મહિનાની સૌથી નીચી સપાટી પર હતો. દરમિયાન આજે ૧૬ મેના રોજ ક્રૂડ ઓઇલની કિંમત વધુ ગડીને ૯ર ડોલર પ્રતિ બેરલ પહોંચી ગઇ છે.

morpinch1