દહેશતમાં યુરોઝોનની મંદી વધુ પ્રભાવી થવાની શક્યતા બજારો પર ભારે અસર કરી રહી છે. આજે બુધવારે સેન્સેક્સ જાન્યુઆરી બાદ પહેલીવાર ૧૬૦૦૦ કરતાં નીચે આવી ગયો હતો. જ્યાર રૂપિયો પણ અમેરિકી ડોલરની સરખામણીએ છેલ્લા પાંચ મહિનાની સૌથી નીચી સપાટીએ ખુલ્યો છે. વધુમાં ક્રૂડ ઓઇલની કિંમતો મંગળવારના ૯૪ ડોલર પ્રતિ બેરલથી ગગડીને આજે બુધવારે ૯ર ડોલર પ્રતિ ડોલરે પહોંચી છે. બજારમાંથી નાણાં કઢાયા બાદ અમેરિકી ડોલરની મજબૂત માંગથી રૂપિયો આજે ડોલરની સરખામણીએ ૪૭ પૈસા તૂટીને પાંચ માસના સૌથી નીચા સ્તારે પ૪.ર૬ પર ખુલ્યો હતો. આ અગાઉ ૧પ ડિસેમ્બરે રૂપિયો કારોબાર દરમિયાન પ૪.૩ર સુધી ગગડ્યો હતો. આંતરબેંક વિદેશી મુદ્રા બજારમાં રૂપિયો પ૩.૭૯ પર બંધ થયો હતો. કારોબારીઓના મતે, યુઓ અને અન્ય મુદ્રાઓની તુલનામાં ડોલરની મજબૂત માંગ અને શેરબજારમાં નબળી શરૂઆત સાથે અમેરિકી નાણાની માંગમાં રૂપિયાના મૂલ્ય પર અસર થડી છે. બીજી બાજુ ગ્રીસને યુરોઝોનથી અલગ કરવાની બીકે દુનિયાભરના રોકાણકારોને હચમચાવી દીધા છે. તેમાંય રૂપિયો સતત નબળો પડતા સ્થાનિક રોકાણકારોમાં ભરોસો સતત તૂટતો નજર આવી રહ્યો છે. બપોરે 11.45 વાગ્યે સેન્સેક્સ 303 અંકના કડાકા સાથે 16025 અને નિફ્ટી 87 અંકના કડાકા સાથે 4856 પર ટ્રેડ થઇ રહી હતી. મુંબઇ સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ જાન્યુઆરી બાદ આજે પહેલીવાર ૧૬૦૦૦ કરતાં નીચે આવી ગયો હતો. આજના કારોબાર સેન્સેક્સ ૩૪૦ અંક ઘટીને 15988.23એ પહોંચી ગયો હતો. એશિયાનાં અન્ય બજારોનાં નબળા વલણ વચ્ચે મુંબઇ શેરબજારનો સેન્સેક્સ આજે લગભગ 252 અંકના ઘટાડા સાથે ખુલ્યો હતો. નોંધનીય છે કે, ક્રૂડ ઓઇલ યુરોપમાં ઋણ સંકટને લઈને વ્પાયક બનેલી ચિંતા વચ્ચે એશિયાઈ કારોબારમાં ક્રૂડ ઓઈલની કિંમત ઘટીને 94 ડોલર પ્રતિ બેરલ પર આવી ગઈ હતી જે છેલ્લા પાંચ મહિનાની સૌથી નીચી સપાટી પર હતો. દરમિયાન આજે ૧૬ મેના રોજ ક્રૂડ ઓઇલની કિંમત વધુ ગડીને ૯ર ડોલર પ્રતિ બેરલ પહોંચી ગઇ છે.