બોલીવુડ (6)
Latest News
સિંગાપોરમાં ત્રણ દિવસના આઇફા અવૉર્ડ્સનો પ્રારંભ
Saturday, 09 June 2012 17:47 Written by મોરપીંછ.કોમગઈ કાલથી સિંગાપોરમાં ત્રણ દિવસના આઇફા (આઇફા = ઇન્ટરનૅશનલ ઇન્ડિયન ફિલ્મ ઍકૅડેમી) અવૉર્ડ્સનો પ્રારંભ થયો છે.
ગઈ કાલે આ અવૉર્ડ્સ ફંક્શનમાં ડિરેક્ટર દિબાકર બૅનરજીની લેટેસ્ટ ફિલ્મ ‘શાંઘાઈ’નું પ્રીમિયર યોજવામાં આવ્યું હતું જેમાં કમલ હાસન, અભય દેઓલ, ગૌહર ખાન, ચિત્રાંગદા સિંહ, દિયા મર્ઝિ, શ્રિયા સરન, રિશી કપૂર, નેહા ધુપિયા, આયુષમાન ખુરાના, સોનુ સૂદ, પ્રતીક, પૂજા મિશ્રા અને કલ્કી કોચલિન જેવી સેલિબ્રિટીઝે હાજરી આપી હતી.
Popular News
નવું નાટક ફૅમિલી બેમિલી બમબમ
Sunday, 27 May 2012 09:56 Written by મોરપીંછ.કોમનવ જણની બનેલી એક બહોળી ફૅમિલીને કઈ રીતે સાચવવી એની ધારદાર રમૂજ સાથે રજૂઆત અને જેને ઇન્સિડન્ટ-પૅક્ડ કહી શકાય એવું નાટક ‘ફૅમિલી બેમિલી બમ બમ’ આજે રજૂ થઈ રહ્યું છે. ‘ફૂલમણિ’ અને ‘અપૂર્વ અવસર’ જેવાં જુદી તરેહનાં નાટકો આપનારા દિગ્દર્શક મનોજ શાહ દિગ્દર્શિત, જિતુ મહેતા લિખિત અને નિર્મિત તથા રાજેન્દ્ર બુટાલા પ્રસ્તુત આ નાટક ફુલ ફૅમિલી નાટક છે.
નાટક વિશે વાત કરતાં દિગ્દર્શક મનોજ શાહ કહે છે, ‘એક ફૅમિલીમાં નવ મેમ્બર છે અને એ દરેકની નવી વાતો છે. નાટકમાં વાતો તો એટલી બધી છે કે તમને લાગશે કે જાણે ટીવીની ૧૧૪ ચૅનલો સાથે જોઈ રહ્યા છો. નવી-નવી એટલી બધી ઘટનાઓ બને છે કે સતત તમારી સામે કંઈ ને કંઈ નવું બનતું રહેતું લાગશે. નાટકમાં જે પ્રેઝન્ટ થયું છે એમાં સતત નૉવેલ્ટી છે.’
ફૅમિલીને કેવી રીતે સાચવવી એની વાત લઈને જમનાદાસ આવ્યા છે. આ પાત્ર જાણીતી ટીવી-સિરિયલ ‘નુક્કડ’ ફેમ ખોપડી એટલે કે સમીર ખખ્ખર ભજવશે. જીવનનાં મૂલ્યો અને ઇમોશન્સને મૂલવનારા જમનાદાસના પાત્ર વિશે સમીર ખખ્ખરનું કહેવું છે કે વાસ્તવિકતાની ધરતી પર રહીને ઉદારમતવાદી માઇન્ડસેટ ધરાવતું આ પાત્ર લોકોને જરૂર ગમશે. ટીવી-સિરિયલનો બીજો જાણીતો ચહેરો લોકપ્રિય ટીવી-સિરિયલ ‘હમારી દેવરાની’ની પારૂલ એટલે કે કલ્યાણી ઠાકર ચાર વર્ષ પછી આ નાટકમાં નર્મિળા રઘુવંશીના કૅરૅક્ટર સાથે રંગભૂમિ પર આવી રહી છે. મનોજ શાહ કહે છે કે ઘણા સમયથી હું વેકેશન પર નથી ગયો અને મારે જવું છે તેથી લોકો વેકેશન ભરપૂર માણી શકે એવું મનોરંજનથી ફાટ-ફાટ આ નાટક આપ્યું છે.
હુ કોઈ સેક્સ વર્કરનો રોલ નથી કરી રહી - વીણા મલિક
Saturday, 26 May 2012 12:22 Written by મોરપીંછ.કોમ જ્યારે પાકિસ્તાની એક્ટ્રેસ વીણા મલિકે નિકિતા ઠુકરાલે નકારી દીધેલી ફિલ્મ સાઈન કરી ત્યારે લોકોની આંખો પહોળી થઈ ગઈ હતી. નિકિતાએ એવું કહીને ફિલ્મ નકારી હતી કે ફિલ્મની વાર્તા કોમર્શિયલ સેક્સ વર્કર પર આધારિત છે. જ્યારે વીણાએ બેંગ્લોરમાં જવા માટે જરૂરી પરવાનગી મેળવ્યા બાદ, તેણે કહ્યુ હતું કે તે ફિલ્મમાં પ્રોસ્ટિટ્યૂટ એટલે કે વૈશ્યા નથી બની રહી.
"હું ડર્ટી પિક્ચર: સિલ્ક સખ્ખત માગામાં વૈશ્યાનો રોલ નથી કરી રહી. જ્યારે ડાયરેક્ટર ત્રિશુલે મને પહેલી વાર આ ફિલ્મની ઓફર કરી ત્યારે તેણે મને કહ્યુ હતું કે આ ફિલ્મ સ્વ. અભિનેત્રી સિલ્ક સ્મિતા પર આધારિત હશે. તેમણે મને આખી સ્ક્રિપ્ટની ઈંગ્લિશમાં લખાયેલી કોપી પણ આપી હતી. મેં તેને વાંચી અને સંપૂર્ણ રીતે વિશ્વાસ થયા પછી જ ફિલ્મ કરવાની હા પાડી હતી." તેણે ઉમેર્યું હતું કે તેણે સ્વ. સ્મિતા વિશે સંશોધન કર્યું પછી તેનો આ વિશ્વાસ દ્રઢ બન્યો હતો.
શું તેણે સિલ્કની એકપણ ફિલ્મ જોઈ છે? આ પ્રશ્નનો જવાબ આપતા તેણે કહ્યુ હતું કે, "ના, મેં તેની કોઈ ફિલ્મ નથી જોઈ અને જોવાની પણ નથી. જો હું તેની ફિલ્મ જોઈશ તો કદાચ મારા કામ પર તેની અસર કે પ્રભાવ પડશે. હું તેમ કરવા નથી માંગતી. હું મારા પાત્રમાં વીણા મલિકની છાપ છોડવા માંગુ છું."
સિલ્કના પાત્રને સારી રીતે ભજવવા સિવાય વીણાને વજન વધારવા માટે પણ કહેવાયું છે. "મને ઓછામાં ઓછા 5 કિલો વજન વધારવાનું કહેવાયું છે. મુશ્કેલી એ છે મારી બોલિવૂડ ફિલ્મો માટે મારે પાતળા રહેવું જરૂરી છે. આ ફોટોશૂટ પછી હું મુંબઈ પરત ફરીથી અને આ ફિલ્મ પર કામ શરૂ કરવા માટે થોડા સમય પછી પાછી આવીશ. આશા કરું કે ત્યાં સુધીમાં હું ફિલ્મમેકર ઈચ્છે છે તે શેપમાં આવી ગઈ હોઈશ."
શમિતા શેટ્ટી અને હર્મન બાવેજા વચ્ચે . કુછ તો હુઆ હૈ....
Tuesday, 22 May 2012 20:47 Written by મોરપીંછ.કોમઆ બન્ને આમ તો મીડિયા સામે ખાસ દેખા દેતા નથી પણ અમને જાણવા મળ્યુ છે કે શમિતા શેટ્ટી અને હર્મન બાવેજા એકબીજાને ડેટ કરી રહ્યા છે.
શિલ્પા શેટ્ટીને પણ આ વાતની ખુશી છે કે શમિતા અને હર્મન સ્થિરતા સાથે એકબીજાની નિકટ આવી રહ્યા છે. બન્નેની નિકટના એક સૂત્રએ ખુલાસો કર્યો હતો કે, "તેઓએ હમણાં જ એકબીજાને ડેટ કરવાની શરૂઆત કરી છે...થોડા મહિના જ થયા છે. તેઓ એક વર્ષ પહેલા મળ્યા હતાં, જ્યારે હર્મનને શિલ્પા શેટ્ટીના હોમ પ્રોડક્શનની ફિલ્મમાં લેવાની વાત ચાલી રહી હતી. તે પછી તેઓ રાજસ્થાન રોયલ્સની ટીમની મેચમાં ઘણી વાર મળ્યા હતા. તેમના સંબંધો નવા નવા હોવાથી તેઓ જાહેરમાં આવીને તેના વિશે વાત કરવા નથી માંગતાં."
સૂત્રોએ જણાવ્યુ હતું કે મહિના પહેલા, જ્યારે શિલ્પાની ફિલ્મના શૂટિંગ દરમિયાન હર્મનના પગની ઘૂંટી મચકોડાઈ જતા શમિતા સતત તેની સાથે હતી અને તેની કાળજી લઈ રહી હતી. "જો શમિતા અને હર્મન એકબીજાને હંમેશા માટે પસંદ કરી લેશે તો શિલ્પા ઘણી રોમાંચિત થશે. હવે જ્યારે શિલ્પા પોતે પરણી ગઈ છે અને પોતાના પહેલા બાળકના આવવાની રાહ જોઈ રહી છે ત્યારે ઈચ્છે કે બહેન શમિતા પણ સેટલ થઈ જાય."
જ્યારે શમિતાને હર્મન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે સામાન્ય જવાબ આપ્યો હતો કે, "અમે ઘણા સારા મિત્રો છીએ. અમે અમારા કોમન ફ્રેન્ડ્સ સાથે મળીએ છીએ જેમાં શિલ્પા અને રાજ પણ હોય છે. જો કે, અમે એકબીજાને ડેટ નથી કરી રહ્યા." હર્મને પણ આ જ વાત કહી હતી કે, "શમિતા ઘણી સારી મિત્ર છે. રાજ અને હું ઘણી વાર સાથે બેસીને ગપ્પા મારીએ છીએ અને ઘણીવાર શમિતા પણ અમારી સાથે જોડાય છે. બસ આટલું જ."
સૈફ-બેબો ની લેટેસ્ટ લગ્ન તારીખ - જાન્યુવારી ૨૦૧૩
Monday, 02 April 2012 10:10 Written by મોરપીંછ.કોમ