Monday, 05 June 2023 | Login

તંદુરસ્તી તમારા હાથમાં (6)

આપણું વર્તમાન જીવન પૂર્વ-પશ્વિમના શિક્ષણ, સંસ્કાર,રહનસહનના આદાન પ્રદાને, એના મિશરનને કારણે દૂષિત બન્યું છે. આજે માનવ શારીરિક, માનસિક રોગોથી પીડાય છે, એનામાં સુખ, શાંતી, સંતોષ દેખાતા નથી. એના આહાર-વિહાર વિપરીત બન્યા છે.

 

પ્રકૃતિના હિતકારી નિયમોથી વિપરીત જીવનનો ત્યાગ, મનમાં પ્રસન્નતા, દરરોજ નિયમિત વ્યાયામ, નિયમિત ભોજન, હળવું ભોજન તો રોગ ક્યારેય થશે નહીં.

 

Latest News

ગર્ભાવસ્થા માં ડાયેટિંગ કરવું જોઈએ ?

Tuesday, 29 May 2012 19:30 Written by

વર્ષો પહેલા, સ્ત્રીઓ ને બે વ્યક્તિઓ નું ખાવા નું કહેવા માં આવતું - તેવી સ્થિતિ માં શું કરવું ?

વજન વધવાની ચિંતા કાર્ય વગર ખોરાક લેવો એ ગર્ભાવસ્થાનો એક ફાયદો છે. પણ, કેટલીક બાબતોનું ધ્યાન રાખીને. જેમકે ચીઝ પ્રોડક્ટ થી દુર રહેવું. 7278 ગર્ભવતી મહિલાઓ ને આવરી લેતું એક સંશોધન જણાવે છે કે જે મહિલાઓનું વજન ગર્ભાવસ્થા દરમ્યાન ૩.૮૪ કિલો થી ઓછુ વધ્યું હોય એમને કેટલીક સમસ્યા નો સામનો નહોતો કરવો પડ્યો જેમકે - પ્રી-મેસ્યોર બેબી.

તો શું તમારે બે વ્યક્તિઓનું ખાવાનું બંધ કરીને કેલેરી ગણવાનું શરુ કરવું જોઈએ ?

ઉપાય:
ગર્ભાવસ્થા દરમ્યાન બે વ્યક્તિઓનું ખાવાની સલાહ આમ તો વર્ષો પુરાની થઇ ગઈ છે. પણ, આ સંશોધન તમને કેલેરી નિયંત્રિત દયાત પર જવાની સલાહ નથી આપતું.

પણ એ તમને ગર્ભાવસ્થા દરમ્યાન વધતા વણજોઇતા વજન પર કાબુ  રાખવાનું કહે છે. જો તમારું વજન 100 કિલો કરતા વધારે હોય તો કેલેરી  ડાયટ માટે તમારા ડોક્ટરની  સલાહ લો.

સંશોધન જણાવે છે કે જે સ્ત્રીઓ ગર્ભાવસ્થા દરમ્યાન કસરત કરે છે તેમનું વજન ઓછુ વધે છે. પરંતુ માત્ર ૭૦૦ ગ્રામ જેટલું ઓછુ.

માટે આ સંશોધન કેલેરી નિયંત્રિત દયાત થી દુર રહી ને હેલ્ધી સંતુલિત ખોરાક લઇ ને ગર્ભાવસ્થા દરમ્યાન ગોલ્માંતોલ થવા થી દુર રહેવાની સલાહ આપે છે.

Popular News

  લોકો આખો દિવસ એક મુદ્દા વિષે વિચારીને કે નાહકની…
  કોઈપણ જાતનો તાવ હોય તો બે આનીભાર મીઠું ગરમ…
વર્ષો પહેલા, સ્ત્રીઓ ને બે વ્યક્તિઓ નું ખાવા નું કહેવા…
  નાગરવેલના બે-ચાર પાન ચાવીને ખાવાથી શરદી મટે છે. આદુનો…

દિવસ ને ત્રણ કાર્યભાગમાં વહેંચી ને તનાવ ઘટાડો

Sunday, 11 December 2011 17:21 Written by

 

લોકો આખો દિવસ એક મુદ્દા વિષે વિચારીને કે નાહકની ઉતાવળમાં તનાવ પેદા કરે છે. જેમકે ધણી વખત લોકો ઓફીસમાં સમયસર પહોચવાની ચિંતા માં રોજે ઓફિસે મોડા પડતા હોય છે. જો તમે તનાવ ઘટાડી ને લક્ષ્ય ને સિદ્ધ કરવા માંગતા હોય તો આ ચક્ર ને તોડવાની જરૂર છે. આ લક્ષ્ય પૂર્ણ કરવા માટે તમારા દિવસ ને ત્રણ ભાગ માં વહેચો.
૧. વિચાર
૨. કાર્ય અમલ
૩. આરામ
 
દિવસનો એક ભાગ વિચારવા માટે ફાળવો. આ સમય દરમ્યાન કામ વિષે વિચારો, કામ કેવી રીતે પૂરું કરશો તેના વિષે મનોમંથન કરો. જરૂર લાગે તો આ વિચારો ની નોંધ કરી લો. દિવસ ના બીજા ભાગ માં વિચારો ને કાર્ય દ્વારા અમલ માં મુકો. આ સમય દરમ્યાન વધારે પડતું વિશ્લેષણ કરવાનું ટાળો.    
 
એક વખત તમે કામ ને વિચારો ને અગલ કરવામાં સફળ થશો એટલે આપોઆપ તમને આરામ માટે સમય ફાળવી શકશો. જેમકે બાળકો અને પત્ની સાથે બેસી ને ટીવી જોવો, કસરત કરો કે મિત્રો સાથે બેસી ને ગપ્પા મારો.
 
જો તમે એક સપ્તાહ કે તેથી વધુ સમય આ કાર્યશૈલી અમલ માં મૂકી ને કામ કરશો તો અનુભવશો કે તમે પહેલા કરતા વધુ કાર્યક્ષમ બન્યા છો તથા તનાવ પણ ઘટી ગયો છે. કારણ કે તમારા વિચારો તમારા કામ માં અને આરામ ના સમયમાં ઘુસણખોરી નથી કરતા.

પથરી

Saturday, 09 July 2011 16:36 Written by

 

 • લીંબુના રસમાં સિંધવ-મીઠું મેળવીને ઊભા ઊભા પીવાથી પથરી ઓગળી જાય છે.
 • કારેલાનો રસ છાશ સાથે પીવાથી પથરી મટી જાય છે.
 • મૂળાના પાનનો રસ કાઢી તેમાં સૂરોખાર નાખી, રોજ સવારે પીવાથી પથરી ઓગળી જાય છે.
 • કાળી દ્રાક્ષનો ઉકાળો પીવાથી પથરી ઓગળી જાય છે.
 • જૂનો ગોળ ને હળદર છાશમાં મેળવીને પીવાથી પથરી ઓગળી જાય છે.
 • ગોખરુનું ચૂર્ણ મધમાં ચાટવાથી પથરી ઓગળી જાય છે.
 • કળથી ૫૦ ગ્રામ રાત્રે પલાળી રાખી, સવારે મસળી, ગાળી એ પાણી રોજ સવારે પીવાથી પથરી મટે છે.

 

શરદી

Saturday, 09 July 2011 16:00 Written by

 

 • નાગરવેલના બે-ચાર પાન ચાવીને ખાવાથી શરદી મટે છે.
 • આદુનો રસ ને મધ એક-એક ચમચી સવાર-સાંજ પીવાથી શરદી મટે છે.
 • રાઈને વાટીને મધ મેળવીને ખાવાથી શરદી મટે છે.
 • લીંબુના રસમાં આદુનું કચુંબરને સિંધવ નાખી પીવાથી શરદી મટે છે.
 • હળદરનો ધુમાડો સૂંઘવાથી શરદી મટે છે.
 • ફુદીનાનો તાજો રસ પીવાથી શરદી મટે છે.
 • ગરમ દૂધમાં મરીની ભૂકી અને સાકર નાખીને પીવાથી શરદી મટે છે.
 • મરી, તજ અને આદુનો ઉકાળો પીવાથી શરદી મટે છે.

 

તાવ

Saturday, 09 July 2011 15:09 Written by

 

 • કોઈપણ જાતનો તાવ હોય તો બે આનીભાર મીઠું ગરમ પાણીમાં દિવસમાં ત્રણ વાર લેવાથી તાવ ઉતરી જાય છે અને તાવ ઉતર્યા પછી સવાર-સાંજ દોઢ અનિભાર મીઠું બે દિવસ લેવાથી તાવ પાછો આવતો નથી.
 • કોઈપણ તાવ આવ્યો હોય તો ફુદીનાનો અને આદુનો ઉકાળો પીવાથી તાવ ઉતારી જાય છે.
 • સખત તાવમાં માથા પર ઠંડા પાણીનાં પોતા મૂકવાથી તાવ ઉતરે છે અને તાવની ગરમી મગજમાં ચઢતી નથી.
 • તુલસી અને સૂરજમુખીના પણ વાટીને તેનો રસ પીવાથી બધી જાતના તાવ માટે છે.
 • તુલસીના પણ, અજમો અને સૂંઠનું ચૂર્ણ સરખે ભાગે લઈ તેમાં મધ નાખી લેવાથી ફ્લુનો તાવ માટે છે.
 • લસણની કળી પાંચથી દસ ગ્રામ કાપીને તલના તેલ કે ઘીમાં સાંતળીને સિંધવ ભભરાવી ખાવાથી દરેક પ્રકારના તાવ મટે છે.
 • ગરમ કરેલા દૂધમાં હળદર કે મારી મેળવીને પીવાથી તાઢિયો તાવ મટે છે.
 • મરીનું ચૂર્ણ તુલસીના રસ અને મધમાં પીવાથી ટાઢીયો તાવ મટે છે.
 • ફુદીનાનો ને આદુનો રસ કે ઉકાળો પીવાથી રોજ આવતો તાવ મટે છે.

 

morpinch1