લોકો આખો દિવસ એક મુદ્દા વિષે વિચારીને કે નાહકની ઉતાવળમાં તનાવ પેદા કરે છે. જેમકે ધણી વખત લોકો ઓફીસમાં સમયસર પહોચવાની ચિંતા માં રોજે ઓફિસે મોડા પડતા હોય છે. જો તમે તનાવ ઘટાડી ને લક્ષ્ય ને સિદ્ધ કરવા માંગતા હોય તો આ ચક્ર ને તોડવાની જરૂર છે. આ લક્ષ્ય પૂર્ણ કરવા માટે તમારા દિવસ ને ત્રણ ભાગ માં વહેચો.
૧. વિચાર
૨. કાર્ય અમલ
૩. આરામ
દિવસનો એક ભાગ વિચારવા માટે ફાળવો. આ સમય દરમ્યાન કામ વિષે વિચારો, કામ કેવી રીતે પૂરું કરશો તેના વિષે મનોમંથન કરો. જરૂર લાગે તો આ વિચારો ની નોંધ કરી લો. દિવસ ના બીજા ભાગ માં વિચારો ને કાર્ય દ્વારા અમલ માં મુકો. આ સમય દરમ્યાન વધારે પડતું વિશ્લેષણ કરવાનું ટાળો.
એક વખત તમે કામ ને વિચારો ને અગલ કરવામાં સફળ થશો એટલે આપોઆપ તમને આરામ માટે સમય ફાળવી શકશો. જેમકે બાળકો અને પત્ની સાથે બેસી ને ટીવી જોવો, કસરત કરો કે મિત્રો સાથે બેસી ને ગપ્પા મારો.
જો તમે એક સપ્તાહ કે તેથી વધુ સમય આ કાર્યશૈલી અમલ માં મૂકી ને કામ કરશો તો અનુભવશો કે તમે પહેલા કરતા વધુ કાર્યક્ષમ બન્યા છો તથા તનાવ પણ ઘટી ગયો છે. કારણ કે તમારા વિચારો તમારા કામ માં અને આરામ ના સમયમાં ઘુસણખોરી નથી કરતા.