ટાટા નેનો, પ્યૂજો અને મારૂતિ બાદ હવે જર્મન ઓટો જાયન્ટ ફોક્સવેગન ગુજરાતમાં અંદાજે 2000 કરોડ રૂપિયાના ખર્ચે કાર મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાની ઇચ્છા ધરાવી રહી છે. કારણ જાણવા મળ્યું છે કે કંપની આ પહેલા મહારાષ્ટ્રમાં પ્લાન્ટ સ્થાપવાની ઇચ્છા રાખતી હતી પણ તેમાં વિલંબ થઈ રહ્યો છે. ફોક્સવેગન માટે કામ કરતી એક કન્સલ્ટન્સી કંપની ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓને મળી હતી અને તેમને અમદાવાદ તથા વડોદરાની આજુબાજુનો વિસ્તારમાં બતાવવામાં આવ્યો હતો. હાલ પૂરતું તો એટલું જાણવા મળ્યું છે કે કંપની કોઈ મોટું મૂડીરોકાણ ભારતમાં કરવાના મૂડમાં નથી પણ નાના પાયે શરૂઆત કરી શકે છે. મહારાષ્ટ્ર સરકાર સાથે વેટના મામલે કેટલીક વાતો અટકેલી હોવાથી ફેક્સવેગને મહારાષ્ટ્રમાં તેના હાલના પ્લાન્ટનું વિસ્તૃતીકરણ અટકાવ્યું છે. જોકે, થોડા સમય પહેલા ફોક્સવેગને ભારતમાં મૂડીરોકાણ વધારવાનો ઇરાદો જાહેર કર્યો હતો. કંપની હાલ મહારાષ્ટ્રના ચકન અને ઔરંગાબાદમાં બે પ્લાન્ટ ધરાવે છે.