ઉત્તર ભારતમાં સતત બે દિવસ ઉભા થયેલા વીજળીસંકટને લઈને ટીમ અણ્ણા, વિપક્ષના આરોપો બાદ બાદ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકાર અને તેમાં પણ ખાસ કરીને વડાપ્રધાન પર જોરદાર કટાક્ષ કર્યો હતો.
કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢતા નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું હતું કે "વડાપ્રધાનજી, દેશના 19 રાજ્યોમાં 60 કરોડ લોકો અંધારામાં છે. દેશ જાણવા માંગે છે કે શું તમે આ મામલે પણ કોઈ ગઠબંધન ધર્મનું પાલન કરી રહ્યાં છો." મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે "ખરાબ આર્થિક પ્રબંધનના કારણે લોકોના ખીસ્સા ખાલી થઈ ગયા, જનતાએ પેટને ભુખ્યું રાખ્યું અને હવે તેમને અંધારામાં ધકેલી દીધા."
ભાજપના રાષ્ટ્રિય પ્રવક્તા પ્રકાશ જાવડેકરે પણ કેન્દ્ર સરકાર પર પ્રહારો કરતા કહ્યું હતું કે છેલ્લા બે દિવસથી દેશ સૌથી ખરાબ કહેવાતા વીજળી સંકટ સામે ઝઝુમી રહ્યો છે. આ ઘટનાને લઈને દુનિયામાં દેશનું સમ્માન ઘટ્યું છે.
000 ભાજપના રાષ્ટ્રિય પ્રવક્તા પ્રકાશ જાવડેકરે પણ કેન્દ્ર સરકાર પર પ્રહારો કરતા કહ્યું હતું કે છેલ્લા બે દિવસથી દેશ સૌથી ખરાબ કહેવાતા વીજળી સંકટ સામે ઝઝુમી રહ્યો છે. આ ઘટનાને લઈને દુનિયામાં દેશનું સમ્માન ઘટ્યું છે.