પાકિસ્તાન ચીન પાસેથી આઠ સબમરીન ખરીદવા માટે 4 થી 5 અબજ ડોલરના સોદા પર હસ્તાક્ષર કરવા નજીક છે. આ કદાચ ચીનનું સૌથી મોટું વિદેશી હથિયાર વેચાણ હશે. આ વાત પર ચીનના વિદેશ ખાતા કે સંરક્ષણ ખાતાએ ટીપ્પણી કરવાની ના પડી હતી. ચીન અને પાકિસ્તાન પહેલેથી નજીકના લશ્કરી સંબંધો ધરાવે છે. આ પહેલા પણ ચીન પાકિસ્તાનને મોટા પાયે લશ્કરી શસ્ત્રો વેચી ચુક્યું છે. પાકિસ્તાની અખબાર ધ ડોન પ્રમાણે ચીન સાથેની શસ્ત્ર સોદાની વાટાઘાટો છેલ્લા તબક્કામાં છે. ચીન અને પાકિસ્તાન પોતાના પાડોશી ભારત અને અમેરિકાના વધી રહેલા સંબંધો થી પરેશાન દેખાય છે.