પમી જુનને સમગ્ર વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવે છે, આ ઉજવણીના ભાગરૂપે લોકોમાં જાગૃતિ આવે અને પર્યાવરણ સરંક્ષણ બાબતે સભાન થાય તે માટે ગુજરાત્ર પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમની શૂભ શરૂઆત NEPL-Landfill site પર્યાવરણ મંદિર, રીંગ રોડ, ઓઢવ ખાતેથી થશે. આ કાર્યક્રમમાં વસાહત મંડળોના પદાધિકારીઓ પર્યાવરણના સંરક્ષણ માટે શપથ લેશે તથા “Go Green at Traffic Signal” માં ભાગ લેનાર સ્વયંસેવકોને સ્મૃતિ ચીન્હ અપાશે.સોસાયટી ફોર એન્વાયર્મેન્ટ પ્રોટેકશન (સ્વૈચ્છિક સંસ્થા) તથા શહેર ટ્રાફિક શાખાના સહયોગથી “Go Green at Traffic Signal” વિષય વસ્તુ સાથે પ્રથમ ચરણમાં તા.05-06-2011થી શરૂ કરી સતત છ દિવસ સુધી અલગ અલગ જેવા કે નહેરૂ બ્રીજ, મણીનગર, અનુપમ થીયેટર, વિજય ચાર રસ્તા નારોલ સર્કલ, જશોદા નગર સર્કલ, અંધ જન મંડળ સર્કલ, ઇન્કમ ટેક્ષ સર્કલ જેવા ટ્રાફિક પોઇંટ ઉપર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 5 મી જુનના રોજ સાંજે 5-00 કલાકે નહેરૂ બ્રીજ ચાર રસ્તાએથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે. આ દિવસો દરમિયાન લોકોમાં ટ્રાફિક પોઇંટ ઉપર વાહન ચલાવતી વખતે જરૂરી જાગૃતિ લાવવાની કામગીરી, લોક જાગૃતિ બાબતે આંકડાકીય માહિતી અને તેનુ પૃથ્થકરણ તથા ચોકસ સ્થળે હવા પ્રદુષણ માપન અને અવાજની માત્રાની માંપણી કરાશે.બીજા ચરણમાં આ સ્વૈચ્છિક સંસ્થા સાથે જુન માસના ત્રીજા અઠવાડિયા દરમિયાન ‘ઇ વેસ્ટ' બાબતે જાગૃતિ લાવવાના કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ બાબતે વેસ્ટના નિકાલ માટે વિવિધ જાહેર સ્થળે વિશેષ પ્રકારની ડસ્ટબીનો મુકવાનું આયોજન કરવામાં આવ્યું છે.ઔદ્યોગિક વસાહત મંડળમાં જાગૃતિ આવે તે માટે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને ધી ગ્રીન એન્વયાર્મેન્ટ સર્વીસીસ કો-ઓપરેટીવ સોસાયટી લી, વટવાના સંયુકત ઉપ્રકમે સભ્ય યુનિટ માટે હરીફાઇનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે ‘વિશ્વ પર્યાવરણ દિન' પ્રસંગની ઉજવણી માટેનું Forest: Nature at Your Service થીમને ધ્યાને લઇ ગ્રીનરી ડેવલપ કરનાર (પોતાની ફેકટરીમાં તથા ફેકટરી નજીક) તથા પોતાની ફેકટરીમાં સારું હાઉસ કિપીંગ રાખનાર તેમજ સારી રીતે એફલ્યુએટ ટ્રટીમેન્ટ પ્લાંટ ચલાવનાર યુનિટને એવોર્ડ આપવામાં આવનાર છે.માહિતી કચેરી, ગુજરાત વધુ વાંચો : વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે લોક જાગૃતિના વિવિધ કાર્યક્રમો