Sunday, 05 December 2021 | Login

વિશ્વના સૌથી મોટા આતંરરાષ્ટ્રીય સ્ટીલ ફેરનું ઉદ્ઘાટન કરતા મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્ટેનલેસ સ્ટીલના આંતરરાષ્ટ્રીય પ્રદર્શન ઇન્ડીનોક્ષઃ૨૦૧૦નું આજે અમદાવાદમાં ઉદ્ઘાટન કરતાં યુવાનો માટે શારિરીક સ્વાસ્થ્યના જીમ-ઇકવીપમેન્ટ અને બાળકો માટે ક્રિડાંગણોમાં સ્ટીલના ખેલખૂદના સંસાધનોના સ્ટીલ મેન્યુફેકચરીંગ ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતમાં વિકસાવવા આમંત્રણ આપ્યું હતું. આ હેતુસર રાજ્ય સરકાર વિશેષ પ્રોત્સાહક નીતિ બનાવવા તત્પર છે એમ તેમણે જણાવ્યું હતું.

સ્ટેનલેસ સ્ટીલ ઉદ્યોગના સૌથી મોટા આ આંતરારાષ્ટ્રીય સ્ટીલ ફેરનું ભારતમાં પહેલીવાર આયોજન કરવામાં આવ્યું છે. દેશ-વિદેશના ૫૦૦થી વધુ સ્ટીલ ઉદ્યોગકારોને એક સીંગલ પ્લેટફોર્મ ઈન્ડીનોક્ષઃ૨૦૧૦ દ્વારા ઉપલબ્ધ થયું છે. જે ૧૯મી જાન્યુઆરી સુધી ખૂલ્લો રહેશે.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સ્ટીલ ઉદ્યોગમાં જ નહીં વિકાસની નવી ઉંચાઇઓ પાર કરી રહ્યું છે અને રાષ્ટ્રીય-આંતરારાષ્ટ્રીય સ્તરના સેમિનારોનું પણ આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે તેની ભૂમિકા આપતાં જણાવ્યું કે ગુજરાતે વ્યાપાર-ઉદ્યોગ અને વિકાસની સંભાવનાઓ માટે વિશ્વાસનું વાતાવરણ ઉભૂં કર્યું છે.

છેલ્લા છ મહિનામાં જ ગજરાતમાં પ્રતિદિન બે-ત્રણ ઔદ્યોગિક એકમોની સ્થાપના અને વિસ્તરણ પ્લાન્ટ લગાતાર કાર્યરત થયા છે અને ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રકચર, સ્કીલ્ડ મેનપાવર, પ્રોએકટીવ પોલીસી, એનર્જુ અને ગુડ ગવર્નન્સના બધા જ પ્રોત્સાહક પરિબળોએ ગુજરાતને ઇકોનોમી અને ઇન્ડસ્ટી્રઅલ ગ્રોથની આગવી ઓળખ આપી છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

હેલ્થકેર અને સ્વાસ્થ્ય સંભાળ માટેની આ સાર્વત્રિક જાગૃતિને ધ્યાનમાં લઇને તેમણે જીમ-ઇકવીપમેન્ટ મેન્યુફેકચરીંગના સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝની વિશાળ શકયતાઓ વિશે ગુજરાતમાં જીમ-ઈકવીપમેન્ટના સ્ટીલ મેન્યુફેકચરીંગના સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝની વિશાળ શકયતાઓ વિશે ગુજરાતમાં જીમ-ઇકવીપમેન્ટના સ્ટીલ મેન્યુફેકચરીંગ એકમો સ્થાપવા આમંત્રણ આપ્યું હતું.

વિશેષમાં બાળકો માટે, યુવાનો માટે, ક્રિડાંગણના સ્ટીલ-આધારીત ખેલકુદના સંસાધનોના મેન્યુફેકચરીંગ ઇન્ડસ્ટ્રીઝનો ગુજરાતમાં ઘણો અવકાશ છે તે માટે પણ તેમણે આમંત્રણ આપ્યું હતું.

ગુજરાતમાં કોર આયર્ન નથી પરંતું સ્ટીલ ઉદ્યોગમાં અગ્રેસર છે, કોલસો નથી પરંતું વીજ ઉત્પાદનમાં ક્રાંતિકારી સિધ્ધિ મેળવી છે, ગુજરાતમાં પાણી નથી પરંતુ આજે ગુજરાત સમગ્ર દેશમાં કૃષિ વિકાસનો ૯.૬ ટકા કૃષિ વિકાસદર સાતત્યપૂર્વક જાળવીને ખેતીવાડી ક્ષેત્રે પ્રથમ સ્થાને પહોંચી ગયું છે તેમ તેમણે જણાવ્યું હતું.

ગ્લોબલ ઇકોનોમીના આ સ્પર્ધાત્મક યુગમાં ગુજરાતે છેલ્લા ૨૦૦ વર્ષમાં જેટલો વિકાસ સાધ્યો છે તેના કરતા વધુ વિકાસ આગામી ૨૦ વર્ષમાં ગુજરાતકારો દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરથી વિકાસની હરણફાળ ભરશે જે બંદર વિકાસ સંલગ્ન પ્રગતિથી સમૃધ્ધિના નવા દ્વારા ખોલશે એમ તેમણે જણાવ્યું હતું.

સ્ટીલ ઉદ્યોગ માટે તેમણે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઉપર ધ્યાન કેન્‍દ્રીત કરીને ભારત જેવા ૧૦૦ કરોડના વિરાટ જનશકિતનો વિકાસ માટે વિનિયોગ કરવા અનુરોધ કર્યો હતો.

કન્યા કેળવણી નિધિ માટે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીને ઇન્ડીયન સ્ટેનલેસ સ્ટીલ ડેવલેપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા રૂા.૧૧ લાખનો ચેક સંસ્થાના ચેરમેન શ્રી ઉગમરાજ હુંડિયા દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આતંર રાષ્ટ્રીય સ્ટેનલેસ સ્ટીલ ફેરમાં ઉભા કરાયેલ પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી.

ઇન્ડીયન સ્ટેનલેસ સ્ટીલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના ચેરમેન શ્રી ઉગમરાજજી હુંડીયાએ આ આંતરરાષ્ટ્રીય ફેરને સ્ટેનલેસ સ્ટીલના મહાકુંભ તરીકે ગણાવ્યો હતો અને જણાવ્યું હતું કે, તેનાથી નાનામાં નાના ઉત્પાદકને આ ક્ષેત્રના રાષ્ટ્રિય મંચ ઉપર એકત્ર થવાની તક પ્રાપ્ત થઇ છે.

શાહ એલોઇઝના મેનેજુંગ ડિરેકટર શ્રી રાજેન્દ્રભાઇ શાહે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, ભારતના ઇતિહાસમાં સ્ટેનલેસ સ્ટીલના ઉત્પાદકોનું આ પ્રથમ અને ઐતિહાસિક પ્રદર્શન સહ અધિવેશન યોજાયું છે. એકબીજાની ટેકનોલોજીનો વિનિયોગ કરીને ભારત આ ઉદ્યોગની વૈશ્વિક સ્પર્ધાનો સામનો કરી આગળ વધી શકે તેવા સંજોગોનો લાભ લેવો જોઇએ.

સ્ટીલ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના ચેરમેન શ્રી એસ.કે.રૂંગરાએ સમારંભના અતિથિ વિશેષ પદેથી ગુજરાતને દેશનું ઝડપથી વૃધ્ધિ પામતું મોડેલ અને ડાયનેમીક સ્ટેટ ગણાવીને જણાવ્યું હતું કે, સ્ટેનલેસસ્ટીના ઉદ્યોગમાં આપણે ૭મા ક્રમે અને વપરાશમાં પાંચમાક્રમે છીએ પરંતુ ભારત સન ૨૦૧૫-૧૬ના વર્ષ સુધીમાં સૌથી વધુ સ્ટીલ ઉત્પાદન કરતા દેશોમાં ત્રીજા ક્રમે પહોંચી શકશે. કોસ્ટ ઇફેકટીવ અને વેલ્યુ એડીશન દ્વારા આપણે વૈશ્વિક બજારમાં ચીન જેવા દેશની સ્પર્ધા કરવામાં શકિતમાન બની શકીશું તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

જિન્દાલ સ્ટીલ લિમિટેડના શ્રી રતનજી જિન્દાલે ગુજરાતને ઇન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી સ્ટેટ ગણાવીને શ્રી નરેન્દ્રભાઇમોદીને રાજ્યના શ્રેષ્ઠ સી.ઇ.ઓ તરીકેની કાર્ય પ્રણાલીની દેશમાં જ નહિ, વેશ્વિક સ્તરે થઇ રહેલી પ્રસંશાનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, ગુજરાત સ્ટેનલેસ સ્ટીલના ઉદ્યોગમાં ફોકસ સ્ટેટ તરીકે નામના મેળવી છે. અમારી કંપની ગુજરાતમાં બે મોટા સર્વિસ સેન્ટર શરૂ કરશે. હિન્દુસ્તાન એક બે વર્ષમાં વિશ્વનો ત્રીજો સૌથી વધુ વપરાશ કરતો દેશ બની જશે.

ફેરના ઉદ્ઘાટન પ્રસંગે તિરૂપતિથી આવેલા સ્વામી શ્રી ગુરૂવંદનજી ઉપરાંત સંસ્થાના હોદ્દેદારો, દેશ અને દુનિયામાંથી આવેલા સ્ટેનલેસ સ્ટીલના ઉત્પાદકો, વેપારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત માહિતી બ્યુરો, ગુજરાત સરકાર
Read 1443 times
Rate this item
(0 votes)

Leave a comment

Make sure you enter all the required information, indicated by an asterisk (*). HTML code is not allowed.

morpinch1