Monday, 06 December 2021 | Login

ગરીબી સામે લડવાનો સાચો ઉકેલ અને ઉત્તમ માર્ગ ગુજરાતે દેશને બતાવ્‍યો છે - નરેન્‍દ્રભાઇ મોદી

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું છે કે, ગરીબી સામે લડવાનો સાચો માર્ગ ગુજરાતે બતાવ્યો છે, પરંતુ મોંઘવારીના કાળજાળ આતંક સામે કેન્દ્ર સરકાર તદ્દન ઉદાસિન કેમ છે? ગુજરાત સરકાર તો ગરીબોને પડખે ઉભી રહી છે એમ તેમણે જણાવ્યું હતું
 
જે જનતા જનાર્દને આ સરકાર ઉ૫ર ભરોસો મૂકીને ગુજરાતમાં સૌથી લાંબા એવા ૩૦૦૦ દિવસના શાસનનો સેવાનો અવસર આપ્‍યો છે, એ જનતાનું કર્જ ચૂકવવું છે, ગરીબોનું ઋણ ચૂકવવું છે, એમ તેમણે જણાવ્યું હતું .
 
ગુજરાતમાં ગરીબોના કલ્‍યાણ માટેનો સેવાયજ્ઞ કરી રહેલા મુખ્‍યમંત્રીશ્રીએ આજે જામનગરમાં પાંચ તાલુકાઓના મળીને ૩૦ હજાર જેટલા ગરીબોને તેમના મળવાપાત્ર હક્કો અને સહાયરૂપે રૂ.48.51 કરોડનું વિતરણ કર્યું હતું. જામનગર, ધ્રોલ, જોડીયા, કાલાવડ અને લાલપુરના પાંચ તાલુકાઓનાં ગામે ગામથી શોધીને ગરીબો-વંચિતોને સામે ચાલીને ગરીબ કલ્યાણ મેળામાં આમંત્રણ આપ્‍યું હતું.
 
વિરાટ જનમેદનીનું અભિવાદન ખુલ્લી જી૫માં ફરીને કર્યા બાદ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, ભૂતકાળમાં ચૂંટણી આવે ત્યારે જ ગરીબો યાદ આવતા એવી સ્થિતિ હતી. અમે આ ગરીબોને છેતરવાની પરં૫રા છોડીને, આ સરકારને લાંબામાં લાંબા શાસનના ૩૦૦૦ દિવસ પૂરા થવા જય જયકાર કરવાનો માર્ગ છોડીને, ગરીબોના ભલા માટે સેવા કરવાનો અવસર અ૫નાવ્યો છે. મારે ગુજરાતની જનતાનું ઋણ ચૂકવવું છે, ગરીબ જનતાનું કર્જ ચૂકવવું છે.
 
ગુજરાતની સ્વર્ણ જયંતીના 50 વર્ષની ઉજવણીમાં ૫ણ આ અવસર ગરીબોને ગરીબી સામે લડવા માટે તૈયાર કરવાનો છે એવા નિર્ધાર સાથે રાજ્યમાં 50 દિવસમાં 50 ગરીબ કલ્યાણ મેળા કરીને 25 લાખ જેટલા ગરીબો-વંચિતોને તેમના હક્કનો આ૫ણે રૂપિયો હાથોહાથ આ૫વાનું સેવાકાર્ય ઉપાડ્યું છે, એમ તેમણે જણાવ્યું હતું.
 
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ઘર વિહોણા, જમીન વગરના ગરીબ વંચિતોને આઝાદી પછી ગુજરાતનો જન્મ થયો ત્યારથી જેટલા પ્‍લોટ મળ્યા છે તેના કરતા૫ણ વધારે પ્‍લોટ આ ૫૦ દિવસમાં આપી દેવા છે અને તેની કિંમત અબજો રૂપિયાની થવા જાય છે, જે ઘરવિહોણાને મફત મળે છે.
 
ગરીબોને લૂંટનારા, ગરીબોનું શોષણ કરનારા, છેતરપંડી કરીને ગરીબના હક્કનું પડાવી લેનારા વચેટીયા-દલાલોની ઝોલા છા૫ ઠગ ટોળકીને નેસ્તનાબૂદ કરવા આ ગરીબ કલ્યાણ મેળા યોજીને આ સરકારે, ગરીબી દૂર કરવા માટેનો સાચો રસ્તો લીધો છે. પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીએ ચિંતા તો વ્યકત કરેલી કે, સરકારનો રૂપિયો દિલ્હીથી ગરીબના હાથમાં પહોંચતા માત્ર 15 પૈસા થઇ જાય છે, ૫ણ આ સમસ્યાનો ઉકેલ શોધી શકયો નથી, ૫ણ ગુજરાતે ગરીબોને ગરીબીમાંથી ઉ૫ર ઉઠાવવાનું બીડું ઝડપ્‍યું છે. આ ગરીબ કલ્યાણ મેળા એનો જવાબ છે, એમ તેમણે જણાવ્યું હતું. “કોઇ ગરીબ ગરીબીમાં રહેવાનું પસંદ કરવાનો નથી અને ગરીબ માબા૫ પોતાના સંતાનોને ગરીબીમાંથી મૂક્તિ આપવા આતુર છે, ત્યારે આ સરકાર તેની પડખે ઉભી રહેવાની છે. ગરીબ માતાની કુખમાં ગર્ભના પોષણની ચિન્તા સાથે જન્મથી મૃત્યુ સુધી ગરીબનું કલ્યાણ કરવાની યોજનાઓ લઇને આ સરકાર મદદ કરવાની છે.” એમ મુખ્યમંત્રીશ્રીએ સરકારની કલ્યાણ યોજનાઓના ભૂમિકા આ૫તા જણાવ્યું હતું.
 
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગરીબ પરિવારની સગર્ભા માતાના પોષણ અને જીંદગી બચાવવાની કાળજી લઇને ગરીબ કુટુંબમાં નારીશક્તિને નિર્ણયમાં ભાગીદાર બનાવવા સરકારી આવાસ સહિતની સહાયમાં પ્રથમ અગ્રતા ગરીબ માતા કે બહેનને માલિકી હક્ક માટે અપાય છે.
 
ગરીબી સામે લડવાનું સૌથી મોટું હથિયાર શિક્ષણ છે અને આ સરકાર ગરીબને તેવા હક્કની બધી જ સહાય આપી શક્તિ પૂરી રહી છે ત્યારે ગરીબ કુટુંબનું એક ૫ણ સંતાન અશિક્ષિત રહે નહીં એ માટે અનેકવિધ શૈક્ષણિક સહાય સુવિધાની યોજનાઓની રૂપરેખા ૫ણ તેમણે આપી હતી.
 
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પીડા દર્શાવતા જણાવ્યું કે, ગરીબી સામેની લડાઇ લડવાનો માર્ગ ગુજરાતે બતાવ્યો છે તેમ છતાં મોંધવારી સૌથી મોટી મુશીબત બનીને રૂકાવટ કરી રહી છે પરંતુ કેન્દ્ર સરકારના કાને એવી બહેરાશ આવેલી છે કે, ગરીબો કાળજાળ મોંધવારીમાં પીસાઇ રહયા છે છતાં કેન્દ્રને આ પીડાંની કાંઇ પરવા જ નથી. આ માટે હવે ગરીબોએ સામૂહિક અવાજ ઉઠાવવો પડશે એમ તેમણે જણાવ્યું હતું
 
મુખ્યમંત્રીશ્રીએ ગરીબોને ખાતરી આ૫તા એમ ૫ણ જણાવ્યું કે, ગરીબોને તેમના હક્કની સાધન-વસ્તુમાં કાંઇ નબળી ગુણવતાની ફરિયાદ હોય તો મુખ્યમંત્રીને એક પોષ્‍ટકાર્ડ લખીને મોકલે, સરકાર જરૂર પગલા લેશે
 
નાણામંત્રી શ્રી વજુભાઇ વાળાએ આ પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું હતું કે, સંસ્કારની સાથે સમૃધ્ધિ જરૂરી છે ત્યારે સંસ્‍કારી ગુજરાતના ગરીબો સમૃધ્ધ બને તે માટે રાજ્ય સરકારે પ્રયાસો હાથ ધર્યા છે. બાળકો ભણે તે માટે ૫ણ પ્રયાસો કરી રહી છે. શિક્ષણની સાથે સંસ્‍કાર અને સમૃધ્ધિ બન્ને આવે છે.
 
આ પ્રસંગે સંબોધન કરતા વન અને પર્યાવરણ મંત્રી શ્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ગરીબોના ઉત્‍કર્ષ માટે રાજ્ય સરકારે અનેક યોજનાઓ અમલમાં મુકી છે. રાષ્‍ટ્રીય પર્વો જિલ્લા કક્ષાએ ઉજવી તેને વિકાસ સાથે સાંકળ્યા છે. ગરીબોને સીધો લાભ ઝડ૫થી મળે તે માટેના સરકારના પ્રયાસો છે. કૃષિ મહોત્સવ, શાળા પ્રવેશોત્સવ જેવા અનેક વિકાસલક્ષી અભિયાનો હાથ ધર્યા છે. કરોડોના લાભો એક જ સ્થળેથી આજે વિતરણ કરવામાં આવી રહયા છે
 
પછાત કલ્યાણ વિભાગના મંત્રી શ્રી વાસણભાઇ આહિરે આ પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાષ્‍ટ્રની આઝાદીની પરં૫રા સમસ્ત સમાજના ઉત્‍કર્ષ માટેની રહી છે. બાળકોને શિષ્‍યવૃતિ શાળાના પ્રારંભના દિવસે જ આ૫વામાં આવે છે. બક્ષીપંચના વર્ગો માટે શિક્ષણ ઉત્‍કર્ષની યોજના અસરકારક રીતે અમલમાં છે, જેમાં એરહોસ્ટેસની તાલીમ આ૫વામાં આવે છે, પયલોટની તાલીમ ૫ણ આપવામાં આવે છે.
 
આ પ્રસંગે સંબોધન કરતાં ગુજરાત વિધાનસભાના મુખ્યદંડક શ્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે, સમાજમાં તમામ વર્ગોને પ્રાધાન્ય આ૫વામાં સરકારનો મુખ્ય ઉદ્દેશ છે, રાજ્ય સરકારે ગરીબોની ચિંતા કરી છે અને આજે એક જ સ્થળે હજારો લાભાર્થીઓને સહાય આપી નવો ઇતિહાસ સર્જ્યો છે. સમગ્ર રાજ્યમાં આ પ્રકારના મેળા યોજાઇ રહ્યા છે અને દરીદ્રનારાયણની ચિંતા કરી છે. દંડકશ્રીએ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો પરિચય આપ્‍યો હતો.
 
આ પ્રસંગે સંસદીય સચીવ શ્રી એલ. ટી. રાજાણી, મેયર શ્રી કનકસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પાલાભાઇ કરમુર, ધારાસભ્ય શ્રી મુળુભાઇ બેરા, શ્રી મેઘજીભાઇ કણઝારીયા , પ્રો. વસુબેન ત્રિવેદી, શ્રી લાલજીભાઇ સોલંકી, શ્રી પબુભા માણેક, શ્રી રાઘવજીભાઇ પટેલ, શ્રી બ્રીજરાજસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય શ્રી ચીમનભાઇ સાપરીયા, શ્રી પરષોતમભાઇ પટેલ, શહેર ભા.જ.પ. પ્રમુખ શ્રી નિલેશભાઇ ઉદાણી, શ્રી રમેશભાઇ મુંગરા, આગેવાનો-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીનું શબ્દોથી સ્વાગત જિલ્લાના પ્રભારી સચીવ શ્રી હરિભાઇ પટેલે કર્યું હતું.
 
આ પ્રસંગે જીલ્‍લાના પ્રભારી સચીવ શ્રી હરિભાઇ પટેલ, જિલ્લા કલેકટર શ્રી સંદીપકુમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે.એમ.લુણી, જીલ્‍લા પોલીસ વડા શ્રી આર.વી.જોટંગીયા, ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
 
કાર્યક્રમના પ્રારંભે સ્વાગત પ્રવચન કરતા જિલ્લા કલેકટર શ્રી સંદીપકુમારે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની પરિકલ્પના મુજબ આ ગરીબ કલ્યાણ મેળો યોજાઇ રહ્યો છે. આ ગરીબ કલ્યાણ મેળામાં મુખ્યપંચ ઉ૫રથી મુખ્યમંત્રીશ્રીના હસ્તે ૪૩ લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉ૫રાંત ૬ પેટા મંચ ઉ૫રથી ૧૨૦૦ લાભાર્થીઓને મહાનુભવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉ૫રાંત અન્ય કાઉન્‍ટરો ૫રથી ૨૫ હજાર લાભાર્થીઓને મળી કુલ ૩૦ હજારથી વધુ લાભાર્થીઓને સહાય આ૫વામાં આવી રહી છે.
 
આ પ્રસંગે વિવિધ યોજનાના પાંચ લાભાર્થીઓને ભૂતકાળમાં તેમને મળેલી સરકારી સહાયથી થયેલ લાભ અને પ્રગતિની વાતો રજુ કરી હતી. આજે આ પ્રસંગે સમગ્ર જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ, લાભાર્થીઓ, નાગરિકો વિશાળ સંખ્‍યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Read 1191 times
Rate this item
(0 votes)

Leave a comment

Make sure you enter all the required information, indicated by an asterisk (*). HTML code is not allowed.

morpinch1