Saturday, 15 May 2021 | Login

Latest News

સાર્ક દેશોની લો-એન્ફોર્સમેન્ટ એજન્સીઓના ક્રાઇમ ઇન્વેસ્ટીગેશન નિષ્ણાંતોની ઇન્ટરપોલ મીટ ગાંધીનગરમાં શરૂ થઇ

Monday, 26 April 2010 18:30 Written by
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સાર્ક દેશોના પોલીસ એજન્સીઓની ઇન્ટરપોલ મીટનું આજે ગાંધીનગરમાં ઉદ્દધાટન કરતાં, ક્રાઇમ ઇન્વેસ્ટીગેશન માટેની ફોરેન્સીક સાયન્સ ટેકનોલોજી માટેનો DNA Act ભારત જેવા દેશ માટે ધડવાની જરૂર ઉપર ભાર મૂકયો હતો. ૧૮૮ દેશો જેના સભ્ય છે તેવા ઇન્ટરનેશનલ પોલીસ ઓર્ગેનાઇઝેશન ઇન્ટરપોલ દ્વારા સમગ્ર વિશ્વમાં પહેલીવાર આ પ્રકારની ચાર દિવસની…

મુખ્યમંત્રીશ્રીએ સ્વર્ણિમ જ્યંતિ અવસરે કરેલો સ્તુત્ય નિર્ણય

Wednesday, 28 April 2010 18:30 Written by
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતની સ્વર્ણિમ જ્યંતીની ઉજવણીને અનુલક્ષીને રાજ્ય સરકારના વિવિધ સંવર્ગોમાં ફિકસ પગારથી ફરજ બજાવતા સવા લાખ કર્મયોગીઓના પગાર ધોરણોમાં તા.૧-પ-ર૦૧૦થી વધારો કરવાનો મહત્વકાંક્ષી સ્તુત્ય નિર્ણય કર્યો છે. રાજ્યના સરકારના આ નિર્ણય અનુસાર, પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે રૂા. રપ૦૦/- પ્રતિમાસના ફિકસ પગારે ફરજ બજાવતા રપ,૮૭૦ વિઘાસહાયકોના વેતનમાં રૂા. ર૦૦૦નો વધારો…

ગુજરાતની સ્વર્ણિમ જ્યંતીની સફળતા માટે ભારતના રાષ્ટ્રીય મહાનુભાવોના શુભકામના સંદેશા

Wednesday, 28 April 2010 18:30 Written by
ગુજરાતની સ્વર્ણિમ જ્યંતીની ઉજવણીના અવસરે, ઉપરાષ્ટ્રપતિશ્રી એમ. હમીદ અન્સારી, વડાપ્રધાન ડો. મનમોહનસિંહ, ભારતીય કોંગ્રેસના અધ્યક્ષ સુશ્રી સોનિયા ગાંધી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી નીતિન ગડકરીએ સ્વર્ણિમ જયંતી ઉજવણીની સફળતા ઇચ્છા શુભેચ્છા સંદેશ પાઠવ્યા છે. રાષ્ટ્રના આ અગ્રણી મહાનુભાવોએ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને પત્રો દ્વારા સંદેશા પાઠવી શુભકામના વ્યકત કરી…

રાજ્ય સરકારના કર્મચારીઓ – પેન્શનરોના મોંધવારી ભથ્થામાં ૧ જાન્યુઆરી-ર૦૧૦ થી આઠ ટકાનો વધારો

Thursday, 29 April 2010 18:30 Written by
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત સરકારના કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારના ધોરણે ૧ જાન્યુઆરી, ર૦૧૦થી પ્રવર્તમાન મોંધવારી ભથ્થાના દરમાં આઠ ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. કર્મયોગીઓને આ ભથ્થું એપ્રિલ-ર૦૧૦થી રોકડમાં ચૂકવાશે તથા તા.૧ જાન્યુઆરીથી ૩૧ માર્ચ-ર૦૧૦ સુધીની મોંધવારી ભથ્થા તફાવતની રકમ કર્મયોગીના સામાન્ય ભવિષ્ય નિધિમાં જમા કરવામાં આવશે. રાજ્ય સરકારના કર્મચારીઓ…

મુખ્યમંત્રીશ્રીની રાજ્ય સરકારના કર્મયોગીઓને સ્વર્ણિમ ગુજરાત ઉજવણીની ભેટ

Thursday, 29 April 2010 18:30 Written by
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતની સ્વર્ણિમ જ્યંતીની ઉજવણીને અનુલક્ષીને રાજ્ય સરકારના કર્મયોગીઓને છઠ્ઠા પગારપંચના અમલના નિર્ણય અનુસાર ચૂકવવાપાત્ર પગાર ભથ્થા તફાવતના બીજા હપ્તાની રકમ ર્મે-ર૦૧૦માં રોકડમાં ચૂકવવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે છઠ્ઠા પગારપંચનો લાભ કર્મયોગીઓને તા.૧ જાન્યુઆરી-ર૦૦૬થી આપવાના અગાઉ કરેલા નિર્ણય અનુસાર 1 જાન્યુઆરી-ર૦૦૬ થી ૩૧ માર્ચ-ર૦૦૯ સુધી પગાર અને…

Popular News

એનઆઈડીમાં ગયા સપ્તાહથી શરૂ થયેલા સત્રારંભે જ ત્રણ સિનિયર વિદ્યાર્થી…
ગાર્મેન્ટ ઉદ્યોગને આંશિક રાહત આપતી જાહેરાત આજે સીબીઇસી દ્વારા કરવામાં…
રાજ્યના મુખ્યમંત્રી અને ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ નરેન્દ્ર મોદી પર…
ગુજરાત યુનિ. સંલગ્ન સાયન્સ કોલેજોમાં ચાલતાં એમએસસીના અભ્યાસક્રમમાં લેબોરેટરીના કર્મચારીઓનું…

ગુજરાત સ્વર્ણિમ જયંતી મહોત્સવનો ભવ્યાતિભવ્ય પ્રારંભ

Friday, 30 April 2010 18:30 Written by
રાજ્યપાલ શ્રીમતી ડૉ. કમલાએ ગુજરાતના સ્વર્ણિમ જયંતી મહોત્સવનું શાનદાર ઉદ્ઘાટન કરતાં જણાવ્યું હતું કે, બહુરત્ના ગુર્જરી સંસ્કૃતિની આ પવિત્ર ભૂમિએ પ્રત્યેક યુગમાં મહાયુગ પુરૂષોને જન્મ આપ્યો છે, તેમણે રાષ્ટ્રનો ઇતિહાસ રચ્યો છે અને રાજ્યને ગૌરવશાળી બનાવ્યું છે. રાજ્યપાલશ્રીએ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી, લોક સભાના સાંસદ શ્રી…

ગુજરાત મહારાષ્ટ્ર અને કેન્દ્રીય જળસંસાધન મંત્રાલય વચ્ચે આંતરરાજ્ય નદીઓની સંયુકત જળવ્યવસ્થાપન અંગે મહત્વના સમજૂતિના કરાર

Sunday, 02 May 2010 18:30 Written by
વડાપ્રધાન ડો. મનમોહનસિંહની ઉપસ્થિતિમાં આજે નવી દિલ્હી ખાતે કેન્દ્રીય જળસંસાધન મંત્રાલય, ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યો વચ્ચે આંતરરાજ્ય નદીઓના જોડાણ અને જળવિતરણ માટે રાષ્ટ્રીય મહત્વ ધરાવતા પ્રોજેકટ તરીકે પાર-તાપી-નર્મદા રિવર લીન્ક પ્રોજેકટ અને દમણગંગા-પિંજલ કેનાલ લિન્ક પ્રોજેકટ અંગે મહત્વના સમજૂતિના કરાર થયા હતા. ગુજરાતના મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી, મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીશ્રી…

ગુજરાતમાં બિઝનેસ રોકાણની ભાગીદારી માટે સ્પેન ડેલિગેશન મુખ્યમંત્રીશ્રીને મળ્યું

Monday, 03 May 2010 18:30 Written by
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને આજે સ્પેનથી ગુજરાતની સ્વર્ણિમ જ્યંતી ઉજવણીમાં સહભાગી બનેલા બિઝનેસ ડેલિગેશનના સભ્યોએ મળીને ગુજરાતના વિકાસની વિશિષ્ઠ પહેલથી તેઓ ખૂબજ પ્રભાવિત થયા હોવાની લાગણી વ્યકત કરી હતી. સ્પેનના આ પ્રતિનિધિમંડળના સભ્યોમાં જેઓ અગ્રણી કંપની સંચાલકો છે તેમણે ગુજરાતમાં એરલાઇન્સ શરૂ કરવા, તેમજ મેડીકલ ટુરિઝમમાં રોકાણ કરવા ઉપરાંત માર્ગો, બાંધકામ-નિર્માણ,…

સરદાર સરોવર પ્રોજેકટને માટે ભારત સરકારનું આયોજન પંચ સંવર્ધિત મૂડીરોકાણની મંજૂરી સત્વરે આપે

Monday, 03 May 2010 18:30 Written by
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વડાપ્રધાનશ્રી ડો. મનમોહનસિંહ સમક્ષ સરદાર સરોવર નર્મદા પ્રોજેકટ માટે કેન્દ્રીય આયોજન પંચ દ્વારા સંવર્ધિત મૂડીરોકાણ (Revised Investment Clearance)ની મંજૂરી વહેલીતકે મળે તેવી રજૂઆત કરી છે. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ડો. મનમોહનસિંહને દિલ્હીમાં સોમવારે મોડી સાંજે રૂબરૂમાં આ અંગેનો પત્ર આપ્યો હતો જેમાં ભારતના આયોજન પંચે ઓકટોબર ૧૯૮૮માં જ્યારે…

બાયસેગ સ્ટુડિયોમાંથી ૮૩૦૦૦ શિક્ષકોને મુખ્યમંત્રીશ્રીનું પ્રેરક સંબોધન

Tuesday, 04 May 2010 18:30 Written by
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ નૂતન શિક્ષણના આધુનિક પડકારોથી નિરંતર સજ્જ રહેવા માધ્યમિક શાળાઓમાં શિક્ષક-વિદ્યાર્થીની ‘લર્નિંગ કલબ' શરૂ કરવાનું પ્રેરક સૂચન કર્યું છે. ગાંધીનગરના બાયસેગ સ્ટુડિયોમાંથી રાજ્યભરના ૮૩,૩૩૮ જેટલા માધ્યમિક શિક્ષકો અને આચાર્યોના પાંચ દિવસના પ્રશિક્ષણ કાર્યશિબિરનો આજે મુખ્યમંત્રીશ્રીએ પ્રારંભ કરાવ્યો હતો. આધુનિક યુગમાં વિજ્ઞાન-ટેકનોલોજીના સાર્વત્રિક પ્રભાવના કારણે હવે શિક્ષણકાર્યમાં ટિચીંગ…

morpinch1