ગળી ગળી પૂરણપોળી વિશે કઈ કહેવાની જરૂર ખરી? એવુ તો કદાચ કોઈ પણ ન હોય કે જેને પૂરણપોળી ન ભાવતી હોય. પૂરણપોળીને વેઢમી પણ કહેવામાં આવે છે. ઘણાને તો પૂરણપોળી એટલે કે વેઢમીની સાથે સાથે તે બનાવવા માટે વપરાતુ પૂરણ પણ ઘી નાખીને ખાવાનું ગમે છે. સામગ્રી ૧ કપ તુવેરની દાળ ૧ કપ ખાંડ અથવા ગોળ ૧/૨ ચમસી ઈલાયચીનો ભૂકો ૧/૨ ચમચી ખસખસ ૧/૪ ચમસી જાયફળનો ભૂકો ઘી પ્રમાણસર ૧ ૧/૪ કપ ઘઉનો લોટ રીત તુવેરની દાળમાં થોડુક પાણી મૂકી કૂકરમાં બાફવા મૂકવી, ચઢી જાય એટલે પાણી નિતારી લેવું. પછી તુવેરની દાળ ઘી લગાડેલ તાંસળમાં કાઢી, જોઈતા પ્રમાણમાં ગોળ અથવા ખાંડ નાખી, ગેસ ઉપર મૂકી હલાવવું. જો પૂરણ બહુ ઢીલું લાગે તો ઘઉંના લોટમાં ઘીનું મોણ નાખી લોટ તેમાં ભભરાવવો અને હલાવ્યા કરવું જેથી ઘટ્ટ થઈ જાય. જો પુરાણમાં વચ્ચે તવેથો ટટ્ટાર ઊભો રહે તો જાણવું કે પૂરણ બરાબર થઈ ગયું છે.