Wednesday, 29 March 2023 | Login

શ્રીમદ દેવી ભાગવત મહાત્મય (5)

Popular News

દેવી ભાગવતના મહાત્મ્ય-પ્રસંગમાં રાજા સુદ્યહન્મનું સ્ત્રી બનવું અને શ્રીમદ દેવી ભાગવત શ્રવણના ફલરૂપે સદાને માટે પુરુષ બનીને રાજયલાભ અને પરમપદ પ્રાપ્ટ થયા ની કથા - 5.0 out of 5 based on 1 vote

દેવી ભાગવતના મહાત્મ્ય-પ્રસંગમાં રાજા સુદ્યહન્મનું સ્ત્રી બનવું અને શ્રીમદ દેવી ભાગવત શ્રવણના ફલરૂપે સદાને માટે પુરુષ બનીને રાજયલાભ અને પરમપદ પ્રાપ્ટ થયા ની કથા

Friday, 01 July 2011 07:30 Written by

સૂતજી કહે છે - જે મુનિવરો! હવે બીજો ઇતિહાસ સાંભળો, જેમાં આ દેવીભાગવતનું માહાત્મ્ય કહેવામાં આવ્યું છે. એક વખતની વાત છે કે મુનિવર અગસ્ત્યજી, જેમના પત્ની લોપામુદ્રા સાથે કાર્તિકસ્વામી પાસે ગયા અને પ્રણામ કરીને તેમની પાસે અનેક કથાઓ સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી.  

દેવી ભાગવતના મહાત્મ્ય-પ્રસંગમાં જાંબવાનને ત્યાં શ્રીકૃષ્ણનું મણિ પ્રાપ્ત કરવા જવું તથા જાંબવતી સાથે લગ્ન કરીને પાછા આવ્યા તેની કથા

Saturday, 02 July 2011 01:30 Written by

ઋષિઓએ પૂછ્યું -  હે મહબુદ્ધિમાન સૂતજી! મહાભાગ વસુદેવે પુત્રને કઈ રીતે પ્રાપ્ત કર્યા? ભગવાન શ્રીકૃષ્ણએ પરિભ્રમણ કરીને પ્રસેનને ક્યાં શોધ્યો આને શા માટે શોધ્યો? શ્રીમદ દેવી ભાગવતની આ કથા વસુદેવજીએ ક્યાં વિધિ પ્રમાણે સાંભળી આને તેના વક્તા કોણ હતા? એ કહેવાની કૃપા કરો.

સૂતજી બોલ્યા - ભોજવંશી રાજા સટરજીત દ્રારકામાં આનંદપૂર્વક રહેતા હતા. તેઓ સતત સૂર્યનારાયનની આરાધના કરતાં હતા. સૂર્યદેવે સત્રાજિતની ભક્તિથી પ્રસન થઈને તેમને સૂર્યલોકનું દર્શન કરાવ્યું આને 'સ્યમંતક' નામનો  એક મણિ પણ આપ્યો. સત્રાજિત તે મણિને ગાળામાં પહેરીને દ્વારકા આવ્યા. તે મણિ અત્યંત તેજસ્વી હતો. સત્રાજિત ને જોઈને લોકો, તે સ્વયં સૂર્યનારાયણ છે, એવું સમજ્યા. તેઓ સુધર્મા સભામાં બેઠેલા ભગવાન શ્રીકૃષ્ણ પાસે જઈને કહેવા લાગ્યા - 'જગતપ્રભુ! જુઓ, આ સૂર્યનારાયણ આવી રહ્યા છે.' લોકોની વાત સાંભળીને ભગવાન શૃકૃશ્ણ્ણ મુખ પર હાસ્ય છવાઈ ગયું અને તેઓ બોલ્યા - 'અરે બાળકો! આ સૂર્યદેવ નથી, આ તો સ્યમંતક મણિને કારણે તેઓ તેજસ્વી દેખાય છે. આ મણિ ભગવાન સૂર્યદેવે તેમણે આપ્યો છે.

  

ઋષિઓ તથા સુતજીનો સંવાદ, દેવી ભાગવતનો મહિમા - 4.0 out of 5 based on 2 votes

ઋષિઓ તથા સુતજીનો સંવાદ, દેવી ભાગવતનો મહિમા

Saturday, 02 July 2011 02:30 Written by

||  શ્રી ગણેશાય નમ: ||

||  શ્રી ગુરુવે નમ: ||

ભક્તોની આરાધ્ય ભગવતી દુર્ગા

||  શ્રી ભગવત્યૈ નમ: ||

ઋષિઓ તથા સુતજીનો સંવાદ, દેવી ભાગવતનો મહિમા

સૃષ્ટિકાળમાં જે સર્ગશક્તિ, સ્થિતિકાલમાં પાલનશક્તિ અને સંહારકાળમાં રુદ્રશક્તિના રૂપમાં રહે છે, સરસાર જગત જેના મનોરંજન ની સામગ્રી છે; પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી વાણીના રૂપમાં જે બિરાજે છે તથા બ્રમ્હા, વિષ્ણુ અને મહેશ જેની આરાધના કરે છે તે ભગવતી આદ્યશક્તિ અમારી વણીને સુશોભિત કરો.

ઋષિઓ બોલ્યા- હે સૂતજી! આપ ખૂબ બુદ્ધિમાન છો આપે વ્યાસજી પાસેથી શિક્ષા પ્રાપ્ત કરી છે. આપ દીર્ધ આયુષ્યવાળા થાઓ. હે ભગવન! હવે આપ અમારા મનને પ્રસન્ન કરનારી પવિત્ર કથાઓ સંભાળવવાની કૃપા કરો. વિષ્ણુ ભગવાનના અવતારની પાવનકથા સંપૂર્ણ પાપોનો સંહાર કરવાળી અને અત્યંત અદભુત છે. અમે ભક્તિપૂર્વક તે કથાનું શ્રવણ કર્યું છે. ભગવાન શંકરનું દિવ્ય ચરિત્ર, ભસ્મ અને રુદ્રાક્ષ ધારણ કરવાનો મહિમા તથા તેનો ઇતિહાસ પણ અમને આપના મુખકમળ દ્વારા સાંભળવાનો સુઅવસર પ્રાપ્ત થઈ ચૂક્યો છે. હવે આમરે તે કથા સાંભળવી છે, જે પરમ પવિત્ર હોય અને જેના પ્રભાવથી મનુષ્ય સહજ રીતે ભુક્તિ (ભોગ) અને મુક્તિનો યોગ્ય અધિકારી બની શકે. હે મહાભાગ! અમારો સંશય દૂર કરનાર આપણાથી ચઢિયાતું અમને અન્ય કોઈ દેખાતું નથી. આપ અમને મુખ્ય-મુખ્ય કથાઓ કહેવાની કૃપા કરો

સુતજી કહે છે - હે ઋષિઓ! તમે ખૂબ ભાગ્યશાળી છો. જગતનું કલ્યાણ કરવાની ઇચ્છાથી તમે આ ઉતમ વાત પૂછી છે.તેથી સંપુણ શાસ્ત્રોના સારરૂપ જે પ્રસંગ છે તે સ્પષ્ટરૂપે તમારી સામે હું પ્રસ્તુત કરું છું.

ઋષિઓએ કહ્યું-હે મહાભાગ સુતજી! આપ સર્વશ્રેષ્ઠ વક્તા છો.તે પુરાણ કેવું છે, તેને સાંભળવાનો વિધિ શું છે,કેટલા દિવસોમાં આ કથા પૂરી સાંભળવી જોઇયે,તે કથામાં ક્યાં દેવતાનું પૂજન કરવું જોઇયે અને અગાવ આ કથા કેટલા મનુષ્યોએ સાંભળી છે અને તેમની કઈ કઈ ઈચ્છો પૂર્ણ થઈ છે ? આ બધુ જ અમને વિસ્તારથી કહેવાની કૃપા કરો,

સુતજી કહે છે- વ્યાસજી ભગવાન વિષ્ણુના અંશ છે. પરાશરજી તેમના પિતા છે અને સત્યવતી તેમની માતા છે. વ્યાસજીએ વેદોનું ચાર વિભાગોમાં વિભાજન કરીને તેમના શિષ્યોને ભણાવ્યા. વેદજ્ઞાન માટે અનધિકૃત જીવોને ધર્મનું જ્ઞાન થાય તે માટે પુરાણ-સંહિતાનું સંપાદન કર્યું. અઢાર પુરાણોની રચના કરીને તેમણે મને(સુતજીને) ભણાવ્યા. મહાભારતની કથા પણ સંભળાવી. તે જ સમયે તેમણે ભોગ અને મોક્ષ આપનાર દેવી ભાગવત નામના પુરાણની પણ રચના કરી. વ્યાસજી પોતે તેમના વક્તા બન્યા અને જનમેજય રાજાને શ્રોતા થવાનો સુયવસર પ્રાપ્ત થયો.

પૂર્વકાળની વાત છે- જન્મજયના પિતા રાજા પરિક્ષિત હતા, તેમને તક્ષકનાગ કરડયો હતો. તેમની દુર્ગતિ નિવારવા માટે જનમેજય રાજાએ દેવિભાગવત સાંભળ્યુ. ભગવાન વેદવ્યાસજીના મુખારવિંદથી નવ દિવસમાં ડેવિભાગવતના શ્રવણનો વિધિ પૂર્ણ થયો. જનમેજય રાજા ત્રિલોકની માતા ભગવતી અધ્યાશક્તિનું વિધિપૂર્વક પૂજન કરતાં હતા. નવાહન યજ્ઞ પૂર્ણ થયો તે જ ક્ષણે પરિક્ષિત મહારાજને ભગવતીદેવીનું પરમધામ પ્રાપ્ત થયું.

 

morpinch1