
મોરપીંછ.કોમ
ભાજપના બીજા 28 ઉમેદવાર જાહેર
ભાજપે સોમવારે વધુ ૨૮ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. અત્યાર સુધીમાં ભાજપે ત્રણ યાદી પૈકી ૧૩૬ ઉમેદવાર જાહેર કર્યા છે, પ્રથમ ચરણમાં ૯ ડિસેમ્બરે યોજાનારી સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાતની ૮૯ પૈકી ૮૮ બેઠકના ઉમેદવાર જાહેર કરી દીધા છે. બાકી રહેલી નવસારી બેઠક પરથી ધારાસભ્ય પિયુષ દેસાઈને ઉમેદવારીપત્ર ભરવાનું કહી દેવાયું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
બેઠક | ઉમેદવાર |
અબડાસા | છબીલભાઇ પટેલ |
ઉધના | વિવેક પટેલ |
કતારગામ | વિનુ મોરડિયા |
કરંજ | પ્રવિણભાઇ ઘોઘારી |
કામરેજ | વી.ડી. ઝાલાવાડિયા |
કેશોદ | દેવાભાઇ માલમ |
કોડિનાર | ડો.રામભાઇ વાઢેર |
ગારિયાધાર | કેશુભાઇ નાકરાણી |
ચોર્યાસી | ઝંખનાબેન પટેલ |
જંબુસર | છત્રસિંહ મોરી |
જામનગર (દ) | આર.સી. ફળદુ |
તળાજા | ગૌતમ ચૌહાણ |
દસાડા | રમણલાલ વોરા |
ધ્રાંગધ્રા | જયરામભાઇ સોનાગરા |
પાલિતાણા | ભીખાભાઇ બારૈયા |
બોટાદ | સૌરભ પટેલ |
ભરૂચ | દુષ્યંત પટેલ |
મહુવા | મોહનભાઇ ઢોડીયા |
માંડવી | વિરેન્દ્રસિંહ જાડેજા |
મોરબી | કાંતિ અમૃતિયા |
રાજકોટ (ગ્રા) | લાખાભાઇ સાગઠીયા |
રાજકોટ (દ) | ગોવિંદ પટેલ |
રાજકોટ પૂર્વ | અરવિંદ રૈયાણી |
રાપર | પંકજ મહેતા |
વિસાવદર | કિરીટ પટેલ |
વ્યારા | અરવિંદ ચૌધરી |
સાવરકુંડલા | કમલેશ કાનાણી |
સુરત ઉત્તર | કાંતિભાઇ બલ્લર |
આપણે પાપથી ધૃણા કરવી જોઇએ, પાપીથી નહીં
સ્વામી રામકૃષ્ણ પરમહંસનાં ધર્મ પત્ની શારદામણિ કાલી માતાનાં અનન્ય ભક્ત હતા. ભાવપૂર્ણ રીતે તે કાલી માતાનાં શૃંગાર કરતાં. એ કામમાં એમને અન્ય કેટલીક મહિ લાઓ પણ મદદ કરતી. તેમને પણ આ કામમાં આનંદ આવતો હતો. કાલીમાની પ્રતિ માને સજાવવામાં જે મહિ લાઓ મદદ કરતી હતી, તેમાં એક મહિ લા એવી પણ હતી કે જે કુળ અને શીલની દૃષ્ટિ એ નીચી ગણાતી હતી. માતા શારદામણિ એ બધું જાણતાં હતાં પણ એમણે કદી એ મહિ લાને રોકી નહોતી. બીજી મહિ લાઓની જેમ એને પણ આદર આપતાં અને અલંકાર વિધિ માં એને પ્રેમપૂર્વ ક ભાગ લેવા દેતાં. એક દિ વસ એક કુળવાન મહિ લાએ માતાજીને કહ્યું કે ‘અમુક સ્ત્રી ઓ ઉચ્ચ કુળની નથી. નીચા કુળ અને ખોટા ચારિત્ર્યની પણ છે. દેવી માતાની પ્રતિ માને તમે સ્પર્શ વા દેશો નહીં. એને મંદિ રની બહાર જ રાખો તો સારું રહેશે.’ શારદામણિએ તેમને સમજાવતાં કહ્યું કે ‘જુઓ, ગંગામાં બધા લોકો સ્ના ન કરતા હોય છે. તેમાં નહાનારાં મલિ ન પણ હોય છે, પરંતુ તેનાથી કંઇ ગંગા મૈયાની પવિત્રતા નાશ પામતી નથી કે એમની મહિ મા પણ ઘટતી નથી. જીવનમાં કોઇ નીચા ઊતરી જાય તો એ પોતાના દોષોને લીધે ઊતરી જતા હોય છે. સ્પર્શ કોઇને કદી નીચો પાડી શકતો નથી. તો પછી પાપનાશિ ની ગણાતાં કાલી માતાની પુણ્યપ્રભા એ મહિ લાના સ્પર્શ થી કઇ રીતે મલિ ન થઇ જાય?’ એ સાંભળીને ટીકા કરનારી પેલી મહિ લાને પોતાની ભૂલ સમજાઇ. તેને લાગ્યું કે માતાજીની વાત સાચી છે. આપણે પાપથી ધૃણા કરવી જોઇએ, પાપીથી નહીં. તેણે એ ક્ષણ થી જ પોતાના વિચારો બદલી નાખ્યા અને મા શારદામણિની માફી માગી. મા શારદામણિ ઉચ્ચ કક્ષાનાં સાધિ કા જ નહીં, પણ તમામ આશ્રમવાસીઓનાં પ્રિય, આદરણીય હોવાને કારણે સૌની મા પણ હતાં. રામકૃષ્ણ પરમહંસ પણ એમને મા કહીને જ સંબોધતા.
ટેકનોલોજી શેરોની આગેવાનીએ નિ ફ્ટી ની સુધારાની હેટ્રીક નોંધાઈ
સેન્સેક્સ સપ્તા હના છેલ્લા દિ વસે સાંકડી રેન્જમાં અથડઇ છેલ્લે ૪.૫૫ પોઇન્ટ વધીને ૨૮,૩૩૪.૨૫ રહ્યો હતો. જ્યા રે નિ ફ્ટી ટેકનોલોજી શેરોા સહારે ઇન્ટ્રા ડેમાં ૮,૮૦૦ની સપાટી કુદાવ્યા બાદ પાછલા સત્ર માં પ્રોફિ ટ બુકિ ંગ રહેતાં ૧૫.૧૫ પોઇન્ટ વધીને ૮,૭૯૩.૫૫ રહ્યો હતો. ઇન્ટ્રા ડેમાં નિ ફ્ટી ૮,૮૨૨ સુધ ી વધી હતી.
નિફ્ટી નીચામાં ૮,૬૫૦ અને ઊંચામાં ૮,૮૫૦ની રને ્જમાં હાલ અથડ ાઈ ગયા હોવાનંુ જોવાય છે. આઇઆઇપીના ડેટા બજારની ધારણા કરતાં નીચા રહ્યા હોવાથી સો મવારે બજાર સાંકડી રેન્જમાં જ અથડ ાઈ જવાની શક્ય તા છે. માર્કેટને ટ્રીગર આપે તેવા કારણોનો અભાવ રહ્યો છે. મંદીવાળા જેમ નીચા મથાળે નફો બુક કરી રહ્યા છે એમ સામે તેજીવાળા પણ ઝડ પથી પ્રોફિ ટ બુકિ ંગ કરતા હોવાથી મિડ અને સ્મો લ કેપ શેરોમાં પણ પીછેહઠ જોવા મળી હતી. આની અવળી અસર માર્કેટ બ્રેડથ પર જોવા મળી હતી. વધનાર ૧૩૦૭ શેરો સામે ઘટનાર ૧,૫૫૧ શેરો હતા. નિફ્ટી ૮,૮૦૦ ઊપર ટકવામાં સતત બીજા દિવસે નિ ષ્ફળ ગઈ હતી જે સૂચવે છે કે દરેક વધ્યા મથાળે પ્રોફિ ટ બુકિ ંગનો ભાર રહ્યો છે. એશિ યન શેરબજારમં જાપાનનો નિ ક્કી રાહતના પગલાંની સંભાવના પાછળ ૪૭૧ પોઇન્ટ વધ્યો હતો,પણ અન્ય ઇન્ડેક્સ સાંડકી વધઘટે રહ્યા બાદ યુરોપના શેરબજાર નગમાઇના ઝો નમાં ખુલ્યા હતા. સેક્ટો રલ આંકમાં આઇટી આંક સૌથી વધુ ૨.૧ ટકા વધ્યો હતો, જ્યા રે ઓટો આંક ૦.૫ અને ઓઇળ એન્ડ ગેસ આંકમાં ૦.૭ ટકાનો ઘટાડો જોવાયો હતો. કંપની પરિ ણામની પાછળ હિ ન્દુસ્તા ન ઝીંન્ક, હિ રો મોટોકોર્પ, બેન્ક ઓફ બરોડ ા, ઓરોબિ ંદો ફાર્મા , એસબીઆઈ અથડ ાઈ ગયા હતા. હેવીવેઇટ શેરોમાં મિ શ્ર ટ્રેન્ડ જોવાયો હતો તો ઓમએમસી શેરોમાં ઓપેકના અહેવાલો પાછળ ઊંચા મથાળે નફો બુક કરવાનંુ વલણ જોવાયંુ હતંુ.
આઇટી શેરો બીજા દિ વસે વધ્યા
કંપની | વધ્યા | બંધ |
પોલારિસ | 3.20% | 168 |
ટેક મહિ ન્દ્રા | 3.10% | 500.1 |
ટીસીએસ | 3.10% | 2396.7 |
ઇન્ફોસિસ | 2.10% | 968.05 |
માઇન્ડ ટ્રી | 2.00% | 466.85 |
ડાયાબિટીસમાં બ્લડ સુગર ઘટાડવા માટેની શ્રેષ્ઠ ઔષધિઓ
મધુપ્રમેહ એ પર્યાવરણ કે વંશાનુગત કારણોનાં મેળથી, ચયાપચયની ક્રિયાની ખામીને કારણે ઉત્પન થતો રોગ છે.જેનાં પરીણામ સ્વરૂપે રક્તમાં શર્કરાનું પ્રમાણ વધી જાય છે. જે ઘટનાને શાસ્ત્રીયભાષામાં "હાઇપરગ્લાસેમિયા" (hyperglycemia)કહે છે. ડાયાબિટીસ શરીરમાં ગ્લુકોઝ ઉત્પાદન પર અસર કરતો રોગ છે. તે લોહીમાં શર્કરાના સ્તરે અસર કરે છે. તે યોગ્ય સમયે કાળજી લેવામાં ન આવે તો તે શરીર માટે નુકસાનકારક છે. આ રોગ આહાર સંબધીત પરેજી પાળીને ને કુદરતી રીતે અંકુશમાં રાખી શકાય છે. આ ઔષધો બ્લડ સુગર લેવલ ને નિયંત્રણમાં રાખવા માટે અસરકારક છે.
જાંબુ તંદુરસ્તી માટે ખુબજ ઉપયોગી ફળ છે. તેના બીજ જામ્બોલીન નામનું તત્વ ધરાવે છે, જે શરીરના સ્ટાર્ચ ને બ્લડ સુગરમાં રૂપાંતરિત થતું અટકાવે છે. તેને શ્રેષ્ઠ પરિણામો માટે પાણી અથવા છાશ સાથે ઉપયોગ કરવો જોઇએ.
કારેલા નો ઉપયોગ ડાયાબિટીસ માટે આવશ્યક ઔષધિ તરીકે ગણવામાં આવે છે. તેના એન્ટી ડાયાબીટીક ગુણધર્મો ઇન્સુલીન જેવું કામ કરે છે. આ સંયોજનો લોહીમાં શર્કરાના સ્તરે ઘટાડવા માટે મળીને કામ છે. તે વિટામિન A, B1, B2, C, અને આયર્ન થી સમૃદ્ધ છે અને તે ડાયાબિટીસ ની આડઅસરો ઘટાડવામાં મદદ કરે છે.
તુલસીના પાંદડાઓ ડાયાબિટીસ માટે અસરકારક ઔષધિ છે. તેને મરી સાથે તાજા રસ તરીકે ઉપયોગ કરી કરીશું. તે શરીર પર સક્રિય છે અને વજન ઘટાડવા માટે મદદ કરે છે.
કુંવાર ભાઠું (એલોવેરા) ડાયાબિટીસ માટે ઔષધિ તરીકે કામ કરે છે. તે પિત્તાશયમાં શક્તિવર્ધક દવા તરીકે કામ કરે છે અને યકૃત સંબંધી-પિત્તરસ સિસ્ટમ ને સુયોગ્ય કરે છે. તે પણ ખાંડ અને ચરબી નિયમન માટે મદદ કરે છે. કુંવાર ભાઠું (એલોવેરા) રસ ના લેવાથી લોહીમાં શર્કરાનું સ્તર સુધારવા માટે મદદ કરે છે અને ડાયાબિટીસ માટે અસરકારક સારવાર કામ કરે છે.
કોબી નો ઉપયોગ ડાયાબિટીસ માટે જડીબુટ્ટીનું કામ કરે છે. તે અસરકારક ઇન્સ્યુલિનનું કામ કરે છે. તેના શ્રેષ્ઠ પરિણામો માટે ખોરાકમાં દરરોજ ઉપયોગ કરવો જોઇએ.
હળદર નો ઉપયોગ સ્વસ્થ છે. તે શરીરમાં રક્ત શર્કરાનું સ્તર નિયંત્રિત કરવા ઉપયોગ કરવો જોઇએ. તે ડાયાબિટીસ સામે અસરકારક ઉકેલ કામ કરે છે. તે ડાયાબિટીસ માટે જડીબુટ્ટીઓ તરીકે આગ્રહણીય છે.
બેંગ્લોરમાં બીજેપીની રાષ્ટ્રિય કાર્યકારણી બેઠક શરૂ
બેંગ્લોરમાં શરૂ થઇ ગઇ ભાજપાની બે દિવસિય રાષ્ટ્રિય કાર્યકારણી બેઠક. આ બેઠકમાં હાજર રહેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત બીજેપીના તમામ મોટા નેતાઓ બેંગ્લોર પહોંચી ગયા છે.
નોંધનીય છે કે કેન્દ્રમાં બીજેપીની સત્તામાં આવ્યા બાદ ભાજપાની આ પહેલી રાષ્ટ્રિય બેઠક છે. બેંગ્લોરમાં લલિત અશોક હોટલ ખાતે યોજવામાં આવેલી આ બેઠકે, ક્રોંગ્રેજ શાસિત બેંગ્લોરને કેસરિયા રંગમાં રંગી દીધું છે.
વધુમાં આજે સાંજ સુધીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રિય કોલજ ગ્રાઉન્ડ પર એક જાહેર મીટીંગને પણ સંબોધવાના છે.
આઠ ચિની સબમરીન ખરીદવાની પાકિસ્તાનની તૈયારી
પાકિસ્તાન ચીન પાસેથી આઠ સબમરીન ખરીદવા માટે 4 થી 5 અબજ ડોલરના સોદા પર હસ્તાક્ષર કરવા નજીક છે. આ કદાચ ચીનનું સૌથી મોટું વિદેશી હથિયાર વેચાણ હશે.
આ વાત પર ચીનના વિદેશ ખાતા કે સંરક્ષણ ખાતાએ ટીપ્પણી કરવાની ના પડી હતી. ચીન અને પાકિસ્તાન પહેલેથી નજીકના લશ્કરી સંબંધો ધરાવે છે. આ પહેલા પણ ચીન પાકિસ્તાનને મોટા પાયે લશ્કરી શસ્ત્રો વેચી ચુક્યું છે.
પાકિસ્તાની અખબાર ધ ડોન પ્રમાણે ચીન સાથેની શસ્ત્ર સોદાની વાટાઘાટો છેલ્લા તબક્કામાં છે. ચીન અને પાકિસ્તાન પોતાના પાડોશી ભારત અને અમેરિકાના વધી રહેલા સંબંધો થી પરેશાન દેખાય છે.
વિશ્વ ચકલી દિન : અવગણનાથી ઘટતી ચકલીઓની સંખ્યા
સમગ્ર વિશ્વ 20મી માર્ચે "વિશ્વ ચકલી દિન" તરીકે ઉજવે છે. ચકલીઓની ઘટતી વસ્તીના અનેક કારણો છે પરંતુ તેમાંનું સૌથી મોટું કારણ આપણી જ અવગણના છે. પહેલાં મકાનોમાં ચકલીઓ માટે ગોખલા રખતા હતા. આજે પાકા મકાનો બનતા ચકલીઓ ના કુદરતી રહેઠાણ ની સંખ્યા ઘટી છે. તેમનો કુદરતી આવાસ જોખમાઈ રહ્યો છે. લોકો એટલાં વ્યસ્ત છે કે આવાં પક્ષીઓનું અસ્તિત્વ રહેશે કે નહીં તે જાણવા માટે તસદી લેતાં નથી.
"વિશ્વ ચકલી દિન" 2015 ની ઉજવણી માટે 'આઈ લવ સ્પેરો' નામની થીમ રાખવામાં આવી છે. લોકો અને ચકલીઓ ના સબંધોને ધ્યાનમાં રાખીને આ થીમ તૈયાર કરવામાં આવી છે.
આવો મળીએ ચકલી પ્રેમી ચિરાગ માંગરોલીયા ને :
પક્ષી પ્રેમી ચિરાગ માંગરોલીયા અમરેલી ના વડેરા ગામના વતની છે. તેઓએ ચકલીઓ ને બચાવવાના અભિયાન ના ભાગ રૂપે પોતાના ઘરમાં 200 થી વધુ ચકલીઓના માળા લગાવ્યા છે. વધુ મહત્વ ની વાત એ છે કે આ બધાજ માળામાં આજે ચકલીઓ સપરિવાર રહે છે અને ચકલીઓની ચીં ચીં ચિચયારીઓ થી આખું વાતાવરણ ગુંજી ઉઠે છે.
ચિરાગભાઈ સાથે વાત કરતા તમને જણાવ્યું હતું કે શરૂઆતમાં તમને પાંચ માળા લગાવીને શરૂઆત કરી હતી આજે ત્રણ વર્ષ ના ગાળા માં માળા ની સંખ્યા 200 જેટલી થઇ ગઈ છે. ચકલીઓ માનવજીવનની મહત્વની કડી છે. ચકલીઓ ઝેરી જીવ ઝંતુંઓ ખાઈ જાય છે અને આજુ બાજુ નું વાતાવરણને શુદ્ધ રાખે છે.
ચકલીઓ સામાન્ય રીતે સામાજીક પક્ષી છે. ધ વર્લ્ડ હેન્ડબુક ઓફ બર્ડ પ્રમાણે ચકલીઓની 26 માંથી 17 પ્રજાતિઓ ઘરની આસપાસ પોતાના માળાઓ બનાવે છે.
દુનિયામાં ઘટી રહેલી ચકલીઓ ની સંખ્યાને ધ્યાનમાં રાખીને કેટલીક સંસ્થાઓ દ્વારા 20 માર્ચના રોજ "વિશ્વ ચકલી દિન" ઊજવવામાં આવે છે. નેચર ફોરએવર સોસાયટી ઓફ ઇન્ડિયા અને ફ્રાન્સની ઈકો-એસવાસએસ એક્શન ફાઉન્ડેશન જોડાઈને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ ઉજવણી કરે છે. હાઉસસ્પેરો અને ઘરની આસપાસમાં રહેતાં પશુ-પક્ષીઓને બચાવવા માટે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આફ્રિકાનાં કિન્શાસા કોંગો માં ગણેશ મહોત્સવનો ભવ્યતાથી પ્રારંભ
આજે ગણેશ ચતુર્થીના દિવસથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે. આજે મધ્ય આફ્રિકાના દેશ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો ના કિન્શાસા શહેરમાં ગજાનન મહારાજની સ્થાપના કરવામાં આવી રહી છે.
જ્યાં દરરોજ ગણેશજીનું પૂજન, અર્ચન, મહાઆરતી, મહાપ્રસાદ, ધુન, ભજન, કિર્તન સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સમગ્ર પ્રોગ્રામનું આયોજન કોંગો ગણેશ ઉત્સવ મંડળ દ્વારા શ્રી સંભાજી દેશમુખ અને શ્રીમતી સુનીતા દેશમુખના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે.
આ પ્રોગ્રામ પુરા 10 દિવસ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવશે.
"ગામડાની સ્ત્રી" કહીને નવાઝે કર્યું વડાપ્રધાનનું અપમાન : મોદી
આજે દિલ્હી માં ભાજપ આયોજિત એક રેલી માં નરેન્દ્ર મોદી એ વડાપ્રધાન મનમોહન સિંહ અને રાહુલ ગાંધીની જાતકની કાઢી હતી. તેમને પાકિસ્તાન ના વડાપ્રધાન નવાઝ શરીફને મનમોહન સિંહ ને કથિત રીતે "ગામડાની સ્ત્રી" કહેવા પર આડે હાથે લીધા હતા અને આના માટે રાહુલ ગાંધીને જવાબદાર ઠેરવ્યા હતા.
PM ને "ગામડાની સ્ત્રી" કહેવું એ ભારતનું અપમાન
મોદીએ તેના ભાષણમાં "ગામડાની સ્ત્રી" વાળી વાત પર ખાસ ભાર મુક્યો હતો. તેમને કયું હતું કે મને આ વાત નું ધણું દુઃખ થયું છે. અમેરિકા ગયેલા નવાઝ શરીફે સવારના ચા-નાસ્તા માટે ભારત અને પાકિસ્તાનના પત્રકરોને બોલાવ્યા હતા ત્યારે તેમને વાતચીત દરમ્યાન વડાપ્રધાનને "ગામડાની સ્ત્રી" જેવા કહ્યા હતા.