ભજન-કવિતા (9)
Latest News
Popular News
ઈશ્વરના સ્વરૂપ વિષે
Saturday, 12 May 2012 17:59 Written by નરસિંહ મહેતાજે ગમે જગતગુરુ દેવ જગદીશને, તેતણો ખરખરો ફોક કરવો;
આપણો ચિંતવ્યો અર્થ કાઇ નવસરે, ઊગરે એક ઉદ્રેવ્ગ ધરવો;
હું કરું હું કરું એજ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે;
સૃષ્ટિમંડાણ છે સર્વ એની પેરે, જોગી જોગેશ્વરા કોઈક જાણે.
નીપજે નરથીતો કોઈ ન રહે દુખી, શત્રુ મારીને સૌ મિત્ર રાખે;
રાયને રંક કોઈ દ્રષ્ટે આવે નહીં, ભવનપર ભવનપર છત્ર દાખે;
રતું લતા પત્ર ફળ ફૂલ આપે યથા, માનવી મૂર્ખ મન વ્યર્થ શોચે;
જહના ભાગ્યમાં જહને જે લખ્યું, તેહને તે સામે તેજ પહોંચે.
સૂખ સંસારી મિથ્યા કરી માનજો, ક્રુષ્ણ વિના બીજું સર્વ કાંચું;
જે ગમે જગતગુરુ દેવ જગદીશને, તેતણો ખરખરો ફોક કરવો;
આપણો ચિંતવ્યો અર્થ કાઇ નવસરે, ઊગરે એક ઉદ્વ્રેગ ધરવો.
અખિલ બ્રંહાંડમાં એક તું શ્રીહરિ, જુંજવે રૂપે અનંત ભાસે;
દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે;
પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વ્રક્ષ થઈ ફૂલી રહિયો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે.
વેદતો એમ વડે શ્રુતિ સ્મૃતિ સાખ દે, કનક કુંડલ વિષે ભેદ નોય;
ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવાં, અંતેતો હેમનું હેમ હોય;
વ્રક્ષમાં બીજ તું, બીજમાં વ્રક્ષ તું, જોઉ પટતારો એજ પાસે;
ભણે નરસૈંયો એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે.
હે જગત્રાતા
Thursday, 05 April 2012 03:40 Written by મોરપીંછ.કોમહે જગત્રાતા વિશ્વ-વિધાતા
હે સુખ-શાંતિ-નિકેતન હે !
પ્રેમ કે સિંધો દીન કે બંધો
દૂ:ખ-દરિદ્ર-વિનાશન હે !
નિત્ય અખંડ અનંત અનાદિ,
પૂરણ બ્રહ્મ સનાતન હે !
જગ-આશ્રય જગપતિ જગ-વંદન
અનુપમ અલખ નિરંજન હે !
પ્રાણસખા ત્રિભુવન-પ્રતિપાલક
જીવન કે અવલંબન હે !
પરોઢિયે પંખી જાગીને
Thursday, 05 April 2012 03:30 Written by મોરપીંછ.કોમપરોઢિયે પંખી જાગીને
ગાતાં મીઠાં તારાં ગાન,
પરોઢિયે મંદિર-મસ્જિદમાં
ધરતા લોકો તારું ધ્યાન.
તું ધરતીમાં તું છે નભમાં
સાગર મહી વસે હે તું,
ચાંદા-સુરજમાંયે તું છે,
ફૂલો મહી હસે છે તું.
હરતા-ફરતાં કે નીંદરમાં
રાતે-દિવસે સાંજ-સવાર,
તારો અમને સાથ સદાયે
તું છે સૌનો રક્ષણહાર.
દેવ બનાવી દુનિયા છે તે
તારો છે સૌને આધાર,
તું છે સૌનો તારાં સૌ છે
નમીએ તુજને વારંવાર.
ઓ ઈશ્વર ભજીએ તને
Thursday, 05 April 2012 03:27 Written by મોરપીંછ.કોમઓ ઈશ્વર ભજીએ તને
મોટું છે તુજ નામ,
ગુણ તારા નિત ગાઈએ
એ જં અમારાં કામ.
હેત લાવી હસાવ તું
સદા રાખ દિલ સાફ,
ભૂલ કડી કરીએ અમે
તો પ્રભુ કરજો માફ.