પરોઢિયે નિત ઊઠીને લેવું ઇશ્વરનામ, દાતણ કરી નાહયા પછી કરવા પાઠ તમામ. કહ્યું કરો માં-બાપનું, ડો મોટાને માન, ગુરુને બાપ સામા ગણો મળશે સારું જ્ઞાન. જૂઠું કડી ના બોલવું તજવું આળસ અંગ, હળી મળીને ચાલવું રાખો સારો સંગ, નિત્ય જવું નિશાળમાં ભણવું ચોંડી ચિત્ત, ગુરુની શિક્ષા માનવી રૂડી રાખો રીત. રાખો મન નહીં રમતમાં, સમજો સારી પેર, નિશાળમાથી નિસરી જવું પાંસરું ઘેર.