Thursday, 29 September 2022 | Login
મોરપીંછ.કોમ - મોરપીંછ.કોમ
મોરપીંછ.કોમ

મોરપીંછ.કોમ

ગરમીની ઋતુમાં જેટલી ત્વચાની દેખરેખ જરૂરી છે તેટલી જ જરૂર છે વાળની સુરક્ષાની. આ ઋતુમાં સખત તડકો વાળની પ્રાકૃતિક નમીને ચોરીને બેજાન અને શુષ્ક બનાવી દે છે. એ પહેલા કે ગરમીની ઋતુ તમારા વાળને નુકસાન પહોંચાડે થોડી સાવધાની વર્તી તમે તેનો સામનો કરી શકો છો.

તડકાથી વાળની સુરક્ષાના ઉપાય -

- તડકાના સીધા સંપર્કથી વાળને ઘણું નુસાકન થાય છે આનાથી વાળ શુષ્ક અને બેજાન બની જાય છે. માટે ઘરમાંથી બહાર જતી વખતે વાળને સ્કાર્ફ, છત્રી કે કપથી ઢાંકી લો. જો તમે સ્કાર્ફ કે છત્રી લેવા નથી ઇચ્છતા તો વાળ પર સનસ્ક્રીન પ્રોટેક્શન આપનારા ઉત્પાદનોનો પ્રયોગ પણ કરી શકો છો.

- વાળને ગૂંચાતા બચાવવા માટે અને તેની શુષ્કતા દૂર કરવા માટે જોજોબા ઓઇલ લગાવી હલકી માલિશ કરો. પછી માથા પર પોલિથિન કે કેપ લપેટી લો. સવારે શેમ્પૂ કરો. આનાથી રાતભર વાળનું કન્ડિશનિંગ પણ થઇ જશે.

- તડકો વાળને શુષ્ક બનાવી દે છે. પછી કેમિકલ શેમ્પૂનો ઉપયોગ તેને વધુ શુષ્ક બનાવવામાં કસર નથી છોડતો. યોગ્ય એ છે કે આ ઋતુમાં કોઇ નુકસાનકારક કેમિકલયુક્ત શેમ્પૂનો પ્રયોગ કરવાને બદલે પ્રાકૃતિક ઉત્પાદનોથી બનેલા માઇલ્ડ શેમ્પૂનો પ્રયોગ કરો.

- ગરમીની ઋતુમાં સ્કાલ્પ તૈલીય થવાથી પણ વાળ ખરવાની સમસ્યા સર્જાઇ શકે છે. જો તમારા વાળ હદ કરતા વધુ શુષ્ક છે તો તમે અઠવાડિયામાં એકવાર વાળને ડીપ કન્ડિશનિંગ પણ કરી શકો છો. આના માટે રાતે રાતે ઊંઘતા પહેલા વાળમાં કંડીશનર લગાવો અને માથાને શાવર કેપ કે પ્લાસ્ટિકથી ઢાંકી લો અને સવારે શેમ્પૂથી ધોઇ લો.

- ગરમીની ઋતુમાં હેર સ્ટાઇલિંગ મશીનનો પ્રયોગ ન કરવો જોઇએ. યોગ્ય એ જ રહેશે કે તમે જેટલું બને તેટલું વાળને બાંધીને રાખો. ધોયા બાદ તેને સૂકવવા માટે હેર ડ્રાયર મશીનનો ઉપયોગ કરવાને બદલે તેને પ્રાકૃતિક રૂપે સૂકાવા દો.

- વાળને સપોર્ટ અને ડેફિનેશન આપવા માટે સામાન્ય ભીના વાળ પર પ્રોટેક્ટિવ સ્ટ્રેટનિંગ લોશન લગાવો. પછી ધીમે-ધીમે કોમ્બ કરો. આનાથી કુદરતી નમી જળવાઇ રહેશે.

- તડકામાં વાળ તૈલીય થવાની સમસ્યા બહુ સામાન્ય છે. આવામાં માથાની ત્વચાથી સીબમ વધુ નીકળે છે.

- સ્વિમિંગ કરતા પહેલા તમારા વાળને સ્વસ્છ પાણીથી ધોઇ લો અથવા ભીના કરો.

તૈલીય વાળની સમસ્યામાંથી છુટકારો મેળવવાના ઉપાય -

- તૈલીય વાળને રોજ ધુઓ કારણ કે તૈલીય વાળ જલ્દી ગંદા થાય છે.
- તૈલીય વાળમાં કંડીશનરનો ઉપયોગ ન કરવો જોઇએ અને એવું શેમ્પી વાપરવું જોઇએ જેમાં કંડિશનર ન હોય.
- જો તમારા વાળ કંડિશનર છે અને તમને લાગે છે કે તમારા વાળને કંડીશનરની જરૂર છે તો એવું કંડીશનર ખરીદો જે ઘણું માઇલ્ડ હોય.

સુંદર બ્રેસ્ટ મહિલાઓની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે સાથે મહિલાઓમાં છુપાયેલા આત્મવિશ્વાસને પણ બહાર કાઢે છે. એટલા માટે જ ઘણી મહિલાઓ પોતાના આ કર્વને મેન્ટેન કરવા માટે ઘણાં ઉપાયો કરતી હોય છે. ઘણી મહિલાઓ આકર્ષક લૂક અને અપીલ મેળવવા માટે અલગ-અલગ પ્રકારની બ્રા પહેરવી પસંદ કરે છે. પછી તે પેડેડ બ્રા હોય કે અંડરવાયર, તે બ્રેસ્ટને આકર્ષક શેપ અને સાઇઝ પ્રદાન કરે છે. ઉંમરના કોઇપણ મુકામમાં મહિલાઓ સ્તનના આકાર અને સાઇઝની સમસ્યા સામે ઝઝૂમી શકે છે. બ્રેસ્ટ ફેટી ટિશ્યુમાંથી બનેલા હોય છે અને આ ટિશ્યુની પ્રવૃત્તિ હોય છે કે તે વર્ષભરમાં શિથિલ થવા લાગે છે. પણ બ્રેસ્ટ લૂઝ હોવાના અન્ય પણ મુખ્ય કારણો છે જેમ કે બ્રેસ્ટફીડિંગ, ખોટી બ્રા પહેરવી અને વૃદ્ધત્વ. જો તમે યોગ્ય કેર કરશો તો બ્રેસ્ટ લૂઝ થવાની સ્થિતિ નહીં આવે.

આ રીતે કરો બ્રેસ્ટ કેર -

1. ફિટ બ્રા પહેરો - ફિટ બ્રા પહેરવાથી બ્રેસ્ટની સાઇઝ યોગ્ય થાય છે અને શેપમાં પણ ઘણો સુધારો આવે છે. તમારી સાઇઝ યોગ્ય રીતે ચકાસી લો અને પછી તેને સપોર્ટ કરનારી બ્રા ખરીદો, ટાઇટ બ્રા ન ખરીદશો કારણ કે તે બ્રેસ્ટના ટિશ્યુ સુધી પહોંચનારા લોહીના ભ્રમણને ઓછું કરી દેશે. હંમેશા કપ અને સ્ટેપને ચકાસી લો કે ક્યાંક તે ઢીલા તો નથી પડી રહ્યાં ને.

2. સ્પોર્ટ બ્રા - જ્યારેપણ વર્કઆઉટ કરો ત્યારે હંમેશા સ્પોર્ટ્સ બ્રા જ પહેરો. બાઉન્સિંગ થવાને કારણે બ્રેસ્ટની સાઇઝ પર અસર પડી શકે છે. બ્રેસ્ટ ઢીલા ન પડે તે માટે હંમેશા ટાઇટ અને ફિટેડ સ્પોર્ટ્સ બ્રા પહેરવાથી તે હંમેશા શેપમાં રહેશે.

3. મસાજ - મસાજ કરવાથી તમારી બ્રેસ્ટ સાઇઝમાં વધારો થશે સાથે તે લટકી જવાથી પણ બચશે. તમારા કર્વી બોટમને શેપમાં રાખવા માટે તેની મોઇશ્ચ્યુરાઇઝર કે બ્રેસ્ટ ક્રીમથી માલિશ કરો.

4. અંડરવાયર બ્રા - તમારા બ્રેસ્ટને લિફ્ટ કરાવવા માટે ક્યારેક ક્યારેક તમે અંડરવાયર બ્રા પણ પહેરી શકો છો. બ્રા કપની નીચે લાગેલા તાર બ્રેસ્ટને યોગ્ય રીતે ઉઠાવે છે અને શેપમાં રાખે છે. ધ્યાન રહે કે રાતે ઊંઘતા પહેલા આ બ્રા કાઢી લો.

5. એક્સરસાઈઝ - પુશ અપ, ચેસ્ટ ફ્લાય અને ડમબેલ એક્સરસાઇઝ તમારી બ્રેસ્ટની સાઇઝ યોગ્ય કરી શકે છે.જરૂરી છે કે તમે એક્સરસાઇઝ કોઇપણ વિલંબ વગર દરરોજ કરો. આ વ્યાયામથી છાતીના સ્નાયુઓનું નિર્માણ થાય છે.

હુ કોઈ સેક્સ વર્કરનો રોલ નથી કરી રહી - વીણા મલિક - 2.0 out of 5 based on 1 vote

જ્યારે પાકિસ્તાની એક્ટ્રેસ વીણા મલિકે નિકિતા ઠુકરાલે નકારી દીધેલી ફિલ્મ સાઈન કરી ત્યારે લોકોની આંખો પહોળી થઈ ગઈ હતી. નિકિતાએ એવું કહીને ફિલ્મ નકારી હતી કે ફિલ્મની વાર્તા કોમર્શિયલ સેક્સ વર્કર પર આધારિત છે. જ્યારે વીણાએ બેંગ્લોરમાં જવા માટે જરૂરી પરવાનગી મેળવ્યા બાદ, તેણે કહ્યુ હતું કે તે ફિલ્મમાં પ્રોસ્ટિટ્યૂટ એટલે કે વૈશ્યા નથી બની રહી.
"હું ડર્ટી પિક્ચર: સિલ્ક સખ્ખત માગામાં વૈશ્યાનો રોલ નથી કરી રહી. જ્યારે ડાયરેક્ટર ત્રિશુલે મને પહેલી વાર આ ફિલ્મની ઓફર કરી ત્યારે તેણે મને કહ્યુ હતું કે આ ફિલ્મ સ્વ. અભિનેત્રી સિલ્ક સ્મિતા પર આધારિત હશે. તેમણે મને આખી સ્ક્રિપ્ટની ઈંગ્લિશમાં લખાયેલી કોપી પણ આપી હતી. મેં તેને વાંચી અને સંપૂર્ણ રીતે વિશ્વાસ થયા પછી જ ફિલ્મ કરવાની હા પાડી હતી." તેણે ઉમેર્યું હતું કે તેણે સ્વ. સ્મિતા વિશે સંશોધન કર્યું પછી તેનો આ વિશ્વાસ દ્રઢ બન્યો હતો.

શું તેણે સિલ્કની એકપણ ફિલ્મ જોઈ છે? આ પ્રશ્નનો જવાબ આપતા તેણે કહ્યુ હતું કે, "ના, મેં તેની કોઈ ફિલ્મ નથી જોઈ અને જોવાની પણ નથી. જો હું તેની ફિલ્મ જોઈશ તો કદાચ મારા કામ પર તેની અસર કે પ્રભાવ પડશે. હું તેમ કરવા નથી માંગતી. હું મારા પાત્રમાં વીણા મલિકની છાપ છોડવા માંગુ છું."

સિલ્કના પાત્રને સારી રીતે ભજવવા સિવાય વીણાને વજન વધારવા માટે પણ કહેવાયું છે. "મને ઓછામાં ઓછા 5 કિલો વજન વધારવાનું કહેવાયું છે. મુશ્કેલી એ છે મારી બોલિવૂડ ફિલ્મો માટે મારે પાતળા રહેવું જરૂરી છે. આ ફોટોશૂટ પછી હું મુંબઈ પરત ફરીથી અને આ ફિલ્મ પર કામ શરૂ કરવા માટે થોડા સમય પછી પાછી આવીશ. આશા કરું કે ત્યાં સુધીમાં હું ફિલ્મમેકર ઈચ્છે છે તે શેપમાં આવી ગઈ હોઈશ."

પેટ્રોલમાં થયેલા જંગી ભાવ વધારાનો વિરોધ કરતા એનડીએ દ્વારા 31 મે ના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે.

એનડીએ કન્વીનર અને જેડીયુ અધ્યક્ષ શરદ યાદવે કહ્યું છે કે આ મામલે વિપક્ષી ગઠબંધનની તમામ પાર્ટીઓ સાથે વાતચીત કરવામાં આવી છે.

ઉપરાંત એનડીએ અન્ય પાર્ટીઓ પાસે પણ આ મામલે સમર્થનની માંગ કરશે.

શરદ યાદવે કહ્યું કે સરકારની ખોટી નીતિઓને કારણે સામાન્ય માણસને સહન કરવાનો વારો આવે છે. ચીજવસ્તુઓના સતત વધતા ભાવ પણ સામાન્ય માણસ માટે બે છેડા ભેગા કરવાનું મુશ્કેલ બનાવી રહ્યા

શેરબજારમાં છેલ્લા ત્રણ દિવસોથી ચાલી રહેલી તેજી પર મંગળવારે બ્રેક લાગી હતી. ડોલર સામે રૂપિયો તૂટીને નવા તળિયે આવતા રોકારણકારોએ તાબડતોબ વેચવાલી હાથ ધરી હતી જેના કારણે સેનસેક્સ 157 પોઈન્ટ તૂટ્યો હતો. આ ઘટાડાને કારણે રોકાણકારોએ એક જ દિવસમાં 45000 કરોડ રૂપિયા ગુમાવ્યા હતા.

છેલ્લા ત્રણ સેશનમાં 153 પોઈન્ટ મજબૂત રહેનારો સેનસેક્સ આજે 156.85 પોઈન્ટ તૂટીને 16026.41 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. આ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 45.55 પોઈન્ટ તૂટીને 4860.50 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.

કારોબાર દરમિયાન સેનસેક્સ એક સમયે 16366.72 પોઈન્ટના દિવસના સૌથી ઉંચા સ્તર પર પહોંચી ગયો હતો. પરંતુ રૂપિયો તૂટીને 55ના સ્તરથી પણ નીચે આવી જતા રોકાણકારોમાં ઉહાપોહ મચ્યો હતો. રોકાણકારોએ બેંકિંગ, ધાતુ અને વીજળીની કંપનીઓના શેરોમાં વેચવાલી કરી હતી.

સેનસેક્સની 30માંથી 26 કંપનીઓના શેર ઘટાડા સાથે બંધ થયા હતા. આજના ઘટાડાથી રોકાણકારોએ 45000 કરોડ રૂપિયા ગુમાવ્યા હતા.

બ્રોકરોએ કહ્યું હતું કે રૂપિયાના મુલ્યમાં ઘટાડો રોકવા માટે રિઝર્વ બેંક દ્વારા ઉપાયોની જાહેરાત કર્યા બાદ પણ વિદેશી ફંડોએ વેચવાલી ચાલુ રાખી હતી. ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંકે બેંકો પર વાયદા અને વિકલ્પના સોદામાં ઓપન પોઝિશન લિમિટ પર 10 કરોડ ડોલરની સીમા લાગુ કરી દીધી છે. ઓપન પોઝિશનમાં વેપારી માંગથી ઉંચી ખરીદીના સોદા માટે થાય છે.

આજે વેચવાલીનો માર સૌથી વધારે બેંકિંગ શેરોને લાગ્યો હતો જેનાથી એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેંકના શેરો ઘટાડા સાથે બંધ થયા હતા.

સરકારે બુધવારે પેટ્રોલના ભાવોમાં રૂ. 7.50નો વધારો ઝીંકી દીધો હતો. આ ભાવવધારો આજે રાત્રે 12 વાગ્યાથી અમલી બનશે. રૂપિયો ડોલર સામે નબળો બનતા ક્રુડઓઈલની આયાતનું બિલ વધી ગયું હોવાથી પેટ્રોલિયમ મંત્રી એસ જયપાલ રેડ્ડીએ મંગળવારે જ જણાવ્યું હતું કે પેટ્રોલના ભાવમાં વધારો કરવાની તાતી જરૂર છે.

સરકારે જૂન 2010થી પેટ્રોલના ભાવો અંકુશ મુક્ત કર્યા હતા. પેટ્રોલમાં છેલ્લો ભાવવધારો ગયા વર્ષે 4 નવેમ્બરના રોજ કરવામાં આવ્યો હતો. આ ગાળામાં ક્રૂડઓઈલની કિંમત 14 ટકા સુધી વધી જવા તેમજ અમેરિકન ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં 7 ટકાનો ઘટાડો થવા છતાં પેટ્રોલના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નહોતો.

દેશમાં ડીઝલ, કેરોસિન અને રાંધણગેસના ભાવમાં ગયા વર્ષે જૂનમાં વધારો કરવામાં આવ્યો હતો.

રેડ્ડીએ જણાવ્યું હતું કે જો ડોલર વધુ એક રૂપિયો મોંઘો બને તો દેશની ઓઈલ કંપનીઓને વર્ષની 8000 કરોડ રૂપિયાની ખાધ જાય તેમ છે. ગયા વર્ષે રૂપિયો ડોલર સામે 46ની સપાટી પર હતો જે તાજેતરમાં જ ઘટીને 55 પર પહોંચ્યો હતો. જો આ આંકડાની ગણતરી માંડવામાં આવે તો આ વર્ષે પેટ્રોલિયમ કંપનીઓને 72000 કરોડ રૂપિયાની ખાધ જાય છે.

તેમણે ઉમેર્યું હતું કે આ સંજોગોને જોતા તાત્કાલિક પગલા કેવાની જરૂર છે પરંતુ તેના માટે શું કરવું કઈ રીતે કરવું તે અંગે હું કંઈ આગાહી કરી શકું તેમ નથી.

સરકાર હસ્તકની ઓઈલ કંપનીઓએ 31 માર્ચ 2012ના અંતમાં પેટ્રોલના વેચાણ પર 4860 કરોડ રૂપિયાની ખોટ નોંધાવી હતી અને હાલમાં પણ તે પેટ્રોલના વેચાણમાં દર લિટરે 6.28 રૂપિયાની ખોટ વેઠી રહી છે.

આ બન્ને આમ તો મીડિયા સામે ખાસ દેખા દેતા નથી પણ અમને જાણવા મળ્યુ છે કે શમિતા શેટ્ટી અને હર્મન બાવેજા એકબીજાને ડેટ કરી રહ્યા છે.

શિલ્પા શેટ્ટીને પણ આ વાતની ખુશી છે કે શમિતા અને હર્મન સ્થિરતા સાથે એકબીજાની નિકટ આવી રહ્યા છે. બન્નેની નિકટના એક સૂત્રએ ખુલાસો કર્યો હતો કે, "તેઓએ હમણાં જ એકબીજાને ડેટ કરવાની શરૂઆત કરી છે...થોડા મહિના જ થયા છે. તેઓ એક વર્ષ પહેલા મળ્યા હતાં, જ્યારે હર્મનને શિલ્પા શેટ્ટીના હોમ પ્રોડક્શનની ફિલ્મમાં લેવાની વાત ચાલી રહી હતી. તે પછી તેઓ રાજસ્થાન રોયલ્સની ટીમની મેચમાં ઘણી વાર મળ્યા હતા. તેમના સંબંધો નવા નવા હોવાથી તેઓ જાહેરમાં આવીને તેના વિશે વાત કરવા નથી માંગતાં."

સૂત્રોએ જણાવ્યુ હતું કે મહિના પહેલા, જ્યારે શિલ્પાની ફિલ્મના શૂટિંગ દરમિયાન હર્મનના પગની ઘૂંટી મચકોડાઈ જતા શમિતા સતત તેની સાથે હતી અને તેની કાળજી લઈ રહી હતી. "જો શમિતા અને હર્મન એકબીજાને હંમેશા માટે પસંદ કરી લેશે તો શિલ્પા ઘણી રોમાંચિત થશે. હવે જ્યારે શિલ્પા પોતે પરણી ગઈ છે અને પોતાના પહેલા બાળકના આવવાની રાહ જોઈ રહી છે ત્યારે ઈચ્છે કે બહેન શમિતા પણ સેટલ થઈ જાય."

જ્યારે શમિતાને હર્મન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે સામાન્ય જવાબ આપ્યો હતો કે, "અમે ઘણા સારા મિત્રો છીએ. અમે અમારા કોમન ફ્રેન્ડ્સ સાથે મળીએ છીએ જેમાં શિલ્પા અને રાજ પણ હોય છે. જો કે, અમે એકબીજાને ડેટ નથી કરી રહ્યા." હર્મને પણ આ જ વાત કહી હતી કે, "શમિતા ઘણી સારી મિત્ર છે. રાજ અને હું ઘણી વાર સાથે બેસીને ગપ્પા મારીએ છીએ અને ઘણીવાર શમિતા પણ અમારી સાથે જોડાય છે. બસ આટલું જ."

કેન્દ્રમાં ૮ વર્ષ સુધી સત્તા પર રહ્યા બાદ હવે કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર પરથી લોકોનો વિશ્વાસ ઘટી રહ્યો છે અને લોકોનો ઝુકાવ મુખ્ય વિપક્ષી દળ ભાજપ તરફ વધી રહ્યો છે. આ વાત એબીપી ન્યૂઝ-નિલસનના એક સર્વે રિપોર્ટમાં બહાર આવી છે. નોંધનીય છેકે, આ યુપીએ સરકાર રર મેના રોજ પોતાનાં ત્રણ વર્ષ પૂરાં કરવા જઇ રહી છે. આ સર્વેમાં સૌથી ચોંકાવનારી વાત એ રહી છે કે વડાપ્રધાનપદ માટે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સૌથી વધુ લોકોની પસંદગી બન્યા છે. એટલું જનહીં આ દોડમાં તેમણે વર્તમાન પ્રધાનમંત્રી મનમોહન અને કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીને પણ પાછળ મૂકી દીધા છે.

મોદીને રાહુલ કરતાં ૪ ટકા વધુ મત...
મોદીને મનમોહનસિંહની તુલનામાં દેશની એક ટકો વધુ જનતા આગામી વડાપ્રધાન તરીકે જોવા માગે છે. જ્યારે ર૦૧૧માં વડાપ્રધાન પદ માટે સૌથી વધુ પસંદગીના ઉમેદવાર રહેલા રાહુલ ગાંધી કરતાં તો મોદીને ૪ ટકા વધુ લોકોએ પસંદ કર્યા છે. સર્વે મુજબ, મોદીને ૧૭ ટકા જનતા દેશના આગામી વડાપ્રધાન તરીકે જોવા ઇચ્છે છે જ્યારે આ માટે મનમોહન સિંહને ૧૬ ટકા મત મળ્યા છે. કોંગ્રેસના યુવરાજ રાહુલને હવે માત્ર ૧૩ ટકા લોકો જ વડાપ્રધાન તરીકે જોવા ઇચ્છે છે. મતલબ કે મોદીએ વડાપ્રધાન પદના સંભવિત ઉમેદવાર તરીકે પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે.

મનમોહન હવે નથી રહ્યા ‘મનભાવન’...
ગત વર્ષે દેશના શ્રેષ્ઠા નેતાઓની યાદીમાં મોદી ૧ર ટકા મત સાથે ચોથા ક્રમે હતા પણ આ વર્ષે તેઓ ૧૭ ટકા મત મેળવીને પહેલા સ્થાને પહોંચી ગયા છે. મનમોહન સિંહ ગત વર્ષે ર૧ ટકા મત સાથે સૌથી પહેલા ક્રમે હતા તે ૧૬ ટકા મત સાથે બીજા સ્થાને છે.

સોનિયા ગાંધીની લોકપ્રિયતા પણ ઘટી...
સર્વેક્ષણમાં ખુલાસો થયો છે કે, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની લોકપ્રિયતા ૧૪ ટકાથી ઘટીને માત્ર ૯ ટકા રહી ગઇ છે. આ સર્વેક્ષણ દેશનાં ર૮ શહેરમાં એપ્રિલ -મે દરમિયાન કરવામાં આવ્યું છે. આ સર્વેમાં એ પણ તારણ મળ્યું છે કે, ર૦૧૪ માં યોજાનારી લોકસભા ચૂંટણીને બદલે જો હાલમાં મતદાન કરવામાં આવે તો ભાજપને ર૮ ટકા અને કોંગ્રેસને માત્ર ર૦ ટકા મત મળશે.

દહેશતમાં યુરોઝોનની મંદી વધુ પ્રભાવી થવાની શક્યતા બજારો પર ભારે અસર કરી રહી છે. આજે બુધવારે સેન્સેક્સ જાન્યુઆરી બાદ પહેલીવાર ૧૬૦૦૦ કરતાં નીચે આવી ગયો હતો. જ્યાર રૂપિયો પણ અમેરિકી ડોલરની સરખામણીએ છેલ્લા પાંચ મહિનાની સૌથી નીચી સપાટીએ ખુલ્યો છે. વધુમાં ક્રૂડ ઓઇલની કિંમતો મંગળવારના ૯૪ ડોલર પ્રતિ બેરલથી ગગડીને આજે બુધવારે ૯ર ડોલર પ્રતિ ડોલરે પહોંચી છે.

બજારમાંથી નાણાં કઢાયા બાદ અમેરિકી ડોલરની મજબૂત માંગથી રૂપિયો આજે ડોલરની સરખામણીએ ૪૭ પૈસા તૂટીને પાંચ માસના સૌથી નીચા સ્તારે પ૪.ર૬ પર ખુલ્યો હતો. આ અગાઉ ૧પ ડિસેમ્બરે રૂપિયો કારોબાર દરમિયાન પ૪.૩ર સુધી ગગડ્યો હતો. આંતરબેંક વિદેશી મુદ્રા બજારમાં રૂપિયો પ૩.૭૯ પર બંધ થયો હતો.

કારોબારીઓના મતે, યુઓ અને અન્ય મુદ્રાઓની તુલનામાં ડોલરની મજબૂત માંગ અને શેરબજારમાં નબળી શરૂઆત સાથે અમેરિકી નાણાની માંગમાં રૂપિયાના મૂલ્ય પર અસર થડી છે.

બીજી બાજુ ગ્રીસને યુરોઝોનથી અલગ કરવાની બીકે દુનિયાભરના રોકાણકારોને હચમચાવી દીધા છે. તેમાંય રૂપિયો સતત નબળો પડતા સ્થાનિક રોકાણકારોમાં ભરોસો સતત તૂટતો નજર આવી રહ્યો છે. બપોરે 11.45 વાગ્યે સેન્સેક્સ 303 અંકના કડાકા સાથે 16025 અને નિફ્ટી 87 અંકના કડાકા સાથે 4856 પર ટ્રેડ થઇ રહી હતી.

મુંબઇ સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ જાન્યુઆરી બાદ આજે પહેલીવાર ૧૬૦૦૦ કરતાં નીચે આવી ગયો હતો. આજના કારોબાર સેન્સેક્સ ૩૪૦ અંક ઘટીને 15988.23એ પહોંચી ગયો હતો. એશિયાનાં અન્ય બજારોનાં નબળા વલણ વચ્ચે મુંબઇ શેરબજારનો સેન્સેક્સ આજે લગભગ 252 અંકના ઘટાડા સાથે ખુલ્યો હતો.

નોંધનીય છે કે, ક્રૂડ ઓઇલ યુરોપમાં ઋણ સંકટને લઈને વ્પાયક બનેલી ચિંતા વચ્ચે એશિયાઈ કારોબારમાં ક્રૂડ ઓઈલની કિંમત ઘટીને 94 ડોલર પ્રતિ બેરલ પર આવી ગઈ હતી જે છેલ્લા પાંચ મહિનાની સૌથી નીચી સપાટી પર હતો. દરમિયાન આજે ૧૬ મેના રોજ ક્રૂડ ઓઇલની કિંમત વધુ ગડીને ૯ર ડોલર પ્રતિ બેરલ પહોંચી ગઇ છે.

ટાટા નેનો, પ્યૂજો અને મારૂતિ બાદ હવે જર્મન ઓટો જાયન્ટ ફોક્સવેગન ગુજરાતમાં અંદાજે 2000 કરોડ રૂપિયાના ખર્ચે કાર મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાની ઇચ્છા ધરાવી રહી છે. કારણ જાણવા મળ્યું છે કે કંપની આ પહેલા મહારાષ્ટ્રમાં પ્લાન્ટ સ્થાપવાની ઇચ્છા રાખતી હતી પણ તેમાં વિલંબ થઈ રહ્યો છે.

ફોક્સવેગન માટે કામ કરતી એક કન્સલ્ટન્સી કંપની ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓને મળી હતી અને તેમને અમદાવાદ તથા વડોદરાની આજુબાજુનો વિસ્તારમાં બતાવવામાં આવ્યો હતો. હાલ પૂરતું તો એટલું જાણવા મળ્યું છે કે કંપની કોઈ મોટું મૂડીરોકાણ ભારતમાં કરવાના મૂડમાં નથી પણ નાના પાયે શરૂઆત કરી શકે છે.

મહારાષ્ટ્ર સરકાર સાથે વેટના મામલે કેટલીક વાતો અટકેલી હોવાથી ફેક્સવેગને મહારાષ્ટ્રમાં તેના હાલના પ્લાન્ટનું વિસ્તૃતીકરણ અટકાવ્યું છે. જોકે, થોડા સમય પહેલા ફોક્સવેગને ભારતમાં મૂડીરોકાણ વધારવાનો ઇરાદો જાહેર કર્યો હતો. કંપની હાલ મહારાષ્ટ્રના ચકન અને ઔરંગાબાદમાં બે પ્લાન્ટ ધરાવે છે.

morpinch1