Friday, 09 December 2022 | Login
મોરપીંછ.કોમ - મોરપીંછ.કોમ
મોરપીંછ.કોમ

મોરપીંછ.કોમ

મારીઓ બોલેટીના બે શાનદાર ગોલ ની મદદ થી ઇટાલી એ જર્મની ને યુરો ૨૦૧૨ માં હરાવી ને ફાઈનલ મેચ માં પોતાનું સ્થાન પાક્કું કર્યું.
ઇટાલી મુખ્ય ટુર્નામેન્ટમાં જર્મની સામે ક્યારેય હર્યું નથી અને તેઓએ આ રેકોર્ડ સતત આઠમી મેચ માં જાળવી રાખ્યો હતો. 
હવે સ્પેન અને ઇટાલી વચ્ચે યુરો ચેમ્પિયનશીપ માટે ફાઈનલ ની લડાઈ થશે.  
કેશુભાઈના ઘરે કાલે યોજાશે મોદીવિરોધીઓની મીટિંગ - 1.0 out of 5 based on 1 vote

દિલ્હીથી પાછા આવ્યા પછી ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલ આવતી કાલે પહેલી વાર પોતાના ગાંધીનગર ઘરે મીટિંગ કરી રહ્યા છે. આ મીટિંગમાં સુરેશ મહેતા, કાશીરામ રાણા, નલિન ભટ્ટ અને ગોરધન ઝડફિયા જેવા ગુજરાત બીજેપીના એક સમયના તમામ મોટા નેતાઓ ઉપસ્થિત રહેશે. કાલે બપોરે ૩.૩૦ વાગ્યે થનારી આ મીટિંગમાં કેશુભાઈ પટેલ અનેક મહત્વના નિર્ણયો લે એવી શક્યતા છે. આ મીટિંગ માટે કેશુભાઈ પટેલે કહ્યું હતું કે ‘જે કંઈ થઈ રહ્યું છે એ ગુજરાતના હિત માટે થઈ રહ્યું છે. ગુજરાત માટે આગળ આવવાની જરૂર હતી એટલે હું આગળ આવ્યો છું અને આ વખતે પાછા પગ કરવાની કોઈ વાત આવતી જ નથી.’


આવતી કાલે ગાંધીનગરમાં કેશુભાઈ પટેલના બંગલે થનારી મીટિંગમાં જવા માટે જેમને આમંત્રણ મળ્યું છે એ એમજેપીના પ્રેસિડન્ટ ગોરધનભાઈ ઝડફિયાએ કહ્યું હતું કે ‘કાલે જે બેઠક થશે એ બેઠકમાં કેશુભાઈને સાંભળ્યાં પછી અમે તેમને અને અન્ય આદરણીય નેતાઓને એમજેપીમાં જોડાવા આમંત્રણ આપવાના છીએ.’

આગામી સમયમાં હવે ગ્રાહકો બૅન્કોમાંથી સોનાના સિક્કાની ખરીદી નહીં કરી શકે. આરબીઆઇ બૅન્કો દ્વારા ગ્લોડ કૉઇનના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો પ્લાન ધરાવે છે.

લગભગ બધી જ સરકારી તેમ જ પ્રાઇવેટ બૅન્કોમાં વિવિધ વજન ધરાવતા સોનાના સિક્કાનું વેચાણ સતત વધી રહ્યું છે એને કારણે સોનાની આયાત પણ વધી રહી છે. ગોલ્ડની આયાત વધવાથી કરન્ટ અકાઉન્ટની ડેફિસિટ વધી રહી છે તેમ જ રૂપિયાનું મૂલ્ય ઘટી રહ્યું છે જેની સીધી અસર અર્થતંત્ર પર પડે છે. બજારમાંથી પ્રાપ્ત માહિતી મુજબ આ કારણથી આરબીઆઇ હવે બૅન્કો દ્વારા ગોલ્ડ કૉઇનના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો પ્લાન ધરાવે છે.

અગાઉ બૅન્કોને સોનાના સિક્કાનું વેચાણ કરવાની પરમિશન નહોતી, પરંતુ ૨૦૦૭માં ભારતમાં મોટા પાયે ડૉલર્સ ઠલવાયા હતા એને કારણે રૂપિયાના મૂલ્યમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ હતી. એને નિયંત્રણમાં લેવા અને ડૉલરના પ્રવાહને અટકાવવા માટે આરબીઆઇએ બૅન્કોને સોનાના સિક્કાનું વેચાણ કરવાની મંજૂરી આપી હતી.

બૅન્કો દ્વારા ગોલ્ડ કૉઇનના વેચાણને સામાન્ય ગ્રાહકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો, કારણ કે સામાન્ય વ્યક્તિને યોગ્ય ભાવે કોઈ પણ જાતની છેતરપિંડી વગર સારી ગુણવત્તા ધરાવતા સોનાના સિક્કા સરળતાથી ઉપલબ્ધ થતા હતા. બૅન્કો ૨ ગ્રામથી માંડીને ૧૦ ગ્રામ અને એથી વધુ વજનના સિક્કાનું વેચાણ કરે છે એટલે ગ્રાહકને એના બજેટ મુજબ ખરીદીની સુવિધા મળતી હતી. આ ઉપરાંત બૅન્કોનું બ્રાન્ચ-નેટવર્ક સમગ્ર દેશમાં નાનાં શહેરો તેમ જ ગામડાંઓ સુધી ફેલાયેલું છે એટલે બધા ગ્રાહકો સોનાની ખરીદી કરી શકતા હતા.

કૅનેડાની કંપની બૉમ્બાર્ડિયર ટ્રાન્સર્પોટેશનને ઑસ્ટ્રેલિયાની સરકાર તરફથી ઇલેક્ટ્રિક ટ્રેન સપ્લાય કરવાનો ઑર્ડર માર્ચ ૨૦૧૧માં મળ્યો હતો. બૉમ્બાર્ડિયર કંપનીનો પ્લાન્ટ ગુજરાતમાં વડોદરા નજીક સાવલીમાં આવેલો છે.

આ પ્લાન્ટમાં જૂન ૨૦૦૯માં ટ્રેનના ડબ્બાનું ઉત્પાદન શરૂ થયું હતું. બૉમ્બાર્ડિયર કંપની ઑસ્ટ્રેલિયામાં ૨૦૧૨ના લાસ્ટ ક્વૉર્ટરમાં નિકાસ શરૂ કરશે અને ૨૦૧૪ના સેકન્ડ ક્વૉર્ટરમાં ડિલિવરી પૂરી થશે. સાવલીમાં ઉત્પાદન શરૂ કર્યા બાદ આ પ્રથમ એક્સપોર્ટ ઑર્ડર છે. આ પ્લાન્ટમાં વાર્ષિક ૧૫૦૦ ડબ્બાનું ઉત્પાદન કરી શકાય છે. અગાઉ કંપનીએ દિલ્હી મેટ્રો રેલ કૉર્પોરેશનને ૩૦૦૦ ડબ્બા સપ્લાય કયા

છેલ્લા થોડા સમયથી ખૂબ ચર્ચામાં રહેલો મોંઘેરો બ્લૅકબેરી છેવટે લૉન્ચ થઈ ચૂક્યો છે. કૅનેડિયન કંપની રિમે તાજેતરમાં બ્લૅકબેરી પૉર્શ ભ્'૯૯૮૧ મુંબઈમાં લૉન્ચ કર્યો.

 

બ્લૅકબેરી ફોનનો વપરાશ કરતા લોકો માટે આ મોબાઇલ એક સ્ટેટસ સિમ્બૉલ સમાન છે. જોકે માર્કેટમાં લક્ઝરી ફોનની હરોળમાં પહેલેથી જ બીજા ઘણા સોના-ચાંદીના અને ડાયમન્ડજડિત ફોન છે જ. ૧,૩૯,૯૯૦ રૂપિયાની કિંમતના આ ફોનમાં બ્લૅકબેરી ફોનના બધાં જ ફીચર્સ હોવા ઉપરાંત પાંચ મેગા પિક્સલનો કૅમેરા, આઠ જીબીની ઇન્ટરનલ સ્ટોરેજ મેમરી અને ૩૨ જીબીની એક્સપાન્ડેબલ મેમરી છે. એ ઉપરાંત ફોનની ફ્રેમ સ્ટઇનલેસ સ્ટીલની છે અને બૅક કવર લેધરનું છે. ફોનને ક્રિસ્ટલ ક્લિયર ફોન ડિસ્પ્લે આપવામાં આવ્યો છે અને આ ફોનને એક્સક્લુઝિવ પિન આપવામાં આવ્યા છે જેથી સામેવાળા યુઝરના પિનથી એ પૉર્શ વાપરી રહ્યો છે એ ઓળખી શકાય. બાકી બધા મોબાઇલ કરતાં આ બ્લૅકબેરીની ડિઝાઇન થોડી જુદી છે.

આજે ગુગલે પોતાની નવી મોબાઈલ ઓપરેટીંગ સીસ્ટમ જેલી બીન ૪.૧ લોન્ચ કરી હતી.

શું છે નવું આ ઓપરેટીંગ સીસ્ટમ માં ?

  • ઝડપી અને સરળ
  • સરળ, સુંદર અને સ્માર્ટ બહાર
  • વિસ્તૃત, એકશનેબલ નોટીફીકેશન
  • વિજેટો જાદુ જેમ કામ કરે છે.
  • અટક્યા વગર ફોટો લો અને શેર કરો
  • એક સ્માર્ટર કીબોર્ડ
  • શોધ માટે નવો દેખાવ.
સુંદરતામાં બાધક ગરદનની કાળાશ - 2.0 out of 5 based on 1 vote

ત્વચાની કાળાશ દૂર કરવા માટે નહાતી વખતે બ્રશવાળા ટુવાલથી ગરદન અને હાથને સ્ક્રર્બ કરો. તેનાથી સર્ક્યુલેશન વધશે અને ત્વચાના મૃત પામેલા સેલ્સ દૂર થઈ જશે. આ ઉપરાંત એક ટીસ્પૂન હળદર પાવડરમાં લીંબુનો રસ, મધ અને દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. પછી ગરદન અને હાથ પર લગાવો. લેપ સુકાઈ જતાં તેને રગડીને સાફ કરો. આ પ્રયોગ વીકમાં બે વખત નિયમિત કરવાથી કાળાશ દૂર થશે.

અર્થતંત્રમાં નબળાઈના સંકેતો દેખાઈ રહ્યા હોવાનું સ્વીકારતા નાણાપ્રધાન પ્રણવ મુખરજીએ ગઈ કાલે કહ્યું હતું કે ‘માર્કેટની સ્થિતિ સુધારવા માટે સરકારે આરબીઆઇ સાથે મળીને કેટલાક નિર્ણયો લીધા છે. સોમવારે અર્થતંત્રમાં સુધાર માટેનાં પગલાંની જાહેરાત કરવામાં આવશે.’
કલકત્તામાં પત્રકારો સાથે વાત કરતાં નાણાપ્રધાને કહ્યું હતું કે આર્થિક સુધાર માટેનાં પગલાં સંદર્ભમાં આર્થિક બાબતોના વિભાગે શુક્રવારે આરબીઆઇના ગવર્નર ડી. સુબ્બારાવ સાથે ચર્ચા કરી હતી. પ્રણવદાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સોમવારે જાહેર થનારાં પગલાંને કારણે માર્કેટની સ્થિતિમાં ચોક્કસ સુધારો આવશે. અગાઉ મુખરજીએ કહ્યું હતું કે જીડીપી અત્યારે ૬.૫ ટકા છે અને અર્થતંત્ર પર કેટલાંક ફુગાવાજન્ય પરિબળોનું દબાણ તથા રૂપિયો પણ ગગડી રહ્યો છે. એમાં શંકાને કોઈ સ્થાન નથી કે આ તમામ સંકેતો અર્થતંત્રની નબળાઈ સૂચવે છે. 
આરબીઆઇ = રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા, જીડીપી = ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ

ભારતની સૌથી મોટી રિયલ્ટી સેક્ટરની કંપની ડીએલએફ લિમિટેડ વિન્ડ પાવર યુનિટનું વેચાણ કરવાનો પ્લાન ધરાવે છે. આ વિશેની દરખાસ્તને બોર્ડે ૩૦ મેએ મળેલી મીટિંગમાં મંજૂરી આપી દીધી છે. હવે પોસ્ટલ બેલટ દ્વારા શૅરહોલ્ડરોની મંજૂરી મેળવવાની છે. પોસ્ટલ બૅલટનું રિઝલ્ટ ૨૦ જુલાઈએ જાણવા મળશે.
વિન્ડ પાવર યુનિટના વેચાણ દ્વારા ૧૦૦૦ કરોડ રૂપિયા ઊભા કરવાનો અંદાજ છે. કંપનીએ ગુજરાતના કચ્છમાં ૧૫૦ મેગાવૉટ અને કર્ણાટકમાં ૧૧.૨૦ મેગાવૉટની ક્ષમતા ધરાવતા વિન્ડ પાવર પ્લાન્ટ્સની વીજળીના વેચાણ માટે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ અને હુબલી ઇલેક્ટિÿસિટી સપ્લાય કંપની સાથે કરાર કરેલો છે.
કંપની વિન્ડ પાવર યુનિટના વેચાણમાંથી મળનારા પૈસાનો ઉપયોગ ડેટમાં ઘટાડો કરવા માટે કરશે. માર્ચ ૨૦૧૨ના અંતે કંપનીનું કુલ ડેટ ૨૨,૭૨૫ કરોડ રૂપિયા હતું.

અમરેલી જીલ્લા ના વડેરા ગામ ખાતે કૃષિ મંત્રી દિલીપભાઈ સંઘાણી અને અમરેલી તાલુકા પંચાયંત ના પ્રમુખ પ્રવીણભાઈ માંગરોલીયા તથા ગામના અગ્રણીઓ ની હાજરી માં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો.

morpinch1