Friday, 09 December 2022 | Login
મોરપીંછ.કોમ - મોરપીંછ.કોમ
મોરપીંછ.કોમ

મોરપીંછ.કોમ

ભાજપના નેતા અરૂણ જેટલી, સુષ્મા સ્વરાજ અને રવિશંકર પ્રસાદે તેની સત્તાવાર જાહેરાત કરી હતી.

સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે એનડીએમાં રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને સહમતિ સધાઈ નથી. શિવસેના અને જદ (યૂ) એનડીએ રાષ્ટ્રપતિ માટે પોતાના ઉમેદવાર રજુ કરે તેવી વિરોધમાં છે. પરંતુ મુખ્ય વિરોધી પક્ષ હોવાના નાતે અને યુપીએ સરકારના વલણને ધ્યાનમાં રાખતા અમે અમારો ઉમેદવાર મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. સુષ્માએ જણાવ્યું હતું કે પાર્ટીએ સત્તાવારરીતે સંગમાનું સમર્થન કરવાનો નિર્ણય કર્યો છે. અકાલી દળ પણ સંગમાનું સમર્થન કરવા તૈયાર છે.

કોંગ્રેસ પર નિશાન સાધતા સુષ્મા સ્વરાજ અને અરૂણ જેટલીએ કહ્યું હતું કે સત્તાધારી યૂપીએ ગઠબંધનમાં સામાન્ય સહમતિ બનાવવાનો પ્રયત્ન કર્યો નથી. પોતાનો ઉમેદવાર જાહેર કરી દીધા બાદ વડાપ્રધાને માંગેલા સમર્થનને અડવાણીએ ફગાવી દીધું હતું.

અરૂણ જેટલીએ આ મુદ્દે જણાવ્યું હતું કે શિવસેના અને જદ (યૂ) અમારાથી જુદુ મંતવ્ય ધરાવે છે, પરંતુ તેની રાજકીય જોડાણ પર કોઈ જ અસર નહીં પડે. જેટલીએ આશા વ્યક્ત કરી હતી કે જદ (યૂ)અને શિવસેના પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરશે અને સંગમાનું સમર્થન કરશે.

રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માટે સંગમાએ એનસીપી સાથે ગઈ કાલે છેડો ફાડ્યો હતો. હવે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંગમા પ્રણવદાની સામે મેદાને પડશે.

છેલ્લા કેટલાક સમયથી નાદુરસ્ત રાજેશ ખન્નાએ અનાજ લેવાનું પણ સંપૂર્ણપણે બંધ કરી દીધું છે.

69 વર્ષિય રાજેશ ખન્નાના મેનેજર અશ્ચિને જણાવ્યું હતું કે બિમાર રાજેશ ખન્નાએ છેલ્લા ત્રણ ચાર દિવસથી અનાજ લેવાનું બંધ કરી દીધું છે. તેઓ અનાજ લેવા માટે મોં જ ખોલી ન શકતા નથી. અલગ રહી રહેલી પત્ની ડિંપલ કાપડિયા અને પુત્રી રિંકી હાલ રાજેશ ખન્નાની ઘર પર જ સરવાર કરી રહ્યાં છે. રાજેશ ખન્નાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવશે કે કેમ તે બાબતે અશ્વિને કઈં જ જણાવ્યું ન હતું.

'કાકા' તરીકે જાણીતા રાજેશ ખન્ના ગત એપ્રિલથી બિમાર હતાં. પીઠના દુ:ખાવા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

રાજેશ ખન્નાને બોલિવૂડના પહેલા સુપરસ્ટાર માનવામાં આવતા હતાં. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત 1966માં 'આખરી ખત' નામની ફિલ્મથી શરૂ કરી હતી. ત્યાર બાદ 1969થી લઈને 1972 દરમિયાન રાજેશ ખન્નાએ રાજ, દો રાસ્તે, દુશ્મન, હાથી મેરે સાથી, આરાધના, અમર પ્રેમ જેવી ફિલ્મોએ તેમને સુપરસ્ટાર બનાવી દીધાં હતાં. બોલિવૂડમાંથી લગભગ સન્યાસ લઈ ચુલેકા 'કાકા' તાજેતરમાં જ એક પંખાની જાહેરાતમાં નજરે પડ્યાં હતાં.

આજે અષાઢી બીજના શુભ દિવસે જય જગન્નાથ...ના નારાઓ સાથે ભગવાન જગન્નાથ, શુભદ્રાજી તથા ભગવાન બલરામની અમદાવાદમાં રથયાત્રા નિકળી હતી.

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સતત 11મી વખત પહિંદ વિધિ કરાવી 135મી રથયાત્રાને વહેલી સવારે 5 વાગ્યે પ્રસ્થાન કરાવ્યું હતું. પ્રતિમાઓને રથમાં બિરાજમાન કરી ત્રણેય રથોને નગરચર્યા માટે રવાના કરવામાં આવ્યા હતાં.


રથયાત્રા મંદિરની બહાર નિકળતાની સાથે જ દર્શનાર્થે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યાં હતાં. તેવી જ રીતે મોટી સંખ્યામાં આવી પહોંચેલી મહિલા શ્રદ્ધાળુઓએ હાથમાં કરતાલ અને મંજીરાના મધૂર સુરો રેલાવીને વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું. અમદાવાદ શહેરના ખુણેખુણેથી તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની હાજરી હોવા છતાં વ્યવસ્થા સંપૂર્ણપણે જળવાઈ રહી હતી. રથયાત્રાના પ્રસ્થાન સાથે જ શ્રદ્ધાળુઓનો કાફલો તથા અખાડા, તથા સુરક્ષા માટે પોલીસ વાહનો રવાના થયા હતાં.

દિવસભરની નગરચર્યા દરમિયાન ત્રણેય રથો સરસપુર ખાતેના મોસાળ સહિત અનેક સ્થળોએ રોકાણ કરી નિયમિત રીતે આગળ વધશે. ફણગાળેલા મગનો પ્રસાદ શ્રદ્ધાળુઓને વહેંચવામાં આવશે. રથયાત્રા નિમિત્તે નગરજનો દ્વારા અનેક ઠેકાણે પાણી, શરબત તથા નાસ્તાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સાંજના સમયે નિર્ધારીત સમયે ભગવાનજી પોતાના મંદિરમાં પુન: પ્રસ્થાન કરશે.

વહેલી સવારે નરેન્દ્ર મોદીએ કાફલા સાથે શહેરના જગન્નાથ મંદિર ખાતે આવી પહોંચ્યા હતાં. મોદીના આવતાની સાથે જ લોકોમાં જાણે નવી જ ઉષ્માનો સંચાર થયો હોય તેમ જણાતું હતું. લોકોના ઉત્સાહને ઝીલતા મુખ્યમંત્રી મોદી મંદિરમાં પ્રવેશ્યા હતાં. આ સાથે જ સુરક્ષાજવાનોએ મંદિરનો દરવાજો બંધ કરી દીધો હતો. મોદીએ પહિંદ વિધિ પૂર્ણ કરી ભગવાન જગન્નાથનો રથ ખેંચ્યો હતો. ત્યાર બાદ ત્રણેય રથોએ કતારબદ્ધ રીતે નગરચર્યા માટે નિકળ્યાં હતાં.

રથયાત્રા દરમિયાન સઘન સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સૌપ્રથમવાર ભગવાન જગન્નાથ, શુભદ્રાજી અને બલરામજીના ત્રણેય રથોને જીપીએસ સિસ્ટમથી સજ્જ કરવામાં આવ્યા હતાં. રથયાત્રા નિમિત્તે બે દિવસ અગાઉથી જ પોલીસના લગભગ 15000 જવાનો શહેરમાં ચાંપતો બંદોબસ્ત કરી રહ્યાં હતાં. તેવી જ રીથે હથિયારોથી સજ્જ એસઆરપી, સીઆરપીએફ, અને બીએસએફના જવાનો ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન કોઈ અઘટીત ઘટના ટાળવા ખડેપગે છે. આ ઉપરાંત મોટા પ્રમાણમાં હોમગાર્ડ કાફલો પણ શહેરના બંદોબસ્તમાં વ્યસ્ત હતો.

પ્રણવ મુખરજી આગામી 24મી જુનના રોજ નાણામંત્રી પદેથી રાજીનામું આપશે અને 25મી ના રોજ નોમીનેશન દાખલ ભરશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. જ્યારે મમતા બેનરજીએ અબ્દુલ કલામના નામ પર પોતાનું વલણ યથાવત રાખ્યું હતું.

દેશના આગામી રાષ્ટ્રપતિપદના ઉમેદવારને લઈને ચાલી રહેલી ગડમથલ પર પૂર્ણવિરામ મુકતા કોંગ્રેસે પોતાના તરફથી પ્રણવ મુખરજીનું નામ લગભગ નક્કી કરી દીધું છે. આજે સાંજે મળનારી પાર્ટીની મહત્વપૂર્ણ બેઠકમાં તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. સંસદીય કાર્યમંત્રી પવન કુમાર બંસલ દ્વારા બોલાવવામાં આવેલી આ બેઠકમાં પ્રણવ મુખરજીને લઈને જરૂરી દસ્તાવેજો તૈયાર કરવાની વિધિ હાથ ધરવામાં આવશે.

જ્યારે બીજી બાજુ સત્તાધારી યુપીએ સંગઠનના ઘટકદળ તૃણમૂલ કોંગ્રેસ અધ્યક્ષ મમતા બેનરજીએ પોતાનું વલણ અક્કડ રાખતાં અબ્દુલ કલામના નામનું સમર્થન યથાવત રાખ્યું હતું. પરંતુ રાજકિય ગરમાગરમી વચ્ચે અખરે મુલાયમ સિંહ યાદવ કેન્દ્રના પક્ષમાં બેસી જાય તેવા સ્પષ્ટ સંકેત મળી રહ્યાં છે. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે તો મુલાયમ સિંહ પ્રણવ મુખરજીના નામને લઈને સમહત પણ થઈ ગયા છે. મુલાયમ સિંહના ભાઈ અને પાર્ટીના વરિષ્ઠ નેતા રામગોપાલ યાદવે પણ તેમની પાર્ટી ન તો કેન્દ્ર સરકારમાં સામેલ થશે અને ન તો તે મધ્યવર્તી ચૂંટણીની અપેક્ષા રાખી રહી હોવાનું જણાવીને પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું હતું.

જોકે ભાજપ તથા તેના સાથી પક્ષો (એનડીએ)એ હજી સુધી પોતાના તરફથી રાષ્ટ્રપતિપદના ઉમેદવારની જાહેરાત કરી નથી, પરંતુ એનડીએ તરફથી પણ લગભગ અબ્દુલ કલામનું નામ જ જાહેર કરવામાં તેમ પૂર્ણપણે માનવામાં આવી રહ્યું છે. ભાજપના વરિષ્ઠ નેતા એલ કે અડવાણીએ આ વિષે વાતચીત કરતાં જણાવ્યું હતું કે તેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યાં છે અને સર્વાનુંમતે નિર્ણય લેવામાં આવશે.

અગાઉ સોનિયા ગાંધી અને મમતા બેનરજી વચ્ચેની બેઠકમાં પ્રણવની સાથો ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીના નામ પર પણ ચર્ચા થઈ હતી, પરંતુ અંતિમ સહમતિ સધાઈ ન હતી.

ગઈ કાલથી સિંગાપોરમાં ત્રણ દિવસના આઇફા (આઇફા = ઇન્ટરનૅશનલ ઇન્ડિયન ફિલ્મ ઍકૅડેમી) અવૉર્ડ્સનો પ્રારંભ થયો છે.


ગઈ કાલે આ અવૉર્ડ્સ ફંક્શનમાં ડિરેક્ટર દિબાકર બૅનરજીની લેટેસ્ટ ફિલ્મ ‘શાંઘાઈ’નું પ્રીમિયર યોજવામાં આવ્યું હતું જેમાં કમલ હાસન, અભય દેઓલ, ગૌહર ખાન, ચિત્રાંગદા સિંહ, દિયા મર્ઝિ, શ્રિયા સરન, રિશી કપૂર, નેહા ધુપિયા, આયુષમાન ખુરાના, સોનુ સૂદ, પ્રતીક, પૂજા મિશ્રા અને કલ્કી કોચલિન જેવી સેલિબ્રિટીઝે હાજરી આપી હતી.

સાતમો ક્રમાંક ધરાવતી સાનિયા અને ભૂપતિની જોડીએ ફાઈનલ મુકાબલામાં પોલેન્ડની ક્લાઉડિયા જેંસ ઈગ્નેસિક અને મેક્સિકોની સાંતિયાગો ગોંજાલેઝની જોડીને 7-6, 6-1થી પરાજય આપ્યો હતો.
સાનિયાએ આ ટાઈટલ જીતી સાથી ખેલાડી મહેશ ભૂપતિની તેના 38માં જન્મદિવસનો શાનદાર ભેટ આપી હતી. ભારત માટે આ જીત ખુબ જ મહત્વપૂર્ણ તેટલી જ આનંદની વાત પણ છે. મહેશ ભૂપતિએ ટેનિસ કોર્ટ પર પોતાની ચપળતાનો પરચો આપી દર્શકોના દિલ જીતી લીધા હતાં જ્યારે સાનિયાએ આ જીત સાથે જ લંડન ઓલમ્પિક માટે વાઈલ્ડ કોર્ટનો પોતાનો દાવો મજબુત બનાવ્યો હતો.

સાનિયા અને ભૂપતિની જોડીએ એક કલાક 10 મિનિટ સુધી ઝઝુમી ફાઈનલ જીતી લીધી હતી. આ અગાઉ સાનિયા-ભૂપતિની જોડી બે વાર ગ્રાંડ સ્લેમ મુકાબલાની ફાઈનલમાં પહોંચી હતી, પરંતુ ટાઈટલ જીતવામાં ક્યારેય સફળતા મળી ન હતી. સાનિયા અને ભૂપતિની જોડીએ સાથે મળીને આ બીજું મિક્સ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું હતું.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથેના અણબનાવને લઈને ગત કેટલાક દિવસ અગાઉ ભાજપની રાષ્ટ્રિય કાર્યકારીણીની બેઠકમાંથી બહાર કરવામાં આવેલા પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય જોષીએ આજે અચાનક રાજીનામું ધરી દેતા ભાજપમાં મોટાપાયે પ્રવર્તતો આંતરીક વિખવાદ ફરી એકવાર સપાટી પર આવ્યો હતો. સંજય જોષીએ કયા કારણોસર ભાજપ સાથે છેડો ફાડ્યો છે તે હવી જાણવા મળ્યું નથી પ્રંતુ પાર્ટીના રાષ્ટ્રિય કાર્યકારીણીની બેઠકમાં મોદીને સામેલ કરવા માટે પોતાના લેવાયેલા ભોગથી તેઓ નારાજ હોવાનું જાણવા મળ્યું હતું.
આ ઉપરાંત સંજય જોષીનો ભાજપ સાથે છોડો ફાડવા પાછળનું બીજું કારણ નરેન્દ્ર મોદીનું પાર્ટીમાં વધતુ જતું કદ પણ જવાબદાર હોવાની ચર્ચા છે. જાહેર છે કે બે દિવસ અગાઉ જ અમદાવાદમાં જોશીના લગાવવામાં આવેલા પોસ્ટરો તત્કાળ ઉતારી લેવામાં આવતા પણ મોદી-જોષી વચ્ચેનો વિવાદ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

સંઘ સાથે ઘનિષ્ઠતા ધરાવતા અને એક સમયે બીજેપીમાં પણ મોટું કદ ધરાવતા સંજય જોષીનું રાજીનામું પાર્ટી અધ્યક્ષ નિતિન ગડકરીએ તત્કાળ સ્વિકારી લેતા પણ અનેક તત્કવિતર્કો સર્જ્યાયા છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ સેક્સ સિડીના વિવાદને લઈને સંજય જોષી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ તેઓ ગત વર્ષે જ ભાજપમાં ફરીથી જોડાયા હતાં.

 પાકિસ્તાને ગઈ કાલે બીજી T20 મૅચમાં શ્રીલંકાને ૨૩ રને હરાવતાં સિરીઝ ૧-૧થી ડ્રો રહી હતી. ગઈ કાલની પાકિસ્તાનની જીતનો હીરો હતો ઑલરાઉન્ડર શાહિદ આફ્રિદી. ૪૬ બૉલમાં એક સિક્સર અને પાંચ ફોર સાથે અણનમ બાવન રનની ઇનિંગ્સ ઉપરાંત ૧૭ રનમાં બે વિકેટ લઈ કરેલા ઑલરાઉન્ડ પફોર્ર્મન્સને લીધે આફ્રિદી મૅન ઑફ ધ મૅચ બન્યો હતો. આમ હવે T20માં સૌથી વધુ ૭ મૅન ઑફ ધ મૅચના અવૉર્ડ આફ્રિદીના નામે છે. અત્યાર સુધી તે ૬ અવૉર્ડ સાથે શ્રીલંકાના સનથ જયસૂર્યા અને ઇંગ્લૅન્ડના કેવિન પીટરસન સાથે સંયુક્ત રીતે લીડમાં હતો. 
ગઈ કાલે ફરી પહેલી મૅચની જેમ જ લો-સ્કોરિંગ મૅચ રહી હતી. પાકિસ્તાને ટૉસ જીતીને પહેલાં બૅટિંગ લીધી હતી. ૪૧ રનમાં ૪ વિકેટ ગુમાવીને ખરાબ શરૂઆત પછી આફ્રિદી અને શોએબ મલિક (૨૭ રન) વચ્ચે ૬૮ રનની પાર્ટનરશિપને લીધે ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૨૨ રન બનાવી શક્યું હતું. જવાબમાં શ્રીલંકા સમયાંતરે વિકેટ ગુમાવતા રહેતાં આખરે ૧૯.૨ ઓવરમાં ૯૯ રનમાં જ લંકા ઑલઆઉટ થઈ ગયું હતું. આફ્રિદી ઉપરાંત કમબૅક-મૅન મોહમ્મદ સમી અને યાસિર અરાફતે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.

જો તમે વિવિધ સંસ્કૃતિ, અનોખું આર્કિટેક્ચર, સમુદ્રી સફર કે ફેંટાસ્ટીક  સ્વીમીંગનો શોખ ધરાવતા હો તો કેરેબિયન ક્રુઝ વેકેશન એક ઉત્તમ પસંદ છે.

ક્રુઝ પર શું કરશો ?

 

  • જો તમે સમુદ્રી મોજા પર તરવાનું સાહસ ધરાવતા હો તો આ સ્થળે તમે ક્રુઝ પરથી સર્ફ બોર્ડ પર સમુદ્રી મોજા પર તરવાની મજા માણી શકો છો.
  • તમે ક્રુઝ પરના પૂલમાં સ્કુબા ડાઈવીંગ કરી શકો છો.
  • સમુદ્ર ની વચ્ચે ક્રુઝ પર ટેબલ ટેનીસ ની મજા કઈક ઓર જ છે .
  • ક્રુઝ ના સ્વીમીંગ પૂલ ડેક પર સંગીત અને ઠંડા પીણા ની મજા સાથે સૂર્ય સ્નાન કરી શકાય છે.
  • જો તમે શોપો-હોલિક છો તો આખું ક્રુઝ તમારા માટે જ છે. તમે ક્રુઝ પર ડયુટી ફ્રી શોપિંગ ની મજા લુંટી શકો છો.
  • ફેમીલી સાથે વિવિધ પોઝ માં ફોટા ઓ લેવા ની તક ચુકી ના જતા.
  • તમે ક્રુઝ પર સવારમાં ફિટનેસ જીમ નો પણ ઉપયોગ કરી શકો છો.

કેરેબિયન ટાપુ પર ની સર્વોત્તમ ક્રુઝ લાઈન રોયલ કેરેબિયન વેકેશન માટે ના ઘણા વિકલ્પો આપે છે. સાત દિવસ નો વ્યક્તિ દીઠ ખર્ચ લગભગ ૨૦૦૦૦ રૂપિયા આવે છે.  

વિશ્વનાથન આનંદ પાંચમી વખત વર્લ્ડ ચેસ ચેમ્પિયન - 5.0 out of 5 based on 1 vote

ભારતીય ગ્રાન્ડમાસ્ટર વિશ્વનાથન આનંદે વર્લ્ડ ચેસમાં પોતાનું કિંગડમ જાળવી રાખતાં બુધવારે ભારે રસાકસી બાદ ઇઝરાયલના બોરિસ ગેલફેન્ડને ટાઈબ્રેકરમાં હરાવીને પાંચમી વખત વર્લ્ડ ચેસ ટાઇટલ જીતી લીધું હતું. આ સાથે આનંદે સળંગ ચોથી વખત વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી હતી.


અહીંના સ્ટેટ ટ્રેટયાકોવ ગેલેરી ખાતે યોજાયેલા મુકાબલામાં બંને વચ્ચેની ૧૨ ગેમને અંતે સ્કોર ૬-૬થી બરાબરી પર રહ્યા બાદ બુધવારે ટાઈબ્રેકરની મદદથી પરિણામ લાવવામાં આવ્યું હતું જેમાં ત્રીજી ગેમ જીતવા ઉપરાંત બાકીની ગેમ ડ્રો કરીને આનંદે અંતે ૨.૫-૧.૫ના સ્કોરથી ટાઈબ્રેકર જંગ જીતી લીધો હતો.


૨૦૦૭ પછી વિશ્વનાથન આનંદે દરેક વર્લ્ડ ચેમ્પિયનશિપના ટાઇટલ જીતેલા છે. આ સફળતાનો અર્થ એ થયો કે કિંગ ઓફ ચેસ આનંદનું વર્લ્ડ ટાઈટલ હવે ૨૦૧૪ સુધી અકબંધ રહેશે.


આનંદની સફળતાનું રહસ્ય તેવી ઝડપી રમત હતી. ઘણી વખત એમ બનતું હતું કે ગેલફેન્ડ પાસે ક્યારેક થોડી સેકન્ડ માંડ બચતી હતી જેની સામે આનંદ  ઘણી મિનિટ બાકી રાખીને મૂવ ચાલી લેતો હતો.


ગેલફેન્ડ વ્હાઇટ મહોરાથી શરૂઆત કરી હતી પરંતુ સેમિસ્લાવ ડિફેન્સ સુધી પહોંચ્યા બાદ આનંદની તરફેણમાં આવી ગઈ હતી. આનંદે ભૂલ કરી હોવા છતાં ગેલફેન્ડ તકનો લાભ લઈ શક્યો ન હતો, કેમ કે તેની પાસે સમય ઓછો પડ્યો હતો. પ્રથમ અને બીજી ગેમ ડ્રો રહ્યા બાદ બંને ખેલાડી સરભર હતા ત્યારે આનંદે ત્રીજી ગેમ જીતી લઈને રોમાંચ પેદા કર્યો હતો. ચોથી ગેમ ડ્રો રહે તો પણ આનંદના ૨.૫ પોઇન્ટ થઈ જાય  અને તે ચેમ્પિયન બની જાય અને બરાબર એમ જ બન્યું હતું. ચોથી ગેમ ડ્રો રહેતા આનંદ સળંગ ચોથી વખત વિશ્વ ચેસનો તાજ જીતી ગયો હતો.

morpinch1