Friday, 09 December 2022 | Login
મોરપીંછ.કોમ - મોરપીંછ.કોમ
મોરપીંછ.કોમ

મોરપીંછ.કોમ

વ્યાસજી કહે છે-રાજન! કોઈ એક સમયે પ્રાણીઓને તેમના કર્મભોગની સજા રૂપે વરસાદ ના થયો. આ અનાવૃષ્ટિથી મનુષ્યો દુ:ખી થઈ ગયા. આવી ભયંકર સ્થિતિમાં બ્રામાણોએ ભેગા થઈને એક એવો ઉત્તમ વિચાર રજૂ કર્યો કે, ગૌતમમુનિ મહાતપસ્વી છે, અત્યારે તે જ આપણું દુ:ખ દૂર કરી શકે છે; તેથી આપણે બધા તેમના આશ્રમ પર જઇયે. તે મુનિ તેમના આશ્રમમાં ભગવતી ગાયત્રીની ઉપાસના કરી રહ્યા છે. આશ્રમમાં બ્રામણોના મોટા સમુદાયને આવેલો જોઈને ગૌતમમુનિએ તેમને પ્રણામ કર્યા. આસન વગેરે ઉપચારોથી તેમણે તે બ્રામાણોનું પૂજન કર્યું. કુશળ સમાચાર પૂછ્યા પછી તેમના આવવાનું કારણ પૂછ્યું. ત્યારે બધા બ્રામાણોએ પોત પોતાનું દુ:ખ તેમને કહ્યું. બ્રામણ સમાજ અત્યંત દુ:ખી હતો. તે બધાના દૂ:ખ જોઈને મુનિએ તેમને અભય આપ્યું અને પછી કહ્યું- વિપ્રો! આ આશ્રમ આપનો જ છે. અત્યારે તમો સૌ તપોધન બ્રામણોના પધારવાથી હું ધન્ય ધન્ય થઈ ગયો છું. જેમના દર્શન માત્રથી પાપો, પુણ્યમાં ફેરવાઇ જાય છે, તે બધા બ્રામણો પોતાની ચરણરજથી આ આશ્રમને પવિત્ર કરી રહ્યા છે. આપના અનુગ્રહથી હું ધન્ય થઈ ગયો છું. સંધ્યા અને જપમાં પારાયણ રહેનારા આપ સર્વો અહી સુખરૂપે નિવાસ કરો.

વ્યાસજી કહે છે-ગૌતમમુનિ આ પ્રમાણે બધા બ્રામાણોને આશ્વાસન આપીને ભક્તિભાવથી ભગવતી ગાયત્રીને પ્રાર્થના કરવા લાગ્યા - 'દેવી' તમને નમસ્કાર હો. તમે મહાવિદ્યા, વેદમાતા, અને પરાત્પર સ્વરૂપીણી છો. વ્યાહતિ આદિ મહામંત્રો અને પ્રણવ ઓમકાર તમારું જ રૂપ છે. માતા! તમે સામ્યવસ્થામાં બિરજો છો. હ્રીંકારરૂપી તમને નમસ્કાર હો. 'સ્વાહા' અને 'સ્વધા' રૂપ! હે સંગરપુરુસાર્થને આપનારા! હે ત્રણ અવસ્થાઓના સાક્ષીરૂપ! હે તુરીય અવસ્થાથી પર સ્વરૂપવાળા! હે સચ્ચિદાનંદરૂપ! હે સર્વ વેદાંત દ્રારા જાણવા યોગ્ય અને સૂર્યમંડળમાં વસનારા! તમને હું નમસ્કાર કરું છું. પ્રાત:કાળે તમે બાળસૂર્ય જેવા રક્તવર્ણવાળા કુમારી, મદયાહનકાળે શ્રેષ્ઢ યુવતી અને સાયંકાળમાં વૃદ્ધારૂપે બિરાજો છો. હું  તમને નિત્ય પ્રણામ કરું છું. સંપૂર્ણ પ્રાણીઓનો ઉદ્ધાર કરનારાં દેવી પરમેશ્વરી! તમે મારા અપરાધને ક્ષમા કરો.' ગૌતમમુનિએ આ પ્રમાણે સ્તુતિ કરવાથી ભગવતી જગદ્મ્બા તેમની સામે પ્રગટ થયા. તેમણે મુનિને એવું પાત્ર આપ્યું જેનાથી સર્વના ભરણ-પોષણની વ્યવસ્થા થઈ શકે. પછી દેવીએ મુનિને કહ્યું, 'મુનિ! તમારે જે વ્સ્તુઓની જરૂર હશે તે તમામ આ પાત્ર આપશે.' આમ કહીને શ્રેષ્ઢ કળા ધારણ કરનારાં દેવી ભગવતી અંતર્ધાન થઈ ગયા.

 રાજન! તે સમયે એ પત્રમાં ઉત્પન્ન થયેલા અનાજના પર્વત જેવા ઢગલા થઈ ગયા. છ પ્રકારના વિવિધ રસ, અનેક પ્રકારનું ધાસ, દિવ્ય આભૂષણો, રેશમી વસ્ત્રો, યજ્ઞોની સામગ્રીઓ   તથા અનેક પ્રકારના પાત્રો દેવીના આપેલા પૂર્ણપટર

જનમેજય દ્વ્રારા અંબાયજ્ઞ તથા દેવિભાગવતનો મહિમા - 5.0 out of 5 based on 2 votes

વ્યાસજી કહે છે-નિષ્પાપ રાજન! તમે જે જે પૂછ્યું હતું, તે બધુ મે તમને કહી સંભળાવ્યુ. આઠમા સ્ક્ધથી માંડીને અહી સુધીનો પ્રસંગ મહાત્મા નારદજીને ભગવાન વિષ્ણુએ કહ્યો છે, તે મે તમને કહ્યો. ભગવતી મહાદેવીનું આ પુરાણ અદભૂત છે. તેને સાંભળીને મનુષ્ય કૃતકૃત્ય થઈ જાય છે;કારણ કે આનાથી દેવી અત્યંત પ્રસન્ન થઈ જાય છે. રાજેન્દ્ર! હવે તમે તમારા પિતાશ્રીના ઉદ્ધાર માટે દેવીયજ્ઞ કરો. સર્વપ્રથમ દેવીના સર્વોતમ મંત્રની દિક્ષા લેવી. વિધિવિધાન સાથે ગ્રહણ કરેલો મંત્ર મનુષ્ય જન્મને સાર્થક કરે છે.

 

Tuesday, 05 July 2011 19:23

લખોટા કિલ્‍લો

આ કિલ્‍લો એક સમયે નવાનગરના મહારાજાનો મહેલ હતો. આજે તે સંગ્રહાલયમાં રૂપાંતરિત થયો છે તે ૯ થી ૧૮ મી સદી દરમિયાનના સ્‍થાપત્‍યનું એક ઉત્તમ ઉદાહરણ છે. તે જામનગરના વિસ્‍તારમાં ફેલાયેલો છે. આ કિલ્‍લો અર્ધવર્તુળાકારમાં બનાવવામાં આવ્‍યો છે. સુરક્ષાકર્મીઓનો શસ્‍ત્રાગાર અને અન્‍ય યુદ્ધ સામગ્રીનો સંગ્રહ થયેલો છે. 

લખોટા મહેલને એક બ્રિજ શહેર સાથે જોડે છે. લખોટાનો કિલ્‍લો કૉથ બાસનની નીચે આવેલ છે. જે શસ્‍ત્રો માટે જાણીતું છે. આ કિલ્‍લો જામનગરના શાહી પરિવારે બનાવેલ હતો. અહિનું મુખ્‍ય આકર્ષણ કુવા છે જેની નીચે આવેલા છિદ્રમાંથી પાણી બહાર નીકળે છે.

Tuesday, 05 July 2011 19:21

પાવાગઢ કિલ્‍લો

આ કિલ્‍લો ઐતિહાસિક બેનમૂન સ્‍થાપત્‍ય કળાનો ઉત્તમ નમૂનો છે. આ કિલ્‍લો ટેકરીની આસપાસ ઘેરાયેલો છે. તે વડોદરા શહેરથી નજીક આવેલો છે. હિન્‍દુ અને જૈનો તેમની ધાર્મિક માન્‍યતાઓને લીધે તેની મુલાકાત લે છે. સુલતાન મહોમ્‍મદ બેગડાએ આ કિલ્‍લાનો નાશ કરેલો. આ કિલ્‍લાનું નવનિર્માણ તેના વંશજોએ કરેલું. તેણે આજનું ચાંપાનેર શહેર વિકસાવ્‍યું હતું.

Sunday, 03 July 2011 19:54

લોથલ

લોથલ એક પુરાતત્‍વીય સ્‍થળ છે. ભૂસ્તર ખોદકામ દરમિયાન લોથલ ખાતેથી જે અવશેષો મળી આવ્‍યા તે સિંધુ સભ્‍યતાની ઓળખ ઊભી કરે છે. ઇ.સ. પૂર્વે ૧૮૦૦-૨૦૦૦ ના સમયગાળા દરમિયાનની સિંધુ સંસ્‍કૃતિની સભ્‍યતા લોથલમાં જોવા મળે છે.

અહીં સિંધુની ખીણના અન્‍ય સ્‍થાપત્‍યો ઉપરાંત શ્રેષ્‍ઠ નગર રચના જોવા મળી છે. વિશ્વની સૌથી જૂની સંસ્‍કૃતિ લોથલની ગણી શકાય. લોથલ ખાતે મળી આવેલા માનવ સભ્‍યતાના અવશેષોમાં રોજીંદા ઘરવપરાશના વાસણો, આભૂષણો ઉપરાંત ઘર-ઉપયોગી ચીજવસ્‍તુઓની રચના તેમજ રહેણાંકોની સ્‍થાપત્‍ય કળા બેનમૂન અને વિસ્‍મયકારક છે. લોથલના રસ્‍તાઓ અને જાહેર સુવિધા-સગવડોનું બાંધકામ બેજોડ છે. આવા પુરાતત્‍વીય મહત્‍વ ધરાવતા સ્‍થળ લોથલ વિશ્વ પ્રવાસીઓ માટે આકર્ષણનું સ્‍થાન બન્‍યું છે.

Sunday, 03 July 2011 19:52

વડનગર

વડનગર તેના સ્‍થાપત્‍યો અને ઐતિહાસિક સ્‍થાનકો માટે જાણીતું છે.

સ્‍થાપત્‍યોમાં વડનગરનું ‘તોરણ’ અને ધાર્મિક સ્‍થાનકમાં હાટકેશ્વર મહાદેવ પ્રખ્યાત છે. વડનગરના શર્મિષ્‍ઠા તળાવના કિનારે શહેરની ઉત્તરે આવેલું ‘તોરણ’ સ્‍થાપત્‍ય અંદાજે ૧૨ મી સદીમાં નિર્માણ પામ્‍યું હતું. તેના નિર્માણમાં લાલ અને પીળા પત્‍થરોનો ઉપયોગ થયો હતો. ૪૦ ફૂટ ઊંચુ અને કોતરણીમાં બેનમૂન એવું આ ‘તોરણ’ સ્‍થાપત્‍ય શહેરના પ્રવેશદ્વારની ઇમારત છે. સોલંકી યુગના શાસન દરમિયાન ગુજરાતના પ્રવેશદ્વાર તરીકે આ સ્‍થાપત્‍ય પ્રચલિત હતું. સિદ્ધપુર ખાતે આવેલા રૂદ્રમહાલય સ્‍થાપત્‍યની કોતરણી - નકશીકામ આ સ્‍મારકને મળતી આવે છે.

૧૭મી સદીમાં શહેરના પ્રવેશની જગા પર હાટકેશ્વર મહાદેવનું સ્‍થાનક નિર્માણ પામ્‍યું હતું. નાગર બ્રાહ્મણોના કુળદેવતા એવા ભગવાન શીવજી સ્‍વયંભૂ અહીં પ્રગટ થયા જે મંદિરના ગર્ભગૃહમાં ‘લીંગ’ સ્‍વરૂપે પ્રતિષ્‍ઠિત કરવામાં આવ્‍યાં. મંદિર ત્રણ ઘુમ્‍મટો ધરાવે છે. દિવાલો અને થાંભલાઓમાં કોતરણી દ્વારા નવગ્રહો, સંગીતકારો અને નૃત્‍યાંગનાઓની પ્રતિકૃતિ કંડારવામાં આવી છે. શિલ્‍પકૃતિઓમાં રામાયણ-મહાભારતના કથાનકની પ્રસ્‍તુતિ કરાઇ છે. ઉપરાંત વન્‍યજીવો અને વન્‍યસૃષ્‍ટિની પ્રતિકૃતિઓ કંડારાઇ છે. આ જગા પર કાશી વિશ્વેશ્વર મહાદેવ પણ આવેલું છે. શહેરમાં સ્‍વામિનારાયણ મંદિર તેમજ જૈન દેરાસરો પણ આવેલાં છે.

Sunday, 03 July 2011 19:51

ધોળાવીરા

ભારતની પૌરાણિક સાત અજાયબીમાંની એક અજાયબી એટલે ધોળાવીરા. ગુજરાતનું પ્રાચીનતમ સમૃદ્ધ નગર એટલે ધોળાવીરા. ગુજરાતના કચ્‍છ જિલ્‍લામાં ધોળાવીરા આવેલું છે. સિંધુ સભ્‍યતાનું પ્રમુખ શહેર કે જેનું સ્‍થાપત્‍ય અને રચના બેનમૂન છે. તેનું નિર્માણ અંદાજે ઇ.સ. પૂર્વે ૨૯૦૦ ના સમયગાળામાં થયું હતું. નગર રચનામાં ઇંટોનો ઉપયોગ કરાયો હતો. ઉપરાંત માનવ જરૂરિયાતની તમામ સુવિધાઓની રરચના આયોજનપૂર્વક કરવામાં આવી હતી. પાણીના સંગ્રહ અને વિતરણની બેનમૂન ગોઠવણ તત્‍કાલિન સમયની દુનિયાની શ્રેષ્‍ઠ રચના-વ્‍યવસ્‍થા ગણાઇ છે.

ચાંપાનેર - પાવાગઢ - 2.5 out of 5 based on 2 votes

વિશ્વ વારસા કાર્યક્રમ અન્‍વયે ચાંપાનેર - પાવાગઢને વિશ્વના અજોડ પુરાતત્‍વીય ઇમારત-સ્‍મારક તરીકે યુનેસ્‍કોએ જાહેર કર્યું છે. રાજ્ય સરકારે ચાંપાનેર - પાવાગઢને પ્રવાસીઓના આકર્ષણના મુખ્‍ય કેન્‍દ્ર તરીકે વિકસીત કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. પ્રવાસના અન્‍ય આકર્ષણોમાં નિમેટાબાગ, આજવા તળાવ, જાંબુઘોડા અભયારણ્ય અને ડભોઇ ને પણ વિકસીત કરવામાં આવ્‍યું છે.

યુનેસ્‍કોના વિશ્વ વારસા કાર્યક્રમ હેઠળ પાવાગઢ સાથે ચાંપાનેર અને માંચીને પુરાતત્‍વીય શ્રેણીને સ્‍થળો-ઇમારતો તરીકે જાહેર કરી છે. આ સ્‍થળનું ઐતિહાસિક મહત્‍વ તે અંદાજે ૧૨૦૦ વર્ષનો ઇતિહાસ અને તેથી પણ વધુ સમયની સંસ્‍કૃતિ બેજોડ છે. પૌરાણિક યુગ રાજપૂત શાસન, મરાઠા ઉપરાંત ઇસ્‍લામની અને બ્રિટિશ શાસનની અસરો અહીંના સ્‍થાપત્‍યો અને ઇમારતોમાં દેખાઇ આવે છે. ૧૫મી સદીમાં રાજા પતઇને હરાવી મુસ્‍લીમ શાસક મહંમદ બેગડાએ આ પ્રદેશ પર પોતાની શાસન ધરા સંભાળી હતી. મહંમદ બેગડાએ તેના શાસનની રાજધાની અમદાવાદથી ખસેડી ચાંપાનેરને બનાવી હતી. ચાંપાનેર પંચમહાલ જવાના મુખ્‍ય પ્રવેશદ્વાર જે વડોદરાથી ૪૬ કિ.મી. ના અંતરે આવેલું છે. આદિવાસી વિસ્‍તાર તરીકે જાહેર થયેલો આ પ્રદેશમાં મુખ્‍ય ‘ભીલ’ જાતિના લોકો વસવાટ કરે છે. આ પ્રદેશના વિકાસ માટે રાજ્ય સરકાર ઉધોગોને રાહત દરે આર્થિક, તકનિકી અને અન્‍ય સુવિધાઓ પુરી પાડે છે.

Sunday, 03 July 2011 19:08

હૃદયકુંજ

ભારતના સ્‍વાતંત્ર્ય સંગ્રામમાં ગાંધીજીની મુખ્‍ય કર્મભૂમિ અમદાવાદ રહી હતી. સાબરમતી આશ્રમ ખાતેના નાના ઓરડામાં ગાંધીજી તેમના વસવાટ દરમિયાન અહીંસાનું આંદોલન અને સ્‍વાતંત્ર્ય ચળવળની પ્રવૃત્તિઓ ચલાવતા હતાં. હૃદયકુંજ તરીકે પ્રચલિત સાબરમતી આશ્રમના આ સ્‍મારકો તેનાં મૂળ બાંધણી મુજબ સચવાયેલું છે. જેમાં ગાંધીજીના દૈનિક કાર્યોની ચીજવસ્‍તુઓ તેમજ તેમની અંગત જીવનોપયોગી વસ્‍તુઓનો સંગ્રહ કરવામાં આવ્‍યો છે જે તેની મૂળ સ્‍થિતિમાં આજની તારીખે પણ સચવાયેલાં છે.

‘હૃદયકુંજ’ વિશ્વ પ્રવાસીઓ માટેનું મુખ્‍ય કેન્‍દ્ર છે. અહીં પ્રવાસીઓ પુસ્‍તકાલય, ગાંધીજીના હસ્‍તલિખિત પત્રો, સ્‍વાતંત્ર્ય સંગ્રામના મૂળ દસ્‍તાવેજો ઉપરાંત ધ્‍વનિ અને પ્રકાશના આયોજનથી સ્‍વાતંત્ર્ય સંગ્રામની હુબહુ ઝાંખી કરાવતો કાર્યક્રમ પ્રવાસીઓ માટે રજૂ કરાય છે. ગાંધીજી દ્વારા નિયમિતપણે કરાતી હૃદયકુંજની પ્રાર્થના આશ્રમના ઇતિહાસનું બેનમૂન સંભારણું છે. આમ સ્‍વાતંત્ર્ય સંગ્રામનું આ પ્રમુખ સ્‍મારક ગાંધીજીએ સ્‍થાપેલા મૂલ્‍યોને સંવર્ધિત અને તેનો પ્રચાર કરતું આઝાદીના જંગનું મૂક સાક્ષી છે.

મહામહીમ રાજ્યપાલ ર્ડા. શ્રીમતી કમલાજીએ જણાવ્યું હતું કે, ગુજરાત સાંસ્કૃતિક અને સામાજિક રીતે સમૃદ્ધ રાજ્ય છે. અહીંના લોકોની ભાઇચારાની ભાવના બેજોડ છે. ઉદ્યોગ અને ધંધામાં પૂરી લગન અને સમર્પણથી ખંતપૂર્વક કામ કરવાની અને એ રીતે પ્રગતિ કરવાની વિશેષતા અનુકરણીય અને સરાહનીય છે. ગુજરાતીઓની આ વિશેષતાએ આ પ્રદેશને લાભાન્વિત કર્યો છે. આજે આ રાજ્ય સ્થાપનાની સુવર્ણ જયંતિની ઐતિહાસિક ઉજવણી કરી રહ્યું છે ત્યારે લોકતંત્ર અને જનપ્રતિનિધિઓની જવાબદારી છે કે તેઓ સામાન્ય નાગરિકોના ઉત્કર્ષ વિષે વિચારે. ભારત દેશ સમગ્ર વિશ્વના માર્ગદર્શક તરીકે ઉભું છે ત્યારે દરેક વ્યક્તિ મજબૂત બને. ગુજરાત એવો પ્રદેશ છે જેના નાગરિકો માનવીય ગુણોથી પરિપૂર્ણ છે. ભારતની પ્રગતિની કૂચમાં ગુજરાત નેતૃત્વ લઇને સૌથી આગળ ચાલી રહ્યું છે.
 
સ્વર્ણિમ ગુજરાત સંસદીય સંકલ્પ પરિષદને અધ્યક્ષસ્થાનેથી સંબોધતાં રાજ્યપાલ ર્ડા. શ્રીમતી કમલાજીએ ગુજરાતના નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, ર૦૧૦નું વર્ષ સહુ માટે સાચા અર્થમાં સ્વર્ણિમ ગુજરાત સાબિત થાય. તેમણે આ ઐતિહાસિક બેઠકને ગરિમાપૂર્ણ ચરણનો આરંભ ગણાવતાં કહ્યું હતું કે, ગુજરાતની સ્થાપનાથી અત્યાર સુધીમાં તમામ મુખ્ય મંત્રીશ્રીઓએ આ પ્રદેશની પ્રગતિ અને વિકાસ માટે અદ્દભૂત અને પ્રસંશનીય કાર્યો કર્યા છે. વિકાસ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, સ્વર્ણિમ ગુજરાતના મુખ્ય મંત્રીશ્રીએ રજૂ કરેલા સંકલ્પને અનુસરીને ગુજરાત આવનારા સમયમાં તેજ ગતિથી વિકાસ પામતા રાજ્ય તરીકે આગળ વધશે. તેમણે આ સંકલ્પ પરિપૂર્ણ થાય અને સંકલ્પને અનુરૂપ મૂળધારાથી આગળ વધવાનું શમણું પુરું થાય એવી શુભકામનાઓ પાઠવી હતી.
 
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વર્ણિમ ગુજરાત સંસદીય સંકલ્પ પરિષદમાં ઉપસ્થિત સહુ મહાનુભાવોને સંકલ્પ લેવડાવ્યો હતો કે, સૌ જનપ્રતિનિધિઓ ગુજરાતના સ્વર્ણિમ જયંતિ વર્ષને એક અદ્વિતીય તક ગણીને રાજ્યનો સર્વાંગી, સાર્વદેશિક સર્વસમાવેશક વિકાસ માટે સમર્પિત થઇએ અને આ સંકલ્પ દ્વારા આપણે શિક્ષિત, સંસ્કારી, સમૃદ્ધ, વૈશ્વિક સિદ્ધિઓથી ઝળહળતા ગુજરાતના નિર્માણનો સંકલ્પ લઇએ.
 
ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા શ્રી શક્તિસિંહજી ગોહિલે મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વર્ણિમ ગુજરાત સંકલ્પના સમર્થનમાં ઉદ્દબોધન કરતાં જણાવ્યું હતું કે, જે ભાવના સાથે સંકલ્પ રજૂ થયો છે તેને મારા પક્ષ વતી હું સમર્થન આપું છું. પ૦ વર્ષના સમયગાળા દરમિયાન અનેક કુદરતી આફતો આવી છે. આ આફતોમાં પણ સાડાપાંચ કરોડ ગુજરાતીઓ અને ગુજરાતની બહાર વસતા એક કરોડ ગુજરાતીઓ સહિત સાડા છ કરોડ ગુજરાતીઓએ જે યોગદાન આપ્યું છે તેમના યશસ્વી યોગદાન માટે તેમણે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, અત્યંત સમૃદ્ધ લોકો અને વંચિતો વચ્ચે સેતુ બનવાનો આપણે સંકલ્પ કરીએ. પક્ષાપક્ષીથી પર ઉઠીને આપણું ગુજરાત યશસ્વી બને તે માટે પ્રયત્નશીલ રહેવાનો આપણે સંકલ્પ કરીએ. ધોળાવીરા અને લોથલની સંસ્કૃતિ દર્શાવે છે કે, અન્ય માનવસમાજ કરતાં ગુજરાતના માનવસમાજનો વિકાસ વધુ હતો. વિકાસ એ ગુજરાતીઓના જીન્સમાં છે. ગુજરાતીઓની આ તાકાતને સ્વર્ણિમ ગુજરાતના વર્ષમાં સૌ સાથે મળીને બળવત્તર બનાવીએ. તેમણે સંકલ્પને હાર્દિક સમર્થન આપીને સફળતા માટેની શુભકામનાઓ પાઠવી હતી.
 
લોકસભાના વિપક્ષના પૂર્વ નેતા અને ગાંધીનગરના સાંસદ શ્રી લાલકૃષ્ણ અડવાણીએ સ્વર્ણિમ ગુજરાત સંસદીય સંકલ્પ પરિષદના સ્વરૂપ અને ઉત્તમ કલ્પના માટે અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, આ વિચાર દેશના બધા પ્રદેશો માટે અનુકરણીય છે. ભારતીય રેલમાં ગુજરાત જ એક એવું રાજ્ય છે જયાં ટીકીટ વિના મુસાફરી કરતા લોકોની સંખ્યા સૌથી ઓછી છે. ગુજરાતની પ્રમાણિકતા અને સંસ્કારોની સરાહના કરતાં તેમણે અહોભાવપૂર્વક જણાવ્યું હતું કે, મેં ગુજરાતને અપનાવ્યું છે તેના કરતાં ગુજરાતે મને વધુ સ્વીકાર્યો છે. ગુજરાતના-ગાંધીનગરના સાંસદ હોવા માટે ગર્વની લાગણી અનુભવતાં તેમણે જણાવ્યું હતું કે, જેમ ર૦મી સદી પશ્ચિમી દેશોની હતી તેમ ર૧મી શતાબ્દી નિશ્ચિત રીતે ભારતની હશે અને આ કલ્પના સાકાર કરવા માટે ગુજરાતે પુરતું આયોજન કર્યું છે. ગુજરાતના તમામ વિધેયકો, તમામ પક્ષના સૌ નેતાઓ અને બધા જ લોકોની આ કલ્પના નિશ્ચિતરૂપે ભારતને દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં અગ્રીમ સ્થાને રજૂ કરશે. શ્રી લાલકૃષ્ણ અડવાણીજીએ મુખ્ય મંત્રીશ્રીના પ્રસ્તાવને અનુમોદન કરીને આ પ્રસ્તાવની ભાવનાથી દેશની અને લોકોની પ્રગતિ થશે તેમ જણાવ્યું હતું.
 
પૂર્વ મુખ્ય મંત્રી શ્રી કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, સ્વર્ણિમ ગુજરાત સંસદીય સંકલ્પ પોતે જ પરિપૂર્ણ છે. આ સંકલ્પ દ્વારા આપણે શિક્ષિત, સંસ્કારી, સમૃદ્ધ અને વૈશ્વિક સિદ્ધિઓથી ઝળહળતા ગુજરાતના નિર્માણનો સંકલ્પ કર્યો છે અને દઢનિશ્ચિય સાથે આપણે એ માટે આગળ વધી રહ્યા છીએ. તેમણે આનંદ વ્યકત કરતાં જણાવ્યું હતું કે, ઉંચુ નિશાન રાખીને આ સંકલ્પમાં આવતીકાલના ગુજરાતના નિર્માણનો નિર્ધાર કરવામાં આવ્યો છે. વિતરણ વિનાની સમૃદ્ધિ અને સમૃદ્ધિ વિનાનું વિતરણ શકય નથી એમ કહીને તેમણે ગુજરાતની સમૃદ્ધિઓનો લાભ ગરીબો અને છેવાડાના લોકો સુધી પહોંચે એવી લાગણી વ્યકત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, લોકભાગીદારી માટે જનચેતના જગાવવી પડશે. માત્ર સંસદસભ્ય કે ધારાસભ્યો જ નહીં પરંતુ લોકશાહી પ્રક્રિયાથી ચૂંટાયેલા તમામ લોકપ્રતિનિધિઓને સંકલ્પબદ્ધ કરીને લોકભાગીદારી માટે ચેતના જગાવવી પડશે. જેમ સરદાર સરોવર નર્મદા યોજના માટે તમામ પક્ષો એક થયા તે રીતે ગુજરાતના અન્ય મહત્ત્વના મુદ્દાઓના ઉકેલ માટે પણ પક્ષાપક્ષીથી પર ઉઠીને સામૂહિક પ્રયત્નો કરવા પડશે. કવિ નર્મદે ‘‘જય જય ગરવી ગુજરાત'' માં ઉલ્લેખ કર્યો છે તે પ્રમાણે ગુજરાતે બીજાને પ્રેમ-ભક્તિની રીત શીખવવાની છે, એમ તેમણે જણાવ્યું હતું.
 
ભૂતપૂર્વ મુખ્ય મંત્રી શ્રી માધવસિંહભાઈ સોલંકીએ સંકલ્પના સમર્થનમાં ઉદ્દબોધન કરતાં જણાવ્યું હતું કે, ‘‘ગરવી ગુજરાત''ની કલ્પના કવિ નર્મદે ૧પ૦ વર્ષ પૂર્વે કરી છે. હિન્દુસ્તાનના નકશામાં ખૂણામાં પડેલા પ્રદેશની ખાસિયત એ છે કે, ભગવાન શ્રીકૃષ્ણને પણ જયારે રાજધાની સ્થાપવાની ઇચ્છા થઇ ત્યારે તેમણે દ્વારકા પર પસંદગી ઉતારી હતી. આઝાદી અપાવનાર પૂ. મહાત્મા ગાંધીની જન્મભૂમિ અને કર્મભૂમિ ગુજરાત રહી. આખા દેશને અખંડ રાખવા પ્રયત્નશીલ સરદાર વલ્લભભાઈ પટેલ પણ ગુજરાતે આપ્યા છે. વિઠ્ઠલભાઈ પટેલ અને પુરૂષોત્તમ ગણેશ માવળંકર જેવા સપૂતો પણ ગુજરાતે આ દેશને આપ્યા છે. ગુજરાતની રજે-રજ, નસે-નસ અને ભૂમિમાં એવા પ્રાણ છે જેનું આપણે ગૌરવ લઇ શકીએ. મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સ્વર્ણિમ ગુજરાત સંકલ્પની ભાવનાને સહકાર આપતાં તેમણે સફળતા ઇચ્છી હતી અને જણાવ્યું હતું કે, ગુજરાત વિકાસના માર્ગે આગળ વધશે.
 
કેન્દ્રીય મંત્રી શ્રી દિનશા પટેલે પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, મહાન રાષ્ટ્રોના નેતાઓ પણ જેમને આદર્શ માને છે તેવા પૂ. મહાત્મા ગાંધીજીના વિચારો સાથે સુસંગતતા કેળવીને તેમણે દર્શાવેલા માર્ગે આગળ ચાલીએ. સુવર્ણ જયંતિની ઉજવણીને તેમણે ઉત્તમ અવસર તરીકે ગણાવી જણાવ્યું હતું કે, નાનામાં નાના માનવીનો વિકાસ કરવાની આપણી જવાબદારી આપણે સૌએ સાથે મળીને સ્વીકારવી પડશે. સત્ય અને સાદગી સાથે વહીવટી સ્વચ્છતા પર તેમણે ભાર મુકતાં જણાવ્યું હતું કે, આપણે ગામડાની જરૂરિયાતો પુરી કરવાનો સંકલ્પ કરીએ. નર્મદા યોજના ઉપરાંત કૃષિ, શિક્ષણ, આરોગ્ય, પીવાના પાણી અને માર્ગો જેવા પ્રશ્નોને વાચા આપવા સૌએ એકતાથી પ્રયત્નો કરવા પડશે.
 
વિધાનસભાના અધ્યક્ષ શ્રી અશોકભાઈ ભટ્ટે બેઠકના આરંભે સ્વાગત ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રના સંસદીય ઇતિહાસમાં ગુજરાતનું એક આગવું ઐતિહાસિક પ્રદાન છે. પૂ. ગાંધી અને સરદારની આ ભૂમિ પર સ્વતંત્રતા પછી લોકશાહીનો ગૌરવવંતો ઇતિહાસ રચાયો, એ ગૌરવના ઇતિહાસમાં આજની આ સંસદીય સંકલ્પ પરિષદ એક સોનેરી પ્રકરણ ઉમેરે છે. આઝાદી પૂર્વે પ્રાંતિક ધારાસભાના પ્રથમ અધ્યક્ષ સ્વ. શ્રી વિઠ્ઠલભાઈ પટેલ અને આઝાદી બાદ લોકસભાના પ્રથમ અધ્યક્ષ શ્રી દાદાસાહેબ માવળંકર પણ ગુજરાતના હતા. આ પ્રસંગે પૂજનીય રવિશંકર મહારાજને પણ યાદ કરીને તેમણે જણાવ્યું કે, તેઓએ આ રાજ્યની પ્રથમ જીવરાજ મહેતા સરકારની શપથવિધિ વખતે ગાંધી આશ્રમમાં હૃદયકુંજ ખાતે પ્રતિજ્ઞા લેવડાવી હતી કે, ‘‘મારી સરકાર શોષણની નહીં પોષણની બનશે''. ગુજરાતના પાંચ દાયકાના ઇતિહાસમાં આ સભાગૃહમાં ઉપસ્થિત લોક પ્રતિનિધિઓએ જે સંસદીય ઇતિહાસ રચીને ગુજરાતની યશ કિર્તી વધારી છે તે સૌની વંદનાનો આજે દિવસ છે.
 
શ્રી અશોકભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, ર૦૧૦ની આ પહેલી તારીખે આપણે સૌ ગુજરાતના ઇતિહાસની સોનેરી ક્ષણોમાં મળી રહ્યા છીએ. પ૦ વર્ષની મજલ કાપી અને ૧લી મે, ર૦૧૦ના રોજ ગુજરાત પ૦ વર્ષનું થવાનું છે તે વર્ષના પહેલા દિવસે ગુજરાતના નીતિ નિર્ધારક જનપ્રતિનિધિઓની આ સભા એક રીતે લોકતાંત્રિક પરંપરાઓમાં અનોખી છે. દુનિયાના ઇતિહાસમાં પ્રજાનો અવાજ રજૂ કરતા પ્રતિનિધિઓ જયારે એક સાથે સંકલ્પ કરે છે, ત્યારે અદ્વિતીય પરિણામો મળ્યા છે. આ પરિષદનું ગૌરવ એ છે કે, પૂર્વ મુખ્ય મંત્રીશ્રીઓ, પૂર્વ અધ્યક્ષશ્રીઓ, કેન્દ્રીય મંત્રીમંડળના સન્માનીય સભ્યશ્રીઓ અને ભારતની રાજનીતિના ટોચના નેતાઓ અડવાણીજી અને જેટલીજીએ ઉપસ્થિત રહીને આ પરિષદનું ગૌરવ વધાર્યું છે.
 
સ્વર્ણિમ ગુજરાત સંસદીય સંકલ્પ પરિષદનો વિચારબીજ મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણને સૌને આપ્યો એમ કહીને શ્રી અશોકભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, ગુજરાતના લોકપ્રતિનિધિઓએ ગુજરાતની વિરાટ જનશક્તિને વંદના કરવાની આ ઘડી છે. ગુજરાતની જનશક્તિમાં રહેલી નિર્ણયશક્તિ, સંકલ્પ શક્તિનું સ્વાગત કરીએ અને આવતીકાલના સુખી ગુજરાત, સમૃદ્ધ ગુજરાત, સંસ્કૃત ગુજરાત અને સુરક્ષિત ગુજરાતના નિર્માણ માટે આપણે એક સ્વર, એક સુર, એક લય અને એક ધ્્યેયનો માર્ગ અપનાવીએ.
 
ભારતના પૂર્વ પ્રધાન મંત્રી શ્રી અટલબિહારી વાજપેઇ, કેન્દ્રીય મંત્રી શ્રી પ્રણવ મુખરજી અને શ્રી અહેમદભાઈ પટેલે આ પરિષદને શુભકામનાઓ પાઠવી હતી. અધ્યક્ષ શ્રી અશોકભાઈ ભટ્ટે આ મહાનુભાવોના શુભેચ્છા સંદેશાઓનું પઠન કર્યું હતું.
 
ગુજરાતના પ૦ વર્ષના ઇતિહાસમાં જે મહાનુભાવોએ યોગદાન આપ્યું છે તેની ગાથા વર્ણવતી ‘સ્વર્ણીમ ગુજરાત સંસદીય સ્મૃતિકા-ર૦૧૦' રાજ્ય વિધાનસભાગૃહ દ્વારા તૈયાર કરવામાં આવી છે. રાજ્યપાલશ્રી ર્ડા. કમલાજીએ અને મહાનુભાવોએ આ સ્મૃતિકાનું વિમોચન કર્યું હતું. સ્વર્ણિમ ગુજરાત વર્ષ દરમિયાન યોજાનારા કાર્યક્રમો અને સુવર્ણજયંતિ વર્ષની ઉજવણીનો ઉદ્દેશ દર્શાવતી દશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિ પણ આ પ્રસંગે રજૂ કરવામાં આવી હતી.
 
સમારોહના પ્રારંભે મહાનુભાવોએ આજીવન વંદનીય પૂ. મહાત્મા ગાંધીજી, પ્રેરણા પુરૂષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ, પૂ. રવિશંકર મહારાજ અને મહાગુજરાતના પ્રણેતા પૂ. ઇન્દુલાલ યાજ્ઞિકની તસવીરોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
 
આ પ્રસંગે મંચ પર રાજ્યસભાના વિપક્ષના નેતા શ્રી અરૂણ જેટલી, કેન્દ્રીય મંત્રીઓ શ્રી દિનશા પટેલ, શ્રી ભરતસિંહ સોલંકી અને ર્ડા. તુષારભાઈ ચૌધરી ઉપરાંત ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી પરસોત્તમભાઈ રૂપાલા અને પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ ઉપસ્થિત હતા.

morpinch1