Wednesday, 29 March 2023 | Login

કવિતાઓ (7)

 

Latest News

મોરપીંછાંમાં હાથ ઝબોળ્યો

Sunday, 24 July 2011 15:26 Written by

 

આખો જન્મારો ફૂંક્યો છે
કેદારો ગીરવે મૂક્યો છે

જળમાં એવું શું કે જળ પર -
નભનો ઓછાયો ઝૂક્યો છે ?

ભરચક ભીડે ઊભી નીરખું
કોને કાજ સમય રૂક્યો છે ?

મોરપીંછાંમાં હાથ ઝબોળ્યો,
ત્યાર પછીથી નિત ટહુક્યો છે

ખોબો પીવા ક્યાં જઈ ધરીએ ?
પાતાળ-કૂવો પણ ડૂક્યો છે

- મનોજ ખંડેરિયા

Popular News

  આખો જન્મારો ફૂંક્યો છે કેદારો ગીરવે મૂક્યો છે જળમાં…
વાંસળીના મધુર સૂર થી ઘાયલ થયેલી રાધાની વાત સખી, તું…
ખારું કશું ન હોય તો ખાઈ બતાવ તું,ખારું જ બધું…
ડાળે કોયલને બેસાડીનેપીપળો કોરસમાં ગાય છે. મંદ મંદ પવન લહેરાય,અને…

એકવાર શ્યામ તારી મોરલી વગાડી દે

Saturday, 09 July 2011 17:55 Written by

એકવાર શ્યામ તારી મોરલી વગાડી દે,

ગોકળિયું ગામ તું ડુબાડી દે,

એવી ચારેકોર ઝંખના જગાવી દે.

 

અડધું બપોર મારી આંખો લઈ ગોકળિયું ગોતે,

તું ક્યાંય નજર ના આવે,

આખીયે રાત ધૂળ ધૂળ થઈ,

ગોકુળની ગાયોની હડીઓ કઢાવે.

 

એકવાર પગલી તું ગોકુળમાં પાડી દે,

ગોકળિયું ગામ તું ડુબાડી દે,

એવી ચારેકોર ઝંખના જગાવી દે.

 

મોરપીંછ મોકલવું ક્યાંય નહી હોય તે,

માથે મૂકીને તું હાલજે,

રાધાને દીધેલો કોલ પેલો,

વાંસળી વગાડવાનો આખર તો પાળજે,

 

એકવાર એટલી ઉદારતા બતાવી રે,

ગોકળિયું ગામ તું ડુબાડી દે,

એવી ચારેકોર ઝંખના જગાવી દે.

 

શબ્દો – મહેશ શાહ

મોરપીંછ

Saturday, 09 July 2011 17:46 Written by

દ્વારકાના મહેલ મહીં જાદવરાય,
દર્પણમાં દેખતા કાનજી થાય.
રંગમહેલે ટોચ પે બેસીને મોરલો,
નાનું શું મોરપીંછ ખેરવી જાય.

કૃષ્ણ સંગીત - 2.5 out of 5 based on 2 votes

કૃષ્ણ સંગીત

Saturday, 09 July 2011 17:42 Written by

વાંસલડી ડોટ કોમ

મોરપીંછ ડોટ કોમ

ડોટકોમ વ્રુંદાવન આખું..

 

મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ છે

કે કયા કયા નામ એમાં નાખું?

ધારો કે મીરાબાઇ ડોટકોમ રાખીએ તો,

રાધા રિસાય એનું શું?

 

વિરહી ગોપીનું ગીત

એંટર જો કરીએ તો

ફલોપી ભીંજાય એનું શું?

 

આ પ્રેમ કેરી ડીસ્કમાં છે,

એવી એવી વાનગી.

કોને છોડું ને કોને ચાખું?

 

ગીતાજી ડોટ કોમ ..

આટલું ઉકેલવામાં

ઉકલી ગઇ ખંડિત ની જાત,

જાત આખી બળે..તો યે ભાન ન રહે,

એ જ માણી શકે પૂનમની રાત…

તુલસી,કબીર,સૂર, નરસૈયો થઇએ તો

ઉકલે છે કંઇ ઝાંખુ ઝાંખુ..

 

એ જ ફક્ત પાસવર્ડ મોકલી શકે,

જેની સ્ક્રીન પર નાચે છે શ્યામ ..

એને કો’વાઇરસ ભૂંસી શકે શું?

જેના ચીર પૂરી આપે ઘનશ્યામ..

ઇંટરનેટ પર એ આવે થનગનતો

મારી વીંડો કદી યે ન વાસુ.

કૃષ્ણ દવે.

ખારું કશું ન હોય તો…

Monday, 04 July 2011 19:45 Written by

ખારું કશું ન હોય તો ખાઈ બતાવ તું,
ખારું જ બધું હોય તો બીજું બનાવ તું.

અજવાળું નથી ઓરડે, બિલ ભર્યું ન’તુ,
કેન્ડલ લાઈટમાં જમીશું, બસ અહીં આવ તું.

પહેરવા કંઈ છે જ નહિ, ઓઢ્યું પણ કંઈ નથી,
તિબેટીયન માર્કેટ ખુલ્લું છે, પૈસા મોકલાવ તુ.

ઠોલાએ ઉભો રાખ્યો ત્યારે તારો એસ.એમ.એસ. જોયો,
“આગળની ચોકડીએ ઠોલો છે, બચી ને ચલાવ તુ.”

‘સાક્ષર’ હોવાનો ભ્રમ દાક્તરે આટલું કહી તોડ્યો,
“વાંચવું જો હોય તો ચશ્માં ના નંબર કઢાવ તુ”

- સાક્ષર

કુદરતી કોક-સ્ટુડીયો - 1.0 out of 5 based on 1 vote

કુદરતી કોક-સ્ટુડીયો

Sunday, 03 July 2011 17:07 Written by

ડાળે કોયલને બેસાડીને
પીપળો કોરસમાં ગાય છે.

મંદ મંદ પવન લહેરાય,
અને વાંસળી સંભળાય છે.

ડાળ પરના પાંદડા સળવળે,
અને અનોખો તાલ સર્જાય છે.

આમજ તો કોયલ, પીપળો,
પવન ને પાંદડાનું બેન્ડ રચાય છે.

ડાળેથી કોયલ ઉડી ગઈ અને,
પીપળો એકલો બઘવાય છે.

- સાક્ષર

morpinch1