વાંસલડી ડોટ કોમ મોરપીંછ ડોટ કોમ ડોટકોમ વ્રુંદાવન આખું.. મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ છે કે કયા કયા નામ એમાં નાખું? ધારો કે મીરાબાઇ ડોટકોમ રાખીએ તો, રાધા રિસાય એનું શું? વિરહી ગોપીનું ગીત એંટર જો કરીએ તો ફલોપી ભીંજાય એનું શું? આ પ્રેમ કેરી ડીસ્કમાં છે, એવી એવી વાનગી. કોને છોડું ને કોને ચાખું? ગીતાજી ડોટ કોમ .. આટલું ઉકેલવામાં ઉકલી ગઇ ખંડિત ની જાત, જાત આખી બળે..તો યે ભાન ન રહે, એ જ માણી શકે પૂનમની રાત… તુલસી,કબીર,સૂર, નરસૈયો થઇએ તો ઉકલે છે કંઇ ઝાંખુ ઝાંખુ.. એ જ ફક્ત પાસવર્ડ મોકલી શકે, જેની સ્ક્રીન પર નાચે છે શ્યામ .. એને કો’વાઇરસ ભૂંસી શકે શું? જેના ચીર પૂરી આપે ઘનશ્યામ.. ઇંટરનેટ પર એ આવે થનગનતો મારી વીંડો કદી યે ન વાસુ. કૃષ્ણ દવે.
કૃષ્ણ સંગીત - 2.5 out of 5 based on 2 votes
Leave a comment
Make sure you enter all the required information, indicated by an asterisk (*). HTML code is not allowed.