Wednesday, 23 January 2019 | Login
તું લખ મને……!

તું લખ મને……!

વાંસળીના મધુર સૂર થી ઘાયલ થયેલી રાધાની વાત સખી, તું લખ મને,
વૃંદાવન માં રમેલા જીવનરાસની મધુર સ્મૃતિની વાત સખી, તું લખ મને.

ચાંદની રાતે ચાંદ ને મળવા આવેલા તારાઓ ની વાત સખી, તું લખ મને,
દરિયા ની જેમ તારા મનમાં ઊછળતા મોજાની વાત સખી,તું લખ મને.

લાગણી માં વલોવાતા તારા નાજુક હ્રદય ના સ્પંદનની વાત સખી, તું લખ મને, 
કોકીલ ના કલશોર અને મોરના ટહુકા અને નૃત્યની વાત સખી, તું લખ મને. 

વાદળો ના ગડગડાટ અને મેઘના મદમસ્ત તોફાનની વાત સખી, તું લખ મને ,
વીજળીના ચમકારા અને આકાશ માં મેઘધનુષી રંગોળીની વાત સખી, તું લખ મને.

પંખીની જેમ ઉડ્યાની અને પાંપણ માં સપના સજાવ્યાની વાત સખી, તું લખ મને , 
પર્વતો માં ઘુમ્યાની,સરિતા માં સર્યાની અને વનરાજી માં ભમ્યાની વાત સખી, તું લખ મને.
-નિપુણ ચોકસી 

000
Read 1324 times Last modified on Tuesday, 22 May 2012 18:38
Rate this item
(0 votes)

Leave a comment

Make sure you enter all the required information, indicated by an asterisk (*). HTML code is not allowed.

morpinch1