પાકિસ્તાને ગઈ કાલે બીજી T20 મૅચમાં શ્રીલંકાને ૨૩ રને હરાવતાં સિરીઝ ૧-૧થી ડ્રો રહી હતી. ગઈ કાલની પાકિસ્તાનની જીતનો હીરો હતો ઑલરાઉન્ડર શાહિદ આફ્રિદી. ૪૬ બૉલમાં એક સિક્સર અને પાંચ ફોર સાથે અણનમ બાવન રનની ઇનિંગ્સ ઉપરાંત ૧૭ રનમાં બે વિકેટ લઈ કરેલા ઑલરાઉન્ડ પફોર્ર્મન્સને લીધે આફ્રિદી મૅન ઑફ ધ મૅચ બન્યો હતો. આમ હવે T20માં સૌથી વધુ ૭ મૅન ઑફ ધ મૅચના અવૉર્ડ આફ્રિદીના નામે છે. અત્યાર સુધી તે ૬ અવૉર્ડ સાથે શ્રીલંકાના સનથ જયસૂર્યા અને ઇંગ્લૅન્ડના કેવિન પીટરસન સાથે સંયુક્ત રીતે લીડમાં હતો.
ગઈ કાલે ફરી પહેલી મૅચની જેમ જ લો-સ્કોરિંગ મૅચ રહી હતી. પાકિસ્તાને ટૉસ જીતીને પહેલાં બૅટિંગ લીધી હતી. ૪૧ રનમાં ૪ વિકેટ ગુમાવીને ખરાબ શરૂઆત પછી આફ્રિદી અને શોએબ મલિક (૨૭ રન) વચ્ચે ૬૮ રનની પાર્ટનરશિપને લીધે ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૨૨ રન બનાવી શક્યું હતું. જવાબમાં શ્રીલંકા સમયાંતરે વિકેટ ગુમાવતા રહેતાં આખરે ૧૯.૨ ઓવરમાં ૯૯ રનમાં જ લંકા ઑલઆઉટ થઈ ગયું હતું. આફ્રિદી ઉપરાંત કમબૅક-મૅન મોહમ્મદ સમી અને યાસિર અરાફતે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.
About Author
Latest from મોરપીંછ.કોમ
Leave a comment
Make sure you enter all the required information, indicated by an asterisk (*). HTML code is not allowed.