શ્રીલંકા સામે પાંચ વન-ડે અને એક ટ્વેન્ટી૨૦ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં અપેક્ષા પ્રમાણે વિરેન્દ્ર સેહવાગ અને ઝહિરખાનની વાપસી થઈ છે. ઈજાને કારણે સેહવાગ અને ઝહિરનો એશિયા કપમાં રમ્યા ન હતા. જ્યારે બીજી તરફ હાલમાં જ રાજ્યસભાના સભ્ય બનેલા સચિન તેંડુલકરે શ્રીલંકા પ્રવાસમાં ન જવાનો નિર્ણય કર્યા છે.
ઓલરાઉન્ડ ખેલાડી રવિન્દ્ર જોડેજાને પડતો મુકવાનો નિર્ણય આચંકો આપે તેવો છે. આઈપીએલમાં શાનદાર પ્રદર્શન છતા જાડેજાને પડતો મુકાયો છે. જાડેજા ઉપરાંત ઈરફાન પઠાણ, યુસુફ પઠાણ અને પ્રવિણકુમારને પણ પડતા મુકવામાં આવ્યા છે. ત્રણેય ગુજરાતી ખેલાડીને પડતા મુકવામાં આવ્યા હતા. ઘણા સમય બાદ ભારતીય ટીમ કોઈ ગુજરાતી ખેલાડી વગર મેચ રમશે. અજિન્કિય રહાણે અને પ્રજ્ઞાાન ઓઝા અને ઉમેશ યાદવનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
વર્લ્ડકપ ૨૦૧૧ બાદ ફક્ત બે જ વન-ડે શ્રેણી રમેલા સચિન તેંડુલકરને આરામ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલમાં જ રાજ્યસભાના સભ્ય બનેલા સચિને શ્રીલંકા પ્રવાસમાં જવા માટે અનિચ્છા દર્શાવી હતી. સચિનના સ્થાને ત્રીજા ઓપનર તરીકે અજિન્કિય રહાણેનો સમાવેશ કરવામાં આવ્યો છે. રહાણેએ આઈપીએલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
ભારતીય ટીમ : મહેન્દ્રસિંહ ધોની (કેપ્ટન), વિરાટ કોહલી (વાઈસ કેપ્ટન), ગૌતમ ગંભીર, રોહિત શર્મા, સુરેશ રૈના, મનોજ તિવારી, વિરેન્દ્ર સેહવાગ, અજિન્કિય રહાણે, આર.અશ્વિન, વિનયકુમાર, રાહુલ શર્મા, અશોક ડિન્ડા, પ્રજ્ઞાન ઓઝા, ઝહિરખાન, ઉમેશ યાદવ.
000