
મોરપીંછ.કોમ
હનુમાન ચાલીસા
|| દોહા ||
શ્રી ગુરુચરણ સરોજ રજ,
નિજ મન મુકુર સુધારિ |
બરનઉં રઘુબર બિમલ જસુ,
જો દાયકુ ફલ ચારિ ||
બુધ્ધિ હિન તનુ જાનિ કે
સૂમિરૌ, પવન કુમાર |
બલ, બુધ્ધિ, વિદ્યાદેહુ મોહિ,
હરહુ કલેસ બિકાર ||
જય હનુમાન જ્ઞાન ગુન સાગર |
જય કપીશ તિહુ લોક ઉજાગર ||
રામદૂત અતુલિત બલ ધામા |
અંજનિ પુત્ર પવનસુત નામા ||
મહાબીર બિક્રમ બજરંગી |
કુમતિ નિવાર સુમતિ કે સંગી ||
કંચન બરન બિરાજ સુબેસા |
કાનન કુંડલ કુંચિત કેસા ||
હાથ વજ્રા ઔર ધ્વજા બિરાજૈ |
કાંધે મુંજ જનેઉં સાજે ||
શંકર સુવન કેસરી નંદન |
તેજ પ્રતાપ મહા જગ બંદન ||
વિદ્યાવાન ગુની અતિ ચાતુર |
રામ કાજ કરિબે કો આતુર ||
પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા |
રામ લખન સીતા મન બસિયા ||
સુક્ષ્મ રુપ ધરિ સિયહિં દિખાવા |
બિકટ રુપ ધરી લંક જરાવા ||
ભીમરુપ ધરિ અસુર સંહારે |
રામચંદ્ર કે કાજ સંવારે ||
લાય સજીવન લખન જિયાયે |
શ્રી રઘુબિર હરષિ ઉર લાયે ||
રઘુપતિ કીન્હીં બહુત બડાઈ |
તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાઈ ||
સહસ્ર બદન તુમ્હરો જસ ગાવૈ |
અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈ ||
સનકાદિક બ્રહ્માદિ મુનીસા |
નારદ સારદ સહિત અહિસા ||
જમ કુબેર દિગપાલ જહાં તે |
કબિ કોબિદ કહિ સકે કહાં તે ||
તુમ ઉપકાર સુગ્રીવહીં કીન્હાં |
રામ મિલાય રાજપદ દીન્હાં ||
તુમ્હરો મંત્ર બિભીષન માના |
લંકેશ્વર ભયે સબ જગ જાના ||
જુગ સહસ્ર જોજન પર ભાનુ |
લીલ્યો તાહિ મધુર ફલ જાનુ ||
પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહીં |
જલધિ લાંધી ગયે અચરજ નાહીં ||
દુર્ગમ કાજ જગત કે જેતે |
સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ||
રામ દુઆરે તુમ રખવારે |
હોત ન આજ્ઞા બિનુ પૈસારે ||
સબ સુખ લહૈ તુમ્હારી સરના |
તુમ રક્ષક કાહુ કો ડરના ||
આપન તેજ સમ્હારૌ આપે |
તીનો લોક હાંક તે કાંપે ||
ભુત પિશાચ નિકટ નહિં આવૈ |
મહાવીર જબ નામ સુનાવૈ ||
નાસે રોગ હરે સબ પીરા |
જપત નિરંતર હનુમંત બિરા ||
સંકટ સે હનુમાન છુડાવૈ |
મન કર્મ બચન ધ્યાન જો લાવૈ ||
સબ પર રામ તપસ્વી રાજા |
તિન કે કાજ સકલ તુમ સાજા ||
ઔર મનોરથ જો કોઈ લાવે |
સોઈ અમિત જીવન ફલ પાવે ||
ચારો જુગ પરતાપ તુમ્હારા |
હૈ પ્રસિધ્ધ જગત ઉજીયારા ||
સાધુ સંત કે તુમ રખવારે |
અસુર નિકંદન રામ દુલારે ||
અષ્ટ સિધ્ધિ નૌ નિધિ કે દાતા |
અસ બર દીન જાનકી માતા ||
રામ રસાયન તુમ્હરે પાસા |
સદા રહો રઘુપતિ કે દાસા ||
તુમ્હરે ભજન રામકો પાવે |
જનમ જનમ કે દુઃખ બિસરાવૈ ||
અન્ત કાલ રઘુબર પુર જાઈ |
જહાં જન્મ હરી ભકત કહાઈ ||
ઔર દેવતા ચિત ન ધરઈ |
હનુમંત સેઈ સર્વ સુખ કરઈ ||
સંકટ કટે મિટૈ સબ પીરા |
જો સુમિરૈ હનુમંત બલવીરા ||
જય, જય, જય, હનુમાન ગોસાઈ |
કૃપા કરહુ ગુરુ દેવકી નાઈ ||
જો સતબાર પાઠ કર કોઈ |
છુટહિ બન્દિ મહા સુખ હોઈ ||
જો યહ પઢૈ હનુમાન ચાલીસા |
હોય સિધ્ધિ સાખી ગૌરીસા ||
તુલસીદાસ સદા હરિ ચેરા |
કીજે નાથ હદય મહં ડેરા ||
પવન તનય સંકટ હરન
મંગલ મૂરતિ રુપ | રામલખનસીતા સહિત હૃદય બસહુ સુરભૂપ ||
|| સિયાવર રામચંદ્ર કી જય ||
|| રમાપતિ રામચંદ્ર કી જય ||
|| પવનસૂત હનુમાન કી જય ||
|| ઉમાપતિ મહાદેવ કી જય ||
|| બ્રિન્દાવન કૃષણચંદ્ર કી જય ||
|| બોલો ભાઇ સબ સંતન કી જય ||
શિક્ષાપત્રી
હું જે તે મારા હદયને વિષે શ્રીકૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું. તે શ્રી કૃષ્ણ કેવા છે તો જેના ડાબા પડખાને વિષે રાધિકાજી રહ્યાં છે અને જેના વક્ષઃસ્થળને વિષે લક્ષ્મીજી રહ્યાં છે અને વૃંદાવનનેવિષે વિહારના કરનારા છે. (૧)
અને વૃતાલય ગામન. વિષે રહ્યાં એવા સહજાનંદસ્વામી જે અમે તે અમે જેતે નાના પ્રકારના જે સર્વે દેશ તેમને વિશે રહયા એવા જે અમારા આશ્રિત સર્વે સત્સંગી તે પ્રત્યે શિક્ષાપત્રીને લખિએ છીએ. (૨)
શ્રી ધર્મદેવ થકી છે જન્મ જેમનો એવા જે અમારા ભાઇ રામપ્રતાપજી ઇચ્છારામજી તેમના પુત્ર જે અયોધ્યાપ્રસાદ નામે અને રઘુવીર નામે (જેને અમે અમારા દત્તપુત્ર કરીને સર્વે સત્સંગીના આચાર્યપણાને વિષે સ્થાપન કર્યા છે) (૩)
તથા અમારા આશ્રિત એવા જે મુકુંદાનંદ આદિક નૈષ્ઠીક બ્રહ્મચારી તથા અમારા આશ્રિત જે મયારામ ભટ્ટ આદિક ગૃહસ્થ સંત્સંગી (૪)
તથા અમારે આશ્રિત જે સુવાસિની અને વિધવા એવી સર્વે બાઇઓ તથા મુશતાનંદ આદિક જે સર્વે સાધુ (પ)
એ સર્વે તેમણે પોતાના ધર્મની રક્ષાના કરનારા અને શાસ્ત્રનેવિશેષે પ્રમાણરુપ અને શ્રીમન્નારાયણની સ્મૃતિએ સહિત એવા જે અમારા રુડા આશિર્વાદ તે વાંચવા (૬)
અને આ શિક્ષા પત્રી લખ્યાનું જે કારણ છે તે સર્વે તેમણે એકાગ્ર મને કરીને ધારવું અને આ શિક્ષાપત્રી જે અમે લખી છે તે સર્વેના જીવનું હિત કરનારી છે. (૭)
અને શ્રીમદ્દ ભાગવત પુરાણ આદિક જે સતશાસ્ત્ર તેમણે જીવનના કલ્યાણને અર્થે પ્રતિપાદન કર્યા એવા જે અહિંસા આદિક સદાચાર તેમને જે મનુષ્ય પાળે છે તે મનુષ્ય આ લોકને પરલોકને વિષે મહાસુખિયા થાય છે. (૮)
અને તે સદાચારનું ઉલ્લંઘન કરીને જે મનુષ્ય પોતાના મનમાં આવે તેમ વર્તે છે તેતો કુબુધ્ધિવાળા છે અને આ લોકને પરલોકને વિષે નિશ્ર્ચે મોટો કષ્ટને જ પામે છે. (૯)
તે માટે અમારા શિષ્ય એવા જે તમે સર્વે તેમણે તો પ્રીતિએ કરીને આ શિક્ષાપત્રીને અનુસરીને જ નિરંતર આવધાનપણે વર્તવું (પણ આ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને વર્તવું નહિં) (૧૦)
(હવે જે વતર્યાની રીત કહી છીએ જે) અમારા જે સત્સંગી તેમણે કોઇપણ જીવ પ્રાણિમાત્રની પણ હિંસા ન કરવી અને જાણીને તો ઝીણા એવા જૂ, માંકડ, ચાચંડ, આદિક જીવ તેમની પણ હિંસા કયારેય ન કરવી (૧૧)
અને દેવતા અને પિતૃ તેમના યણને અર્થે પણ બકરાં, મૃગલા, સસલાં, માંછલા, આદિક કોઇ જીવની હિંસા ન કરવી કેમ જે અહિંસા છે તેજ મોટો ધર્મ છે એમ સર્વ શાસ્ત્રોમાં કહ્યું છે (૧૨)
અને સ્ત્રી, દ્રવ્ય અને રાજય જેની પ્રાપ્તિને અર્થે પણ કોઇ મનુષ્યની હિંસા તો કોઇ પ્રકારે કયારેય પણ ન કરવી (૧૩)
અને આત્મઘાત તો તીર્થને વિષે પણ ન કરવો ને ક્રોધ કરીને ન કરવો અને કયારેય કોઇ અયોગ્ય આચરણ થઇ જાય તે થકી મૂંઝાઇને પણ આત્મઘાત ન કરવો અને ઝેર ખાઇને
તથા ગળે ટુંપો ખાઇને તથા કુવે પડીને તથા પર્વત ઉપરથી પડીને ઇત્યાદી કોઇ રીતે આત્મઘાત ન કરવો. (૧૪)
અને જે માંસ છે તે તો યણનું શેષ હોય તો પણ આપત્કાળમાં પણ કયારેય ન ખાવું અને ત્રણ પ્રકારની સુરા અને અગીયારસ પ્રકારનું મધ તે દેવતાનું નૈવેધ્ય હોય તો પણ ન પીવું (૧પ)
અને કયારેક પોતાથી કાંઇક અયોગ્ય આચરણ થઇ ગયું હોય અથવા કોઇ બીજાથી. અયોગ્ય આચરણ થઇ ગયું હોય તો શસ્ત્રાદિકે કરીને અથવા ક્રોધે કરીને પણ પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું (૧૬)
અને ધર્મ કરવાને અર્થે (ધર્મ કાર્યને માટે)પણ અમારા સત્સંગીએ કોઇપણ ચોરીનું કાર્ય ન કરવું અને ધણિયાનું જે કાષ્ઠ પુષ્પ આદિક વસ્તુ તે તેના ધણીની આજ્ઞા વિના ન લેવું (૧૭)
અને અમારા આશ્રિત જે પુરુષ તથા સ્ત્રીઓ તેમણે વ્યભિચાર ન કરવો. અને જુગટું આદિક જે વ્યસન તેનો ત્યાગ કરવો અને ભાંગ, ભફર, માજમ, ગાંજો, એ આદિક જે કેફ કરનારી વસ્તુ તે ખાવી નહીં અને (પીવી પણ નહીં) (૧૮)
અને જેના હાથનું રાંધેલુ અન્ન તથા જેના પાત્રનું જળ તે ખપતું ન હોય તેનું રાંધેલુ અન્ન તથા તેના પાત્રનું જળ તે શ્રીકૃષ્ણભગવાનની પ્રસાદી ચરપામૃતના મહાત્મ્યે કરીને પણ જગન્નાથપુરી વિના અન્ય સ્થાનકને વિષે ગ્રહણ ન કરવું (અને જગન્નાથપુરીને વિષે જગન્નાથજીનો પ્રસાદ લેવાય તેનો દોષ નથી) (૧૯)
અને પોતાના સ્વાર્થની સિધ્ધિને અર્થે પણ કોઇના પર મિથ્યા અપવાદ આરોપણ ન કરવો અને કોઇને ગાળ તો કયારેય નદેવી (૨૦)
અને દેવતા, તીર્થ, બ્રાહ્મણ, પતિવ્રતા, સાધુ અને વેદની નિંદા કયારેય ન કરવી અને ન સાંભળવી. (૨૧)
જે દેવતાને સુરા અને માંસનું નૈવેધ થતું હોય અને વળી જે દેવતાની આગળ બકરા જીવની હિંસા થતી હોય તે દેવતાનું નૈવેધન ખાવું (૨૨)
અને માર્ગને વિષે ચાલતે શિવાલયાદિક જે દેવમંદિરો આવે તેને જોઇને તેને નમસ્કાર કરવા અને આદર થકી તે દેવનું દર્શન કરવું. (૨૩)
અને પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તે કોઇ સત્સંગીએ ત્યાગ જ કરવો અને પરધર્મનું આચરણ કરવું તથા કલ્પીત ધર્મનું આચરણ ન કરવું. (૨૪)
અને જેના વચનને સાંભળવે કરીને શ્રી કૃષ્ણભગવાનની ભકિતને પોતાનો ધર્મ એ બે થકી પડી જવાય તેના મુખથકી ભગવવાનની કથા વાર્તા ન સાંભળવી (૨પ)
અને જે સત્ય વચન બોલવે કરીને પોતાનો દ્રોહ થાય તથા પારકો દ્રોહ થાય એવું જે સત્ય વચન તે કયારેય ન બોલવું અને જે કૃતધ્ની હોય તેના સંગનો ત્યાગ કરવો અને વ્યવહારકાર્યને વિષે કોઇની લાંચ ન લેવી. (૨૬)
અને ચોર, પાપી, વ્યસની, પાંખડી, કામી તથા કિમિયા આદિક ક્રિયાએ કરીને જનનો ઠગનારો એ છ પ્રકારના જે મનુષ્ય તેમનો સંગ ન કરવો. (૨૭)
અને જે મનુષ્ય ભકિતનું અથવા જ્ઞાનનું આલંબન કરીને સ્ત્રી, દ્રવ્ય અને રસાસ્વાદ તેને વિષે અતિશય લોલુપથકા પાપને વિષે પ્રવર્તતા હોય છ તે મનુષ્યનો સમાગમ ન કરવો (૨૮)
અને જે શાસ્ત્રને વિષે શ્રીકૃષ્ણ ભગવાન તથા શ્રીકૃષ્ણભગવાનના જે વરાહમદિક અવતારો તેમનું યુકિતએ કરીને ખંડન કર્યું હોય એવા જે શાસ્ત્ર તે કયારેય ન માનવાં અને ન સાંભળવા (૨૯)
અને ગાળ્યા વિનાનું જળ તથા દૂધ તે ન પીવું અને જે જળને વિષે ઝીંણા જીવ ઘણા હોય તે જળે કરીને સ્નાનાદિક ક્રિયા ન કરવી (૩૦)
અને જે ઔષધ દારુ તથા માંસ તેણે યુકત હોય તે ઔષધ કયારેય ન ખાવું અને વળી જે વૈધના આરણને જાણતા ન હોઇએ તે વૈધે આપ્યુ જે ઔષધ તે પણ કયારેય ન ખાવું. (૩૧)
અને લો અને શાસ્ત્ર તેમણે મળમૂત્ર કરવાને અર્થે વજર્યા એવાં સ્થાનક જે જીર્ણ દેવાલય તથા નદી તળાવના આરા તથા માર્ગ તથા વાવેલું ખેતર તથા વૃક્ષની છાયા તથા ફુલવાડી, બગીચાએ આદિક જે સ્થાનકને તેમને વિષે કયારેય પણ મળમૂત્ર ન કરવું તથા થુંકવું પણ નહીં. (૩૨)
અને ચોર માર્ગે કરીને પેસવું નહિ અને નિકળવું નહિ અને જે સ્થાનક ધણીયાતું હોય તે સ્થાકને વિષે તેના ધપીને પૂછયા વિના ઉતારો ન કરવો (૩૩)
અને અમારા સત્સંગી જે પુરુષમાત્ર તેમણે બાઇ માણસના સુખથકી જ્ઞાનવાર્તા ન સાંભળવી અને સ્ત્રીઓ સાથે વિવાદ ન કરવો તથા રાજા સંગાથે તથા રાજાના માણસ સંગાથે વિવાદ ન કરવો. (૩૪)
અને ગુરુ અપમાન ન કરવું. તથા જે અતિશય શ્રેષ્ઠ મનુષ્ય હોય તથા જે લોકને વિષે પ્રતિષ્ઠીત મનુષ્ય હોય તથા જે વિદ્વાન મનુષ્ય હોય તથા જે શસ્ત્રધારી મનુષ્ય હોય તે સર્વનું અપમાન ન કરવું. (૩પ)
અને વિચાર્યા વિના તત્કાળ કોઇ કાર્ય ન કરવું અને ધર્મ સંબંધી જે કાર્ય તે તો તત્કાળ કરવું અને પોતે જે વિધા ભણ્યા હોઇએ તે બીજાને ભણાવવી અને નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો (૩૬)
અને ગુરુ દેવ અને રાજા એ ત્રણના દર્શનને અર્થે જયારે જવું ત્યારે ઠાલે હાથે ન જવું અને કોઇનો વિશ્ર્વાસઘાત ન કરવો અને પોતાને મુખે કરીને પોતાના વખાણ ન કરવા (૩૭)
અને જે વસ્ત્ર મહેર્યે થકે પણ પોતાનાં અંગ દેખાય તેવું જે ભુંડું વસ્ત્ર તે અમારા સત્સંગી તેમપે ન પહેરવું (૩૮)
અને શ્રીકૃષ્ણ ભગવાનની જે ભકિત તે ધર્મે રહીત એવી કોઇ પ્રકારે ન કરવી અને અજ્ઞાની એવાં જે મનુષ્ય તેમની નિંદાના ભય થકી શ્રીકૃષ્ણ ભગવાનની સેવાનો ત્યાગ કરવો જ નહી. (૩૯)
અને ઉત્સવના દિવસે વિષે તથા નિત્ય પ્રત્યે શ્રીકૃષ્ણના મંદિરમાં આવ્યા જે સત્સંગી પુરુષ તેમણે તે મંદિરને વિષે સ્ત્રીઓનો સ્પર્શ ન કરવો તથા સ્ત્રીઓ તેમણે પુરુષોનો સ્પર્શ ન કરવો અને મંદિરમાંથી નિસર્યા પછી પોત પોતાની રીતે વર્તવું (૪૦)
અને ધર્મવંશી ગુરુથકી શ્રીકૃષ્ણની દિક્ષાને પામ્યા એવા બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણ વર્ણના અમારા સત્સંગી તેમણે કંઠને વિષે તુલસીની બેવડી માળા નિત્યે ધારવી અને લલાટ, રદય અને બે હાથ એ ચારે ઠેકાણે ઊધ્વપુંડ તિલક કરવું. (૪૧)
અને તે તિલક જે તે ગોપીચંદનને કરીને કરવું અથવા ભગવાનની પૂજા કરતાં બાકી રહ્યું અને કેસર કંકુમાદિકે યુકત એવું જે પ્રસાદીનું ચંદન તેણે કરીને તિલક કરવું (૪૨)
અનુ તે તિલકના મધ્યને વિષે જ ગોળ એવો જે ચાંદલો તે જેતે ગોપીચંદને કરીને કરવો અથવા રાધિકાÒ અને લક્ષ્મીજી તેનું પ્રસાદીનું એવું જે કુંમકુંમ તેણે કરીને તે ચાંદલો કરવો. (૪૩)
અને પોતાના ધર્મને વિષે રહ્યા અને શ્રીકૃષ્ણના ભકત સતશૂદ્ર તેમણે તો તુળશીની માળા અનેઊધ્વપુંડ્ર તિલક તે બ્રાહ્મપ ક્ષત્રિય, વૈશ્યની પેઠે ધારવા (૪૪)
અને તે સચ્છૂદ્ર થકી બીજા જે જાતિએ કરીને ઉતરતાં એવા ભકતજન તેમણે તો ચંદનાદિક કાષ્ઠની બેવડીમાળા તે ભગવાનની પ્રસાદી કરાવીને કંઠની વિષે ધારવી અને લલાટને વિષે કેવળ ચાંદલો કરવો પણ તિલક ન કરવું. (૪પ)
અને જે બ્રહ્મણાદિકને ત્રિપુંડ્ર જેવું આડુ તિલક કરવું તથા રુદ્રાક્ષની માળા ધારણ કરવી એ બે વાનાં પોતાની કુળ પરંપરાએ કરીને ચાલ્યાં આવ્યાં હોય અને તે બ્રાહ્મપાકિ અમારા આશ્રિત થયા હોય તો પણ તેમણે ત્રિપુંડ્ર અને રુદ્રાક્ષનો કયારેય ત્યાગ ન કરવો. (૪૬)
નારાયણ અને શિવજી એ બેનું એકાત્મ પણું જ જાણવું. જેમ જે વેદને વિષે એ બેનું બ્રહ્મણે કરીને પ્રતિપાદન કર્યું છે. (૪૭)
અને અમારા આશ્રિત જે મનુષ્ય તેમણે શાસ્ત્રે કહ્યો જે આપદધર્મ તે અલ્પ આપતકાળને વિષે મુખયપણે કરીને કયારેય ગ્રહણ ન કરવો. (૪૮)
અને અમારા સત્સંગી તેમણે નિત્ય સુર્ય ઉગ્યાથી પહેલાજ જાગવું અને શ્રીકૃષ્ણ ભગવાનનું સ્મરણ કરીને પછી જ શૌચવિધિ કરવા જવું. (૪૯)
અને પછી એક સ્થાનને વિષે બેસીને દાણ કરવું અને પછી પવિત્ર જળે કરીને સ્નાન કરીને પછી ધોયેલું વસ્ત્ર એક પહેરવું અને એક ઓઢવું (પ૦)
અને તે પછી પવિત્ર પૃથ્વીને વિષે પાથરેલું અને શુધ્ધ કોઇ બીજા આસનને અડયું ન હોય અને જેની ઉપર સારી પેઠે બેસાય એવું આસ તેને વિષે પૂર્વમુખે અથવા ઉત્તરમુખે બેસીને આચમન કરવું (પ૧)
અને પીસ સત્સંગી પુરુષમાત્રને ચાંદલો સહીત ઉધર્વપુંડ્ર તિલક કરવું અને સુવાસિની જે સ્ત્રીઓ તેમણે તો પોતાના ભાલને વિષે કુંકુમનો ચાંદલો કરવો (પ૨)
અને વિધવા સ્ત્રીઓએ પોતાના ભાલને વિષે તિલક ન કરવું તે ચાંદલો પણ ન કરવો તે પછી તે સર્વે જે અમારા સત્સંગી તેમણે મને કરીને કલ્પ્યાં જે ચંદન પુષ્પાદિક ઉપચાર તેમણે કરીને શ્રીકૃષ્ણ ભગવાનની માસી પૂજા કરવી. (પ૩)
અને તે પછી જે શ્રીરાધાકૃષ્ણની ચિત્રપ્રતિમા તેનું આદર થકી દર્શન કરીને નમસ્કાર કરીને પછી પોતાના સામથ્ર્ય પ્રમાણે શ્રીકૃષ્ણનો જે અષ્ટક્ષર મંત્ર તેનો જપ કરીને તે પછી પોતાનું વ્યવહારિક કામકાજ કરવું. (પ૪)
અને જે અમારા સત્સંગીમાં અંબરીષ રાજાની પેઠે આત્મનિવેદી એવા ઉત્તમ ભકત હોય તેમણે પણ પ્રથમ કહ્યું તેવી રીતે અનુક્રમે કરીને માનસી પૂજા પર્યનત સર્વે ક્રિયા કરવી (પપ)
અને જેતે આત્મનિવેદી ભકત તેમણે પાષણની અથવા ધાતુની જે શ્રીકૃષ્ણ ભગવાનની પ્રતિમા અથવા શાલિગ્રામ તેની જે પૂજા તે દેશકાળને અનુસરીને પોતાના સામથ્ર્ય પ્રમાણે પ્રાપ્ત થયા જે ચંદન પુષ્પ ફળાદિક વસ્તુ તેણે કરીને કરવી અને પછી શ્રીકૃષ્ણ ભગવાનનો જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરવો. (પ૬)
અને પછીશ્રીકૃષ્ણ ભગવાનના જે સ્તોત્ર અથવા ગ્રંથ તેનો પાઠ તે પોતાના સામથ્ર્ય પ્રમાણે કરવો અને જે સંસ્કૃત ન ભણ્યા હોય તેમણે શ્રીકૃષ્ણ ભગવાનનું નામ કિર્તન કરવું (પ૭)
અને પછી શ્રીકૃષ્ણભગવાનને નૈવેધ કરીને પછી તે પ્સાદિનું એવું જે અન્ન તે જમવું ને તે જે આત્મ નિવેદી વૈષ્ણવ તેમણે સર્વ કાળને વિષે પ્રીતિએ કરીને શ્રીકૃષ્ણ ભગવાનની સેવા પરાયણ થવું. (પ૮)
અને નિર્ગુણ કહેતા માયાનાં જે સત્વાદિક ત્રણ ગુણો તેણે રહિત એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેના સબંધથકી તે આત્મનિવેદી ભકતની જે સર્વે ક્રિયા તે નિર્ગુણ થાય છે તેથી આત્મનિવેદી ભકતને જે તે નિર્ગુણ કહ્યા છે. (પ૯)
અને જે આત્મનિવેદી ભકત તેમણે શ્રીકૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું જળ પણ કયારેય ન પીવું અને પત્ર કંદ ફાળાદીક જે વસ્તુ તે પણ શ્રીકૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું ન ખાવું (૬૦)
અને વળી સર્વે જે અમારા સત્સંગી તેમણે વૃધ્ધવસ્થાએ અથવા કોઇ મોટા આપત્કાળે કરીને અસમર્થપણું થઇ ગયે સતે પોતે સેવવાનું જે શ્રીકૃષ્ણનું સ્વરુપ તે બીજા ભકતને આપીને પોતે પોતાના સામથ્ય્ર પ્રમાણે વર્તવું (૬૧)
અને જે શ્રીકૃષ્ણનું સ્વરુપ પોતાને સેવનાને અર્થે ધર્મ વંશના જે આચાર્ય તેમણે જ આપ્યું હોય અથવા તે આચાર્ય જે સ્વરુપની પ્રતિષ્ઠા કરી હોય તે જ સ્વરુપને સેવવું અને તે વિના બીજુ જે શ્રીકૃષ્ણનું સ્વરુપ તે તો નમસ્કાર કરવા યોગ્ય છે પણ સેવવા યોગ્ય નથી. (૬૨)
અને અમારા જે સર્વ સત્સંગી તેમણે નિત્ય પ્રત્યે સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું અને તે ભગવાન તેના નામનું ઉચ્ચ સ્વરે કરીને કિર્તન કરવું (૬૩)
અને તે શ્રીકૃષ્ણની જે કથા વાર્તા તે પરમ આદર થકી કરવી અને સાંભળવી અને ઉત્સવને દિવસે વાજિંત્રે સહિત શ્રીકૃષ્ણનાં કિર્તન કરવાં (૬૪)
અને અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે જે પ્રકારે પૂર્વે કહ્યું તે પ્રકારે કરીને જ નિત્ય પ્રત્યે કરવું અને સંસ્કૃત અને પ્રાકૃત એવા જે સદગ્રંથ તેમનો અભ્યાસ પણ પોતાની બુધ્ધિને અનુસારે કરવો (૬પ)
અને જે મનુષ્ય જેવા ગુણે કરીને યુકત હોય તે મનુષ્યને તેવા કાર્યને વિષે વિચારીને જ પ્રેરવો પણ જે કાર્યને વિશે જે યોગ્ય ન હોય તે કાર્યને વિષે તેને કયારેય ન પ્રેરવો. (૬૬)
અને પોતાના જે સેવાક હોય તે સર્વની પોતાના સામરર્થ્ય પ્રમાણે અન્ન વસ્ત્રદિકે કરીને યથાયોગ સંભાવના નિરંતર રાખવી (૬૭)
અને જે પુરુષ જેવા ગુણવાળો હોય તે પુરુષને તેવા વચન કરીને દેશકાળાનુસારે યથા યોગ્ય બોલવવો પણ એથી બીજી રીતે ન બોલાવવો (૬૮)
અને વિનયે કરીને યુકત એવા જે અમારા આશ્રિત સત્સંગી તેમણે ગુરુ, રાજા, અતિવૃધ્ધ, ત્યાગી, વિદ્વાન અને તપસ્વીએ છ જણા આવે ત્યારે સન્મુખ ઉઠવું તથા આસન આપવું તથા મધુર વચને બોલાવવા ઇત્યાદિક ક્રિયાએ કરીને એમનું સન્માન કરવું. (૬૯)
અને ગુરુદેવને રાજા એમને સમીપે તથા સભાને વિષે પગ ઉપર પગ ચઢાવીને ન બેસવું તથા વસ્ત્રે કરીને ઢિંચણને બાંધી ન બેસવું (૭૦)
અને અમરા આશ્રિત જે સર્વે સતસંગી તેમપે પોતાના આચાર્ય સંગાથે કયારેય પણ વિવાદ ન કરવો અને પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન ધન વસ્ત્રદિકે કરીને તે પોતાના આચાર્યને પૂજવા (૭૧)
અમારા જે આશ્રિત જન તેમણે પોતાના આચાર્યને આવતા સાંભળીને આદર થકી તત્કાળ સન્મુખ જવું અને તે આચાર્ય પોતાના ગામથી પાછા પધારે ત્યારે ગામની ભગોળ સુધી વળાવવા જવું (૭૨)
અને ઘણુંક છે ફળ જેને વિષે એવું પણ જે કર્મ તૈ જો ધર્મ રહિત હોય તો તેનું આચરણ ન જ કરવું, કેમ જે ધર્મ છે તેજ સર્વ પુરુષાર્થનો આપનારો છે મોજ્ઞે કોઇક ફળના લોભે કરીને ધર્મનો ત્યાગ ન કરવો (૭૩)
અને પૂર્વે થયા જે મોટા પુરુષ તેમણે પણ જો કયારેય અધર્માચરણ કર્યું હોય તો તેનું ગ્રહણ ન કરવું અને તેમણે જે ધર્માચરણ કર્યું હોય તો તેનું ગ્રહણ કરવું. (૭૪)
અને કોઇની પણ જે ગૃહ્યવર્તા તે તો કોઇ ઠેકાણે પણ પ્રકાશ કરવી જ નહિ અને જે જીવનું જેવી રીતે સન્માન કરવું ઘટતું હોય તેનું તેવી રીતે જ સન્માન કરવું પણ સમદ્રષ્ટિએ કરીને એ મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહિ. (૭પ)
અને અમારા જે સર્વે સતસંગી તેમણે ચાતુર્માસને વિષે વિશેષ નિયમ ધારવો અને જે મનુષ્ય અસમર્થ હોય તેમણે તો એક શ્રાવણ માસને વિષે વિશેષ નિયમ ધારવો. (૭૬)
અને તે વિશેષ નિયમ તે કિયા તો ભગવાાની કથાનું શ્રવણ કરવું તથા કથા વાંચવી તથા ભગવાનના ગુણનું કીર્તન કરવું તથા પંચામૃત સ્નાને કરીને ભગવાનની મહાપુજા કરવી તથા ભગવાનના મંત્રનો જપ કરવો તથા સ્તોત્રનો ,ાઠ કરવો તથા ભગવાાને પ્રદક્ષિણાઓ કરવી. (૭૭)
તથા ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરવા એ જે આઠ પ્રકારના નિયમ તે અમે ઉત્તમ માન્યા છે તે માટે એ નિયમમાંથી કોઇ એક નિયમ જે તે ચોમાસાને વિષે વિશેષ પણે ભકિતએ કરીને ધારવો. (૭૮)
અને સર્વ જે એકાદશીઓ તેમું વ્રત જે તે આદરથકી કરવું તથા શ્રીકૃષ્ણ ભગવાનના જે જન્માષ્ટમી આદિક જન્મદિવસ તેમનું વ્રત જે તે આદરથકી કરવું તથા શિવરાત્રીનું વ્રત જેતે આદરથકી કરવું અને તે વ્રતના દિવસને વિષે મોટા ઉત્સવ કરવા (૭૯)
અને જે દિવસે વ્રત નલ ઉપવાસ કર્યો હોય તે દિવસે અતિશય યત્ને કરીને દિવસની નિંદ્રાનો ત્યાગ કરવો, કેમ જે જેમ મૈથુને કરીને મનુષ્યના ઉપવાસનો નાશ થાય છે. તેમજ દિવસની નિંદ્રાએ કરીને મનુષ્યના ઉપવાસનો નાશ થાઇ છે. (૮૦)
અને સર્વ વૈષ્ણવના રાજા એવા જે શ્રીવલ્લભાચાર્ય તેના પુત્ર જે શ્રી વિઠ્ઠલનાથજી તે વ્રત અને ઉત્સવના નિર્ણયને કરતા હતા. (૮૧)
અને તે વિઠ્ઠલનાથજીએ કર્યો તેને જ અનુસરીને સર્વે વ્રત ને ઉત્સવ કરવા અને તે વિઠ્ઠલનાથજીએ કહી જે શ્રીકૃષ્ણની સેવા રીતિ તેનું જ ગ્રહણ કરવું (૮૨)
અને સર્વે જે અમારા આશ્રિત તેમણે દ્વારિકા આદિક જે તીર્થ તેમની યાત્રા જેતે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિએ કરીને કરવી અને વળી પોતાના સામર્થ્ય પ્રમાણે દીન જનને દયાવાન થવું (૮૩)
અને અમારા જો આશ્રિત તેમણે વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતિ અને સુર્ય એ પાંચ દેવ પુજયપણે કરીને માનવા (૮૪)
અને જો કયારેક ભૂતપ્રેતાદિકનો ઉપદ્રવ થાય ત્યારે તો નારાયણકવચનો જપ કરવો અથવા હનુમાનજીના મંત્રનો જપ કરવો પણ એ વિના બિજા કોઇ ક્ષુદ્ર દેવના સ્તોત્ર અને મંત્રનો જાપ જ કરવો (૮પ)
અને સુર્યનું ને ચંદ્રમાનું ગ્રહણ થાય ત્યારે અમારા જે સર્વે સત્સંગી તેમણે બીજી સર્વે ક્રિયાનો તત્કાળ ત્યાગ કરીને પવિત્ર થઇને શ્રીકૃષ્ણ ભગવાનના મંત્રનો જપ કરવો. (૮૬)
અને તે ગ્રહણ મુકાઇ રહ્યા પછી વસ્ત્રસહિત સ્નાન કરીને અમારા ગૃહસ્થ સત્સંગી હોય તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે દાન કરવું અને જે ત્યાગી હોય તેમણે ભગવાનની પૂજા કરવી (૮૭)
અને અમારા સત્સંગી એવા જે ચારે વર્ણના મનુષ્ય તેમણે જન્મનું સૂતક તથા મરણનું સૂતક તે પોતપોતાના સંબંધને અનુસારે કરીને યથાશાસ્ત્ર પાળવું (૮૮)
અને જે બ્રાહ્મણ વર્ણ હોય તેમણે શમ,દમ,ક્ષમા અને સંતોષ એ આદિક જે ગુણો તેમણે યુકત થવું અને જે ક્ષત્રિય વર્ણ હોય તેમણે શૂરવીરપણું અને ધીરજ એ આદિક જે ગુણ તે યુકત થવું. (૮૯)
અને વૈશ્ય વર્ણ હોય તેમણે કૃષિકર્મ તથા વાપિજય-વ્યાપાર તથા વ્યાજવટો એ આદિક જે વૃતિઓ તેમણે કરીને વર્તવું અને શૂદ્ર વર્ણ હોય તેમણે બ્રાહ્મણાદિક ત્રણ વર્ણની સેવા કરવી એ આદિક વૃતિઓ તેમણે કરીને વર્તવું (૯૦)
અને જે દ્વિજ હોય તેમણે ગર્ભાધાનાદિક સંસ્કાર તથા આહ્નિક તથા શ્રાદ્ધ એ ત્રણ જેતે પોતાના ગૃહ્યસુત્રને અનુસારે કરીને જેવો જેનો અવસર હોય અને જેવી ધનસંપતિ હોય તે પ્રમાણે કરવા (૯૧)
અને કયારેક જાણે અથવા અજાણે જો નાનું મોટું પાપ થઇ જાય તો પોતાની શકિત પ્રમાણે તે પાપનું પ્રાયશ્ર્ચિત કરવું. (૯૨)
અને ચાર વેદ તથા વ્યાસ સૂત્ર તથા શ્રીમદભાગવત નામે પુરાણ તથા મહાભારતને વિષે આવેલું શ્રીવિષ્ણુ સહસ્ત્રનામ (૯૩)
તથા શ્રીમદભાગવત ગીતા તથા વિદુરજીએ કહેલી જે નીતી તથા સ્કંદપુરાણનો જે વિષ્ણુખઠ તેને વિષે રહ્યું એવું જે શ્રી વાસુદેવમહાત્મ્ય (૯૪)
અને ધર્મશાસ્ત્રના મધ્યમાં રહી એવી જે યાજ્ઞવલ્કય ઋષિની સ્મૃતિ એ જે આઠ સચ્છાસ્ત્ર તે અમને ઇષ્ટ છે. (૯પ)
અને એ પોતાના હિતને ઇચ્છતા એવા જે અમારા સર્વે શિષ્ય તેમપે એ આટ સચ્છાસ્ત્ર જેતે સાંભળવાં અને અમારા આશ્રિત જે દ્વિજ તેમણે સચ્છાસ્ત્ર જેતે ભણવાં તથા ભણાવવાં તથા એમની કથા કરવી. (૯૬)
અને તે આટ સચ્છાસ્ત્રમાંથી આચાર વ્યવહાર અને પ્રયશ્ર્ચિત એ ત્રણનો જે નિર્ણય કરવો તેને વિષે તો મિતાક્ષરા ટીકાએ યુકત એવી જે યાજ્ઞવલ્કય ઋષિની સ્મૃતિ, તેનું ગ્રહણ કરવું (૯૭)
આઠ સચ્છાસ્ત્રને વિષે જે શ્રીમદભાગવતપુરાણ તેના દશમને પંચમ નામે જે બે સ્કંધ તે જેતે શ્રીકૃષ્ણભગવાનના મહાત્મ્ય જાપવાને અર્થે સર્વથી અધિકપણે જાણવાં (૯૮)
અને દશમસ્કંધ તથા પંચમસ્કંધ તથા યાજ્ઞવલ્કયની સ્મૃતિ એ જે ત્રણ તે અનુક્રમે કરીને અમારું ભકિતશાસ્ત્ર, યોગશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર છે, કહેદા દશમસ્કંધ તે ભકિત શાસ્ત્ર છે અને પંચમ સ્કંધ તે યોગ શાસ્ત્ર છે અને યાજ્ઞવલ્કયની સ્મૃતિ તે ધર્મશાસ્ત્ર છે એમ જાણવું (૯૯)
અને શ્રીરામાનુજાચાર્યે કર્યું એવુ જે વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય તથા શ્રીભગવતગીતાનું ભાષ્ય એ જે બે તે અમારું અધ્યાત્મશાસ્ત્ર છે એમ જાણવું (૧૦૦)
અને એ સર્વે સચ્છાસ્ત્રને વિષે જે વચન તે શ્રીકૃષ્ણ ભગવાનનું સ્વરુપ તથા ધર્મ તથા ભકિત તથા વૈરાગય અને ચારના અતિ ઉત્કર્ષપણાને કહેતાં હોય (૧૦૧)
તે વચન જેતે બીજા વચનો કરતાં પ્રધાનપણે માનવાં અને શ્રીકૃષ્ણભગવાનની ભકિત તે ધર્મે સહિત જ કરવી એવી રીતે તે સર્વે સચ્છાસ્ત્રનું રહસ્ય છે (૧૦૨)
અને શ્રુતિ સ્મૃતિ તેમણે પ્રતિપાદન કર્યો એવો જે સદાચાર તે ધર્મ જાણવો, અને શ્રીકૃષ્ણભગવાનને વિષે મહાત્મ્ય જ્ઞાને સહિત જે ૅણો સ્નેહ તે ભકિત જાણવી (૧૦૩)
અને શ્રીકૃષ્ણભગવાનના વિના અન્ય પદાર્થમાં પ્રીતી નહિ તે વૈરાગ્ય જાણવો અને જીવઘ માયા અને ઇશ્ર્વર તેમના સ્વરુપને જે રુડી રીતે જાણવું તેને જ્ઞાન કહીએ (૧૦૪)
અને જે જીવ છે તે રદયને વિષે રહ્યો છે ને અણું સરખો સુક્ષ્મ છે તે ચૈતન્યરુપ છે ને બધુ જાણનારો છે અને પોતાની જ્ઞાનશકિતએ કરીને નખથી શીલા શિખા પર્યત સમગ્ર પોતાના દેહ પ્રત્યે વ્યાપીને રહ્યો છે અને અચ્છેય, અભેદ, અજર, અમર ઇત્યાદીક છે લક્ષ્મણ જેના એવો જીવ છે એમ જાણવો (૧૦પ)
અને જે માયા છે તે ત્રિગુણાત્મિકા છે અને અંધકારરુપ છે ને શ્રીકૃષ્ણ ભગવાનની શકિત છે અને આ જીવને દેહ તથા દેહના જે સંબંધી તેમને વિષે અહંતમત્વની કરાવનારી છે એમ માયાને જાણવી (૧૦૬)
અને જે ઇશ્ર્વર છે તે જેમ રદયને વિષે જીવ રહ્યો છે તેમ તે જીવને વિષે અંતર્યામીપણે કરીને રહ્યા છે ને સ્વતંત્ર છે ને સર્વ જીવને કર્મફળના આપનારા છે એમ ઇશ્ર્વરને જાણવા (૧૦૭)
અને તે ઇશ્ર્વર તે કયા તો પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે ઇશ્ર્વર છે અને તે શ્રીકૃષ્ણ જેતે આપણા ઇષ્ટદેવ છે ને ઉપાસના કરવા યોગ્ય છે અને સર્વ અવતારના કારણ છે (૧૦૮)
અને સમર્થ એવા જે શ્રીકૃષ્ણ તે જે રાધિકાજીએ યુકત હોય ત્યારે શ્રીરાધાકૃષ્ણ એવે નામે જાણવા અને રુકમણીરુપ જે લક્ષ્મીરુપ જે લક્ષ્મી તેમપે યુકત હોય ત્યારે શ્રી લક્ષ્મીનારાયણ એવે નામે જાણવા (૧૦૯)
અને એ શ્રીકૃષ્ણ જેતે અર્જુને યુકત હોય ત્યારે શ્રી નરનારાયણ એવે નામે જાણવા અને વળી તે શ્રીકૃષ્ણ જેતે બળભદ્રાદિકને યોગ. કરીને હોય ત્યારે તે તે નામે કહેવાય છે એમ જાણવું (૧૧૦)
અને એ જે રાધાદિક ભકત તે જેતે કયારેક તો તે શ્રીકૃષ્ણ ભગવાનને પડખે હોય છે અને કયારેક તો અતિ સ્નેહે શરીને શ્રીકૃષ્ણભગવાનના અંગને વિષે રહે છે ત્યારે તો તે શ્રીકૃષ્ણ ભગવાન એકલ જ હોય એમ જાણવા (૧૧૧)
એ હેતુ માટે શ્રીકૃષ્ણ ભગવાનનાં જે સ્વરુપ તેમને વિષે સર્વે પ્રકારે કરીને ધેદ ન જાણવો અને ચતુર્ભુજપણું અષ્ટભુજપણું સહસ્ત્રભુજપણું ઇત્યાદિક જે ભેદ જણાય છે તે તો દ્વિભુજ એવા જે તે શ્રીકૃષ્ણ તેમની ઇચ્છાએ કરીને છે એમ જાણવું (૧૧૨)
અને એવા જેતે શ્રીકૃષ્ણ ભગવાન તેની જે ભકિત તે જેતે પૃથ્વીને વિષે સર્વ મનુષ્ય તેમણે કરવી અને તે ભકિત થકી બીજુ કલ્યાણકારી સાધન કંઇ નથી એમ જાણવું (૧૧૩)
અને વિધાદિક ગુણવાળા જે પુરુષ તેમના ગુણવાનપણાનું એજ પરમ ફળ જાણવું કર્યું તો જે શ્રીકૃષ્ણ ભગવાનન. વિષે ભકિત કરવી ને સત્સંગી કરવો અને એમ ભકિત ને સત્સંગ એ બે વિના તો વિદ્વાન હોય તે પણ અધોગતિને પામે છે. (૧૧૪)
અને શ્રીકૃષ્ણભગવાન તથા શ્રીકૃષ્ણ ભગવાનનાં જે અવતાર તે જે તે ધ્યાન કરવા યોગ્ય છે તથા શ્રીકૃષ્ણભગવાનની જે પ્રતિમાં તે પણ ધ્યાન કરવા યોગ્ય છે માટે એમનું ધ્યાન કરવું અને મનુષ્ય તથા દેવાદિક જે જીવ તે તો શ્રીકૃષ્ણભગવાનના ભકત હોય અને બ્રહ્મવેત્તા હોય તો પણ ધ્યાન કરવા યોગ્ય નથી, માટે એમનું ધ્યાન ન કરવું (૧૧પ)
અને સ્થૂળ, સુક્ષ્મ અને કારણ એ જે ત્રણ દેહ તે થકી વિલક્ષણ એવો તે પોતાનો જીવાત્મા તેને બ્રહ્મરુપની ભાવના કરીને પછી તે બ્રહ્મરુપે કરીને શ્રીકૃષ્ણ ભગવાનની ભકિત જેતે સર્વકાળને વિષે કરવી (૧૧૬)
અને શ્રીમદભાગવત પુરાણનો જે દશમ સ્કંધ તે જેતે નિત્ય પ્રત્યે આદર થકી સાંભળવો ોઅથવા વર્ષોવર્ષ એકવાર સાંભળવો અને જે પંડિત હોય તેમણે નિત્યપ્રત્યે વાંચવો અથવા વર્ષોવર્ષ એક વાર વાંચવો (૧૧૭)
અને એ જે દશમસ્કંધ ત.નું પુરશ્ર્ચરણ જેતે પુણ્ય સ્થાનકને વિષે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવું, કરાવવું અને વળી વિષ્ણુસહસ્ત્રનામ આદિક જે સચ્છાસ્ત્ર તેનું પુરશ્ર્ચરણ પણ પોતાના સામર્થ્ય પ્રમાણે કરવું, કરાવવું તે પુરશ્ર્ચરણ કેવું છે તો પોતાના માવાંછિત ફળને આપે એવું છે. (૧૧૮)
અને કષ્ટની દેનારી એવી કોઇ દેવ સંબંધી આ,દા આવી પડે તથા રોગાદિક આપદા આવી પડે તેને વિષે જેમ પોતાની ને બીજાની રક્ષા થાય તેમ વર્તવું, ,પ બીજી રીતે ન વર્તવું (૧૧૯)
અને આચાર, વ્યવહાર અને પ્રયશ્ર્ચિત એ જે ત્રણ વાનાં તે જેતે દેશ, કાળ, અવસ્થા, દ્રવ્ય, જાતિ અને સામર્થ્ય એટલાને અનુસારે કરીને જાણવાં (૧૨૦)
અને અમારો જે મત તે વિશિષ્ટાદ્વૈત છે એમ જાણવું અને અમને પ્રિય એવું જે ધામ તે ગોલોક છે એમ જાણવું અને તે ધામને વિષે બ્રહ્મરુપે કરીને જે શ્રીકૃષ્ણ ભગવાનની સેવા કરવી તે અમે મુકિત માની છે એમ જાણવું (૧૨૧)
અને આ જે પૂર્વે ધર્મ કહ્યા તે જેતે અમારા આશ્રિત જે ત્યાગી ગૃહસ્થ બાઇ ભાઇ સર્વે સત્સંગી તેમના સામાન્ય ધર્મ કહ્યા છે કહેતા સર્વ સત્સંગીમાત્રને સરખા પાળવાના છે અને હવે એ સર્વેના જે વિશેષ ધર્મ છે તેમને પૃથક પૃથકપણે કરીને કહીએ છીએ (૧૨૨)
હવે પ્રથમ ધર્મવંશી જે આચાર્ય અને તેમની પત્નીઓ તેમના જે વિશેષ ધર્મ તે કહીે છીએ અમારા મોટા ભાઇ અને નાનાભાઇ તેના પુત્ર જે અયોધ્યાપ્રસાદ અને રઘુવીર તેમણે પોતાના સમીપ સંબંધ વિનાની જે બીજી સ્ત્રીઓ તેમને મંત્ર ઉપદેશ કયારેય ન કરવો. (૧૨૩)
અને તે સ્ત્રીઓને કયારેય પણ અડવું નહિ અને તે સાથે બોલવું નહિ અને કોઇ જીવને વિષે કુરપણું ન કરવું અને કોઇની થાપણ ન રાખવી (૧૨૪)
અને વ્યવહારકાર્યને વિષે કોઇનુંપણ જમાનગરું ન કરવું ને કોઇ આ,ત્કાળ આવી પડે તો ભિક્ષા માગીને પોતાનો નિર્વાહ કરીને તે આપત્કાળને ઉલ્લંઘવો પણ કોઇનું ફરજ તો કયારેય ન કરકવું (૧૨પ)
અને પોતાના જે શિષ્ય તેમણે ધર્મ નિમિત પોતાને આપ્યું જે અન્ન તે વેચવું નહિ અને તે અન્ન જુનુ થાય તો તે જુનુ કોઇકને લઇને નવું અને એવી રીતે જે જુનાનું નવું કરવું તેવેચ્યુ ન કહેવાય (૧૨૬)
અને ભાદરવા સુદી ચતુર્થીને દિવસે ગણપતિની પૂજા કરવી તથા આસો વદી ચતુર્દશીને દિવસે હનુમાનની પૂજા કરવી. (૧ર૭)
અને અમારે આશ્રિત જે સર્વે સત્સંગી તેમના ધર્મની રક્ષા કરવાને અર્થે એ સર્વેના ગુરુપણાને વિષે અમે સ્થાપન કર્યા એવા જે તે અયોધ્યાપ્રસાદ અને રઘુવીર તેમણે મુમુક્ષ જનને દીક્ષા આપવી (૧ર૮)
અને પોતાના આશ્રિત જે સર્વે સત્સંગી તેમને અધિકાર પ્રમાણે પોતપોતાના ધર્મને વિશે રાખવા અને સાધુને આદર થકી માનવા તથા સચ્છાસ્ત્રનો અભ્યાસ આદર થકી કરવો. (૧૨૯)
અને મોટા જે મંદિર તેમને વિશે અમે સ્થાપન કર્યા એવા જે શ્રીલક્ષ્મીનારાયણ આદિક શ્રીકૃષ્ણના સ્વરુપ તેમની જે સેવા તે યથાવિધિએ કરીને કરવી (૧૩૦)
અને ભગવાનના મંદિર પ્રત્યે આવ્યો જે હરકોઇ અન્નાર્થી મનુષ્ય તેની પોતાના સામર્થ્ય પ્રમાણે અન્નના દાને કરીને આદર થકી સંભાવના કરવી (૧૩૧)
અને વિદ્યાર્થી ભણાવ્યાની શાળા કરાવીને પછી તેમા એક વિદ્વાન બ્રાહ્મણને રાખીને પૃથ્વીને વિષે સદવિદ્યાની પ્રવૃતિ કરાવવી, કેમ જે વિદ્યાદાને કરીને મોટું પુણ્ય થાય છે. (૧૩૨)
અને હવે એ અયોધ્યાપ્રસાદ અને રઘુવીર એ બન્નેની જે પત્નીઓ તેમણે પોતપોતાના પતિની આજ્ઞાએ કરીને સ્ત્રીઓને જ શ્રીકૃષ્ણનાં મંત્રનો ઉપદેશ કરવો પણ પુરુષોને ન કરવો (૧૩૩)
અને વળી તે બે જણની પત્નિઓ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તેમનો સ્પર્શ કયારેય ન કરવો અને તેમની સાતે બોલવું નહિ. ને તેમને પોતાનુ મુખ પણ ન દેખાડવું. એવી રીતે ધર્મવંશી આચાર્ય અને તેમની પત્નીઓ તેમના જે વિશેષ ધર્મ તે કહ્યા (૧૩૪)
હવે ગૃહસ્થાશ્રમીના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ. અમારે આશ્રીત જે ગૃહસ્થાશ્રમી પુરુષ તેમણે પોતાના સમીપ સંબંધ્ધ વિનાની જે વિધવા સ્ત્રીઓ તેમનો સ્પર્શ ન કરવો. (૧૩પ)
અને તે ગૃહસ્થાશ્રમી પુરુષ તેમણે યુવા અવસ્થાને યુકત એવી જે પોતાની મા, બહેન અને દિકરી તે સંગાથે પણ આપત્કાળ વિના એકાંત સ્થળને વિષે ન કહેવું અને પોતાની સ્ત્રીનું દાન કોઇને ન કરવું (૧૩૬)
અને જે સ્ત્રીને કોઇ પ્રકારના વ્યવહારે કરીને રાજાનો પ્રસંગ હોય તેવી સ્ત્રીનો જે પ્રસંગ તે કોઇ પ્રકારે પણ ન કરવો. (૧૩૭)
અને તે ગૃહસ્થાશ્રમી તેમણે પોતાને ઘેર આવ્યો એવો જે અતિથિ તેને પોતાના સામર્થ્ય પ્રમાણે અન્નાદિકે કરીને પુજવો અને વળી હોમાદિક જે દેવકર્મ અને શ્રાદ્વાદિક જે પિતૃકર્મ તે જેતે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિ જેમ ઘટે તેમ કરવું (૧૩૮)
અને અમારા આશ્રિત જે ગૃહસ્થ તેમપે માતા-પિતા અને ગુરુ તથા રોગાતુર એવા જે કોઇ મનુષ્ય તેમની જે સેવા તે જીવનપર્યત પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી. (૧૩૯)
અને વળી પોતાના વર્ણાશ્રમને ઘટિત એવો જે ઉદ્યમ તે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો અને કૃષિવૃતિવાળા જે ગૃહસ્થ સત્સંગી તેમણે બળદિયાના વૃષણનો ઉચ્છેદ ન કરવો (૧૪૦)
અને તે ગૃહસ્થ સત્સંગી તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે સમયને અનુસરીને જેટલો પોતાના ઘરમાં વરો હોય તેટલા અન્ન દ્રવ્યનો સંગ્રહ જે તે કરવો અને જેના ઘરમાં પશુ હોય એવા જે ગૃહસ્થ તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે ચાર પૂળાનો સંગ્રહ કરવો (૧૪૧)
અને ગાય, બળદ, ભેંસ, ઘોડા, આદિક જે પશુ તેમની તૃણ જળાદિકે કરીને પોતાવતે જો સંભાવના થાય તો તે પશુને રાખવા અને જો સંભાવના ન થાય તો ન રાખવા (૧૪૨)
અને સાક્ષીએ સહિત લખત કર્યા વિના તો પોતાના પુત્ર અને મિત્રાદિક સાથે પણ પૃથ્વી ને ધનના લેણદેણ કરીને વ્યવહાર જેતે કયારેય ન કરવો. (૧૪૩)
અને પોતાનું અથવા બીજાનું જે વિવાહ સંબંધી કાર્ય તેને વિષે આપવા યોગ્ય જે ધન તેનું સાક્ષીએ સહિત લખત કર્યા વિના કેવળ બોલી જ ન કરવી (૧૪૪)
અને પોતાની ઉપજનું જે દ્રવ્ય તેને અનુસારે નિરંતર ખરચ કરવો પણ તે ઉપરાંત ન કરવો અને જે ઉપજ કરતા વધારે ખરચ કરે છે તેને મોટું દુઃખ થાય છે એમ સર્વે ગૃહસ્થોએ મનમાં જાણવું (૧૪પ)
અને પોતાના વ્યવહાર કાર્યને વિષે જેટલા ધનની ઉપજ હોય તથા જેટલો ખરચ હોય તે બેયને સંભારીને નિત્યપ્રત્યે રુડા અક્ષરે કરીને પોતે તુનં નામુ લખવું (૧૪૬)
અને તે ગૃહસ્થાશ્રમી સત્સંગી તેમણે પોતાની જે વૃતિ અને ઉદ્યમ તે થકી પામ્યુ જે ધન ધાન્યાદિક તે થકી દશમો ભાગ કાઢીને શ્રીકૃષ્ણભગવાનને અર્પણ કરવો. અને જે વ્યવહારે દુર્બળ હોય તેમણે વીશમો ભાગ અર્પણ કરવો. (૧૪૭)
અને એકાદશી આદિક જે વ્રત તેમનું જે ઉદ્યાપન તે જેતે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાશાસ્ત્ર કરવું તે ઉદ્યાપન કેવું છે તો મનવાંછિત ફળનું આપનારું છે (૧૪૮)
અને શ્રાવણ માસને વિષે મહાદેવનું પુજન જેતે બિલ્વપત્રાદિકે કરીને પ્રીતિપૂર્વક સર્વ પ્રકારે પોતે કરવું અથવા બીજા પાસે કરાવવું (૧૪૯)
અને પોતાના જે આચાર્ય તે થકી તથા શ્રીકૃષ્ણ ભગવાનનાં જે મંદિર તે થકી ફરજ ન કાઢવું અને વળી તે પોતાના આચાર્ય થકી અને શ્રીકૃષ્ણનાં મંદિર થકી પોતાના વ્યવહારને અર્થે પાત્ર ઘરેણા અને વસ્ત્રાદિક જે વસ્તુ તે માગી લાવવા નહિ. (૧પ૦)
અને શ્રીકૃષ્ણભગવાન તથા પોતાના ગુરુ તથા સાધુ એમના દર્શન કરવાને અર્થે ગયે સતે માર્ગને વિશે પારકું અન્ન ખાવું નહી. તથા શ્રીકૃષ્ણભગવાન તથા પોતાના ગુરુ તથા સાધુ તેમનાં જે સ્થાનક તેમને વિષે પણ પારકું અન્ન ખાવું નહી, કેમ કે જે પારકું અન્ન તો પોતાના પુણ્યને હરી લે એવું છે માટે પોતાની ગાંઠનું ખરચ ખાવું (૧પ૧)
અને પોતાના કામકાજ કરવા તેડયા જે મજુર તેમને જેટલુ ધન અથવા ધાન્ય દીધાનું કહ્યું હોય તે પ્રમાણે જ આપવું પણ તેમાંથી ઓછું ન આપવું અને પોતાપાસે કોઇ ફરજ માગતો હોય અને તે ફરજ દઇ ચુકયો હોઇએ તે વાતને છાની ન રાખવી તથા પોતાના વંશ તથા કન્યાદાન તે પણ છાનું ન રાખવું અને દુષ્ટ એવા જે જન તેમની સાથે વ્યવહાર ન કરવો. (૧પ૨)
અને જે ઠેકાણે પોતે રહેતા હોઇએ તે ઠેકાણે કોઇક કઠણ ભુંઠો કાળ અથવા શત્રું અથવા રાજા તેમના ઉપદ્રવે કરીને સર્વ પ્રકારે પોતાની લાજ જતી હોય કે ધનનો નાશ થતો હોય કે પોતાના પ્રણનો નાશ થતો હોય (૧પ૩)
અને તે જો પોતાનું મુળ ગરાસનું તથા વતનનું ગામ હોય તોપણ તેનો વિવેકી એવા જે અમારા સત્સંગી ગૃહસ્થ તેમણે તત્કાળ ત્યાગ કરી દેવો અને જયાં ઉપદ્રવ ન હોય તેવો જે બીજો દેશ તે પ્રત્યે જઇને સુખેથી રહેવું (૧પ૪)
અને ધનાઢય એવા જે ગૃહસ્થ સતસંગી તેમણે હિંસાએ રહિત એવા જે વિષ્ણુસંબંધી યજ્ઞ તે કરવા તથા તીર્થને વિષે તથા દ્વાદશી આદિક પર્વને વિષે બ્રાહ્મણ તથા સાધુને જમાઠવા (૧પપ)
તે ધનાઢય એવા જે ગૃશસ્થ સત્સંગી તેમણે ભગવાનના મંદિરને વિષે મોટા ઉત્સવ કરાવવા તથા સુપાત્ર એવા જે બ્રાહ્મપ તેમને નાના પ્રકારના દાન દેવા (૧પ૬)
અને અમારે આશ્રિત એવા જે સત્સંગી રાજા તેમણે ધર્મશાસ્ત્રને અનુસરીને પોતાના પુત્રની પુઠે પોતાની પ્રજાનું પાલન કરવું અને પૃથ્વીને વિષે ધર્મનું સ્થાપન કરવું. (૧પ૭)
અને તે રાજા તેમણે રાજયના જે સાત અંગ તથા ચાર ઉપાય તથા ઉપાય છ ગુણો તે જેતે લક્ષણે કરીને અથાર્થપણે જાણવાં અને તીર્થ જે મોકલ્યાનાં સ્થાનક તથા વ્યવહારના જાણનારા જે સભાસદ તથા દંઠવા યોગ્ય જે માણસ તથા દંઠવા યોગ્ય નહિ એવા જે માણસ એ સર્વને લક્ષણે કરીને યથાર્થપણે જાણવા (૧પ૮)
હવે સુવાસિની બાઇઓના વિશેષ ધર્મ કહીને છીએ અમારે આશ્રિત જે સુવાસિની બાઇઓ તેમણે પોતાનો પતિ અંધ હોય, રોગી હોય, દરિદ્ર હોય, નપુંસક હો તો પણ ઇશ્ર્વરની પેઠે સેવવો અને તે પતિ પ્રત્યે કટુક વચન ન બોલવું (૧પ૯)
અને તે સુવાસિની સ્ત્રીઓ તેમણે રુપને યૌવન તેણે યુકત ગુણવાન એવો જે અન્ય પુરુષ તેનો પ્રસંગ સહજ સ્વભાવે પણ ન કરવો (૧૬૦)
અને પતિવ્રતા એવી જે સુવાસિની સ્ત્રીઓ તેમણે પોતાની નાભિ, સાથળ અને છાતી તેને બીજો પુરુષ દેખે એમ ન વર્તવું અને ઓઢયાના વસ્ત્ર વિના ઉઘાડે શરીરે ન રહેવું અને ભાંડભવાઇ જોવા ન જેવું અને નિર્લજજ એવી જે સ્ત્રઓ તથા સ્વૈરિણી, કામિની અને પુંશ્ર્વલી એવી જે સ્ત્રીઓ તેમનો સંગ ન કરવો. (૧૬૧)
અને તે સુવાસિની સ્ત્રીઓ તેમણે પોતાના પતિ પરદેશગયે સતે આભુષણ ન ધારવાં તથા રુડાં વસ્ત્ર ન પહેરવા તથા પારકે ઘેર બેસવા ન જાવું અને હાસ્ય વિનોદાદિકનો ત્યાગ કરવો. (૧૬૨)
હવે વિધવા સ્ત્રીઓના વિશેષ ધર્મ કહીએ છીએ અમારે આશ્રિત જે વિધવા સ્ત્રીઓ તેમણે તો પતિ બુદ્ધિએ કરીને શ્રીકૃષ્ણભગવાનને સેવવા અને પોતાના પિતા પુત્રાદિક જે સંબંધી તેમની આજ્ઞાને વિષે વર્તવુ પણ સ્વતંત્રપણે ન વર્તવું (૧૬૩)
અને તે વિધવા સ્ત્રીઓ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તેમનો સ્પર્શ કયારેય ન કરવો અને પોતાની યુવાવસ્થાને વિષે અવશ્ય કાર્ય વિના સમીપ સંબંધ વિનાના જે યુવા પુરુષ તેમની સાથે કયારેય પણ બોલવું નહિ. (૧૬૪)
અને ધાવણો જે બાળક તેના સ્પર્શને વિષે તો જેમ પશુને અડી જવાય અને દોષ નથી તેમ દોષ નથીઃ અને કોઇ અવશ્યનું કામકાજ પડે તેને વિષે કોઇક વૃદ્ધ પુરુષને અડી જવાય તથા તે વૃદ્ધ સાથે બોલાય તેને વિષે દોશ નથી. (૧૬પ)
અને તે વિધવા સ્ત્રીઓ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તે થકી કોઇપણ વિદ્યા ન ભણવી અને વ્રત ઉપવાસે કરીને વારંવાર પોતાના દેહનું દમન કરવું (૧૬૬)
અને તે વિધવા સ્ત્રીઓ તેમણે પોતાના ૅરમાં પોતાના જીવનપર્યત દેહનિર્વાહ થાય એટલું જ જો ધન હોય તો તે ધન જે તે કર્મકાર્યને વિષે પણ ન આપવું અને જો તેથી અધિક હોય તો આપવું (૧૬૭)
અને વિધવા સ્ત્રીઓ તેમણે એકવાર આહાર કરવો અને પૃથ્વીને વિષે સૂવું અને મૈથુનાસકત એવા પશુ પક્ષી આદિક જીવ પ્રણીમાત્ર તેમને જોવા નહિ. (૧૬૮)
અને તે વિધવા સ્ત્રીઓ તેમણે સુવાસિની સ્ત્રીના જેવો વેષ ન ધારવો તથા સન્યાસણી તથા વૈરાગણી તેના જેવો વેષ ન ધારવો અને પોતાના દેશ કુળ અને આચર તેને વિરુદ્ધ એવો જે વેષ તે પણ કયારેય ન ધારવો (૧૬૯)
અને ગર્ભની પાડનારી જે સ્ત્રી તેનો સંગ ન કરવો અને તેનો સ્પર્શ પણ ન કરવો અને પુરુષના શૃંગારસર સંબંધી જે વાતો તે કયારેય ન કરવી અને ન સાંભળવી (૧૭૦)
અને યુવા અવસ્થાને વિષે રહી એવી જે વિધવા સ્ત્રીઓ તેમણે યુવા અવસ્થાવાળા જે પોતાના સંબંધી પુરુષ તેમની સંગાથે પણ એકાંત સ્થળને વિષે આપત્કાળ પડયા વિના ન રહેવું (૧૭૧)
અને હોળીની રમત ન કરવી ને આભૂષણાદિકનું ધારણ ન કરવું અને સુવર્ણાદિક ધાતુના તારે યુકત એવા ઝીણા વસ્ત્ર તેનું ધારણ પણ કયારેય ન કરવું. (૧૭૨)
અને સુવાસિની અને વિધવા એવી જે સ્ત્રીઓ તેમણે વસ્ત્ર પહેર્યા વિના નાહવું નહિ અને પોતાનું જ રજસ્વળાપણું તે કોઇ પ્રકારે ગુપ્ત ન રાખવું (૧૭૩)
અને વળી રજસ્વળા એવી જે સુવાસીની અને વિધવા સ્ત્રઓ તે ત્રણ દિવસ સુધી કોઇ મનુષ્યને તથા વસ્ત્રાદિકને અડે નહિ અને ચોથે દિવસે નાહીને અડવું (એવી રીતે ગૃહસ્થાશ્રમી એવા જે પુરુષ અને સ્ત્રીઓ તેમના જ આ વિશેષ ધર્મ કહ્યા તે સર્વ ધર્મવંશી આચાર્ય અને તેમની પત્નીઓ તેમણે પણ પાળવા, કેમ કે એ ગૃહસ્થ છે.) (૧૭૪)
હવે નૈષ્ઠિક બ્રહ્મચારીના જે વિષેશ ધર્મ તે કહીએ છીએ અમારે આશ્રિત એવા જે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે સ્ત્રીમાત્રનો સ્પર્ષ ન કરવો અને સ્ત્રીઓ સંગાથે બોલવું નહિ અને જાણીને તે સ્ત્રીઓ સન્મુખ જોવું જ નહિ. (૧૭પ)
અને તે સ્ત્રીઓની વાર્તા કયારેય ન કરવી અને સાંભળવી અને જે સ્થાનકને વિષે સ્ત્રીઓનો પગફેર હોય તે સ્થાનકને વિષે સ્નાનાદિક ક્રિયા કરવા ન જવું. (૧૭૬)
અને દેવતાની પ્રતિમાં વિના બીજી જે સ્ત્રીની પ્રતિમાં ચરિત્રની અથવા કાષ્ઠદિકની હોય તેનો સ્પર્ષ ન કરવો અને જાણીને તો તે પ્રતિમાને જોવી પણ નહી. (૧૭૭)
અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે સ્ત્રીની પ્રતિમાં ન કરવી અને સ્ત્રીએ પોતાના શરીર ઉપર ધારેલું જે વસ્ત્ર તેને અઠવું નહિ અને મૈથુનસકત એવા ને પશુપક્ષાદિક પ્રાણી માત્ર તેમને જાણીને જોવા નહિ (૧૭૮)
અને સ્ત્રીના વેષને ધરી રહ્યો એવો જે પુરુષ તેને અઠવું નહિ અને તેની સામે જોવું નહિ અને તે સાથે બોલવું નહિ અને સ્ત્રીનો ઉદેશ કરીને ભગવાનનછ કથા વાર્તા કીર્તન પણ ન કરવાં (૧૭૯)
અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે પોતાના બ્રહ્મચર્યવ્રતનો તયાગ થાય એવું જે વચન તે તો પોતાના ગુરુનું પણ ન માનવું ને સદાકાળ ધીરજવાન રહેવું અને સંતોષે યુકત રહેવું ને માને રહિત રહેવું (૧૮૦)
અને બળાત્કારે કરીને પોતાને અતિશય સમીપ આવતી એવી જે સ્ત્રી તેને બોલીને અથવા તિરસ્કાર કરીને પણ તુરંત વારવી પણ સમીપે આવવા દેવી નહિ. (૧૮૧)
અને જો કયારેક સ્ત્રીઓનો અથવા પોતાનો પ્રાણનાશ થાય એવો આ,ત્કાળ આવી પડે ત્યારે તો તે સ્ત્રીઓને અઠીને અથવા તે સાથે બોલીને પણ તે સ્ત્રીઓની રક્ષા કરવી અને પોતાની પણ રક્ષા કરવી. (૧૮૨)
અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે પોતાને શરીરે તૈલમર્દન ન કરવું ને આયુધ ન ધારવું ને ભયંકર એવો જે વેષ તે ન ધારવો અને સરના ઇંદ્રિયને જીતવી (૧૮૩)
અને જે બ્રાહ્મણના ઘરને વિષે સ્ત્રી પીરસનારી હોય તેને ઘેર ભિક્ષા કરવા જવું નહિ ને જયાં પુરુષ પીરસનારો હોય ત્યા જવું (૧૮૪)
અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે વેદશાસ્ત્રનો અભ્યાસ કરવો ને ગુરુની સેવા કરવી ને સ્ત્રીઓની પેઠે સ્ત્રૈણ પુરુષનો સંગ જે તે સર્વકાળે તજવો (૧૮પ)
અને જાતિએ કરીને જે બ્રાહ્મણ હોય તે કોઇએ પણ ચર્મવારી ન પીવું જે ડુંગળી ને લસણ આદિક અભક્ષ્ય વસ્તુ બ્રાહ્મણ જાતિ હોય તેણે કોઇ પ્રકારે ન ખાવી (૧૮૬)
અને જે બ્રાહ્મણ હોય તેણે સ્નાન, સંધ્યા, ગાયત્રીનો જપ, શ્રી વિષ્ણુની પુજા અને વૈશ્ર્વદેવ એટલાવાનાં કર્યા વિના ભોજન કરવું જ નહિ. (એવી રીતે નૈષ્ઠિક બ્રહ્મચારીના વિશેષ ધર્મ કહ્યાં) (૧૮૭)
હવે સાધુના જે વિષેશ ધર્મ તે કહીએ છીએ- અમારે આશ્રિત જે સર્વ સાધુ તેમણે નૈષ્ઠિક બ્રહ્મચારીની પેઠે સ્ત્રીઓના દર્શન ભાષણાદિક પ્રસંગનો ત્યાગ કરવો તથા સ્ત્રૈણ પુરુષના પ્રસંગાદિકનો ત્યાગ કરવો અને અંતઃશત્રુ જે કામ ક્રોધ લોભ અને માન આદિક તેમને જીતવા. (૧૮૮)
અને સર્વે જે ઇંદ્રિયો તે જીતવી ને રસના ઇંદ્રિયને તો વિશેષ કરીને જીતવી અને દ્રવ્યનો સંગ્રહ પોતે કરવો નહિ ને કોઇ બીજા પાસે પણ કરાવવો નહિ. (૧૮૯)
અને કોઇની થાપણ ન રાખવી અને કયારેય પણ ધીરજતાનો ત્યાગ ન કરવો અને પોતાના ઉતારાની જગ્યા બંધિની હોય તો તેને વિષે કયારેય પણ સ્ત્રીનો પ્રવેશ થવા દેવો નહિ. (૧૯૦)
અને તે સાધુ તેમણજ્ઞે આપત્કાળ પડયા વિના રાત્રિને વિષે સંગસોબત વિના ચાલવું નહિ તથા આપત્કાળ પડયા વિના કયારેય પણ એકલા ચાલવું નહિ. (૧૯૧)
અને જે વસ્ત્ર બહુ મુલ્યવાળુ હોય તથા ચિત્રવિચીત્ર ભાત્યનું હોય તથા કસુંબાદિક જે રંગ તેપે કરીને રંગેલું હોય તથા શાલ દુસાલા હોય ને તે જો બીજાનછ ઇચ્છાએ કરીને પોતાને પ્રાપ્ત થયું હોય તોપણ તે વસ્ત્ર પોતાને પહેરવું ઓઢવું નહિ. (૧૯૨)
અને ભિક્ષા તથા સભા પ્રસંગે એ બે કાર્ય વિના ગૃહસ્થના ઘર પ્રત્યે જવું નહિ અને ભગવાનની જે નવ પ્રકારની ભકિત તે વિના વ્યર્થ કાળ નિર્ગમવો (૧૯૩)
અને જે ગૃહસ્થના ઘરને વિષે રાંધેલ અન્નનો પીરનારો પુરુષ જ હોય તથા સ્ત્રીઓનો દર્શનાદિક પ્રસંગ કોઇ રીતે થાય એમ ન હોય (૧૯૪)
તેવી રીતનું જે ગૃહસ્થનુંઘર તે પ્રત્યે અમારા સાધુ તેમણે જમવા જવું અને એ કહ્યું તેવું ન હોય તો કાચુ અન્ન માંગીને પોતાના હાથે રસોઇ કરવી ને ભગવાનને નૈવેધ ધરીને જમવું. (૧૯પ)
અને પૂર્વે ઋષભદેવ ભગવાનના પુત્ર જે ભરતજી તે જેતે પૃથ્વીને વિષે જડ બ્રાહ્મણ થકા જેમ વર્તતા હતા તેમજ પરમહંસ એવા જે અમારા સાધુ તેમણે વર્તવું (૧૯૬)
અને નૈષ્ઠિક બ્રહ્મચારીને એ સાધુ તેમણે તાંબુલ તથા અફીણ તથા તમાકુ ઇત્યાદિકનું જે ભક્ષણ તે જતને કરીને વર્જવું (૧૯૭)
અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી ને સાધુ તેમણે ગર્ભાધાન આદિક જે સંસ્કાર તેમજે વિષે જમવું નહિ તથા એકાદશાહ પર્યત જે પ્રતશ્રાદ્ધ તેમને વિષે જમવું નહિ તથા દ્વાદશાહ શ્રાદ્ધને વિષે જમવું નહિ. (૧૯૮)
અને રોગાદિક આપત્કાળ પડયા વિના દિવસે સૂવું નહિ અને ગ્રામ્યવાર્તા કરવી નહિ ને જાણીને સાંભળવી નહિ (૧૯૯)
અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી ને સાધુ તેમણે રોગાદિક આપત્કાળ પડયા વિના ખાટલા ઉપર સુવું નહિ અને સાધુની આગળ તો નિરંતર નિષ્કપટપણે વર્તવું (ર૦૦)
અને તે સાધુ ને બ્રહ્મચારી તેમણે કોઇક કુમતિવાળા દુષ્ટજન હોય ને તે પોતાને ગાળ દે અથવા મારે તો તે સહન જ કરવું પણ તેને સામી ગાળ ન દેવી ને મારવો નહી અને તેનું જેમ હિત થાય તેમજ મનમાં ચિંતવન કરવું પણ તેનું ભુંડું થાય એવો તો સંકલ્પ પણ ન કરવો (૨૦૧)
અને કોઇનું દુતપણું ન કરવું તથા ચાડિયાપણું ન કરવું તથા કોઇના ચારચક્ષુ ન થવું અને દેહને વિષે અહંબુદ્ધિ ન કરવી ને સ્વજનાદિક વિષે મમતા ન કરવી (એવી રીતે સાધુના વિશેષ ધર્મ કહ્યા) (૨૦૨)
અને અમારે આશ્રિત એવા જે સત્સંગી બાઇભાઇ સર્વે તેમના જે સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ તે જેતે સંક્ષપે કરીને આવી રીતે અમે લખ્યા છે અને આ ધર્મનો જે વિસ્તાર તે તો અમારા સંપ્રદાયના જે ગ્રંથ તે થકી જાણવો (ર૦૩)
અને સર્વે જે સચ્છાસ્ત્ર તેનો જે સાર તેને અમે અમારી બુદ્ધિએ કરીને ઉદ્ધરીને આ શિક્ષાપત્ર જેતે લખી છે, કેવી છે તો સર્વે મનુષ્યમાત્રને મનવાંછિત ફળની દેનારી છે. (ર૦૪)
એ હેતું માટે અમારા આશ્રિત જે સત્સંગી તેમણે સાવધાન પણે કરીને નિત્યપ્રત્યે આ શિક્ષાપત્રીને અનુસરીને જ વર્તવું પણ પોતાના મનને જાણે તો કયારેય ન વર્તવું (ર૦પ)
અને જે અમારા આશ્રિત પુરુષ ને સ્ત્રીઓ તે જેતે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તો તે ધર્મ, અર્થ, કામ ને મોક્ષ એ ચાર પુરુષાર્થની સિદ્ધિને નિશ્ર્ચેય પામશે. (ર૦૬)
અને જે બાઇ ભાઇ આ શિક્ષાપત્રી પ્રમાણે નહિ વર્તે તે તો અમારા સંપ્રદાયથકી બાહર છે એમ અમારા સપ્રદાયવાળા સ્ત્રી પુરુષ તેમણે જાણુવું (ર૦૭)
અને અમારા જે આશ્રિત સંતસંગી તેમણે આ શિક્ષાપત્રીનો નિત્યપ્રત્યે પાઠ કરવો અને જેને ભણતા આવઠતુ ન હોય તેમણે તો આદરથકી આ શિક્ષાપત્રીનું શ્રવણ કરવું (ર૦૮)
અને આ શિક્ષાપત્રીને વાંચી સંભળાવે એવો કોઇ ન હોય ત્યારે તો નિત્ય પ્રત્યે આ શિક્ષાપત્રીની પૂજા કરવી અને આ જે અમારી વાણી તે અમારું સ્વરુપ છે એ રીતે પરમ આદર થકી માનવી (ર૦૯)
અને આ જે અમારી શિક્ષાપત્રી જે તે આપવી અને જે જન આસુરી સંપ્રદાએ કરીને યુકત હોય તેને તો કયારેય ન આપવી (ર૧૦)
સંવત ૧૮૮૨ અઢારસો બ્યાસીના મહાસુદી પંચમીને દિવસે આ શિક્ષાપત્રી અમે લખી છે તે પરમ કલ્યાણકારી છે (૨૧૧)
અને પોતાના આશ્રિત જે ભકતજન તેમની જે સમગ્ર પીડા તેના નાશ કરનારા એવા અને ધર્મ સહિત જે ભકિત તેની રક્ષાના કરનારા એવા ને પોતાના ભકતજનને મનવાંછિત સુખના આપનારા એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે જેતે અમારા સમગ્ર મંગળને વિસ્તારો (૨૧૨)
ઇતિ શ્રી સહજાનંદસ્વામિશિષ્ય નિત્યાનંદમુનિલિખિતા શિક્ષાપત્રીટીકા સમાપ્તા...
કળા - સંસ્કૃતિ અને જીવનશૈલી
ગુજરાતમાં કળા - સંસ્કૃતિ અને તેની જીવનશૈલીમાં સૌંદર્ય, રુચિ અને શોખની આગવી છાપ ઉપસી આવે છે. કળા દ્વારા પ્રતિભાવ અને સંવાદને, સંસ્કૃતિ દ્વારા પરંપરાગત મૂલ્યોનો પ્રભાવ જોવા મળે છે. નીતિ તેમજ જીવનશૈલીમાં ગુજરાતીઓ સૌથી નીરાળા તરી આવે છે.
ગુજરાતમાં કળા પ્રતિભાવને પ્રતિબિંબિત કરે છે. ગુજરાતમાં કળા સંસ્કૃતિ અને જીવનશૈલી દ્વારા શાંતિ અને સુખમય જીવનની પ્રતીતિ થાય છે. કલાકારો માટે તેના કળાના પ્રદર્શન માટે ક્ષિતિજો ખુલ્લી છે. કળા આપણી સમજને પ્રદર્શિત કરે છે. કળામય જીવનશૈલીની પ્રસ્તુતિ કળાના માધ્યમ દ્વારા થાય છે. ગુજરાત તેની અદ્વીતિય કળાની ઓખળ વિશ્વફલક પર પહોંચાડી શક્યું છે. વિશ્વ વિખ્યાત કલાકારોને ગુજરાતે પોષ્યા અને સંવર્ધ્યા છે. રાજ્ય સરકારે ઉગતા કલાકારો માટે કળા ક્ષેત્રની પ્રતિભાવોને શોધી તેમની કળાના સંવર્ધન માટે ક્ષિતિજો ખુલ્લી કરી છે.
ગુજરાતમાં સંગીત નિશબ્દ ચેતના છે. સંગીત અને કળામાં ગુજરાતની નૃત્ય સંસ્કૃતિ અને લોકગીતોની છાપ સૌથી ભિન્ન છે. સમગ્ર વિશ્વમાં ગુજરાતના ‘ગરબા’ સંસ્કૃતિએ તેના ધાર્મિક ઉત્સવમાં રહેલા અધ્યાત્મિક તત્વની સાથે સાથે નૃત્યકળા અને સંગીતની અદ્વીતિય છાપ ઊભી કરી શક્યું છે. ગુજરાતે સંગીત અને કળાની તેની યુગો જૂની પરંપરાને જાળવી રાખી સાંપ્રત સમયનાં સંગીતકળામાં તે મૂલ્યોનું સંવર્ધન કરી આધુનિક સંગીતમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. લોકગીતો, પરંપરાગત સંગીત અને પરંપરાગત રાગો દ્વારા ગુજરાતમાં સંગીતના વિવિધ આયામો જોવા મળે છે. ગુજરાતે લોકસંગીત માટેના તેના વાદ્યોના નિર્માણમાં આગવી શૈલી ઊભી કરી પ્રાચીન અને લોકસંગીતને શણગાર્યું છે. આધુનિક સભ્યતાનું પોપ સંગીત યુવાવર્ગનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
ગુજરાતમાં હસ્તકળા અદ્વીતિય કૌશલ્ય છે. હસ્તકળા કારીગરીમાં ગુજરાતમાં વૈવિધ્યપૂર્ણ નમૂનાઓમાં
ભાતીગળ પરંપરાને વાચા છે ભાતીગળ સંસ્કૃતિની ભૂમિ એટલે ગુજરાત. ગુજરાતમાં નિરંતર ઉત્સવોની ઉજવણીમાં માહોલ વ્યાપેલો રહે છે. તહેવારોમાં અધ્યાત્મિકતા એ ગુજરાતનો પ્રાણ છે. ગુજરાતના મેળા અને તહેવારોને અન્ય ઉજવણી કરતા અલગ ભાત પાડે છે. ગુજરાતના વિકાસ અને સમૃદ્ધિની સાથે સાથે સાંપ્રત સમયમા; આધુનિક રહેણીકરણી અને જીવનશૈલીના ગૌરવપૂર્ણ વ્યવહાર અને રીતભાતમાં ગરિમા અકબંધ રાખી છે.
ગુજરાતમાં જ્ઞાનની ઊર્જા. ભાષા-સાહિત્યના માધ્યમ થકી તમે યુગો પાછળની પ્રતીતિ અનુભવી શકો છો. ગુજરાતી ભાષા અનેકવિધ પ્રકારો દ્વારા લોકભોગ્ય બની જેમાં કાવ્યો, ગીતો, લધુકથા, નવલકથા, નવલિકા, જીવનવૃતાંત, કવિતા અને આત્મકથા, જીવનચરિત્રો પરંપરાગત સાહિત્યનું મિશ્રિત સત્વ જોવા મળે છે. રાજ્યમાં ખ્યાતિ પ્રાપ્ત અને વિદ્વાન લેખકો-કવિઓ અને વિવેચકોએ દ્વીભાષીય સાહિત્યમાં જેમ કે અંગ્રેજી, હિન્દી અને સંસ્કૃતમાં લેખનકાર્ય કરી રાજ્યના સાહિત્ય જગતની આગવી ઓળખ ઊભી કરી છે.
ગુજરાતમાં જીવનશૈલીમાં સાતત્યતા: પૃથ્વી પરનું સ્વર્ગ ગુજરાત છે. આ ઉક્તિ હરકોઇ ગુજરાતી અને ગુજરાતમાં આવનાર પ્રવાસીનો અહેસાસ બની રહ્યો છે. ગૌરવપૂર્ણ વિભૂતિઓની ભૂમિ ગુજરાતમાં જાનની શાંતિ, સમાજમાં ઐકયભાવના અને એખલાસતા એ જીવનશૈલી બની છે. અહીંની પ્રજા પરોપકારી મહેનતકશ અને સૌજન્યશીલતા ધરાવનારી છે. સ્વભાવે માયાળુ અને બીજાને મદદરૂપ બની શકવાની ભાવના ધરાવતો ગુજરાતી બુદ્ધિશાળી અને વિનમ્રતા ના ગુણો સાથે ઓળખાઇ રહ્યો છે. રીતભાત અને કંઇક અલગ અને આગવું કરી બતાવવાનો ગુણ ગુજરાતીઓ ધરાવે છે.
ગુજરાતનો ઇતિહાસ
ગુજરાત ભારતના પશ્ચિમ કિનારે આવેલું છે. જેનો ઉત્તર સીમા પાકિસ્તાન અને રાજસ્થાન સાથે પૂર્વ સીમા મધ્યપ્રદેશ સાથે, દક્ષિણ સીમા મહારાષ્ટ્ર, કેન્દ્રશાસિત પ્રદેશ દિવ, દમન, દાદરા અને નગર હવેલી અને પૂર્વ અને દક્ષિણ સીમા અરબી મહાસાગર સાથે જોડાયેલી છે.
ગુજરાત : રાજ્યનું નામ ગુજરાત ગુજ્જર, પરથી પડેલ છે. જેમણે ઇ.સ. ૭૦૦ અને ઇ.સ. ૮૦૦ દરમિયાન અહીં રાજ કર્યું હતું.
પ્રાચીન ઇતિહાસ
સૌ પ્રથમ ગુજરાત પ્રાંતમાં ગુજ્જરોએ વસવાટ કર્યો. જે ભારત અને હાલના પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનો ભાગ છે. હુણોએ ઉત્તર ભારત અને સૌરાષ્ટ્રના આક્રમણ કર્યું. તે જાતિના નામ પરથી ગુજર થયું. જે પછીથી હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી અને શીખ ધર્મમાં પરિવર્તિત થયું.
ભૂસ્તર શાસ્ત્રીઓને ભૂમિ ઉત્ખનન દરમિયાન પાષણ યુગના અવશેષો ગુજરાતની ભૂમિમાંથી તેમજ સાબરમતી અને મહી નદી પાસેના પ્રદેશમાંથી મળી આવ્યા. હડપ્પા સંસ્કૃતિ સમયના શહેરો લોથલ, રામપુર, અચરજ અને બીજા જગ્યાઓના પણ અવશેષો મળી આવેલ છે.
પ્રાચીન ગુજરાત પર મોર્ય શાસકે પણ શાસન કરેલું. ગુજરાતના કેટલાક સ્થળો સમ્રાટ ચંદ્રગુપ્ત મોર્યએ જીતેલા. જ્યારે તેના પૌત્ર સમ્રાટ અશોકે તેમાં વિસ્તાર કરેલો. શરૂઆતના ત્રણ મૌર્યના સ્તૂપો મળી આવેલ હતાં. ઇ.સ. પૂર્વ ૨૩૨ સમ્રાટ અશોકનું મૃત્યુ થવાથી તેના સામ્રાજ્યમાં રાજકીય મતભેદોને લીધે તે અંત તરફ આગળ વધ્યું. રાજા શુંગારુએ રાજકીય કૂનેહથી મૌર્ય સામ્રાજ્યનો અંત કર્યો.
મૌર્ય સામ્રાજ્યના પતન પછી કેથેલિસ્ટએ આ પ્રાંતમાં ઇ.સ. ૧૩૦થી ૩૯૦ શાસન કર્યું. રૂદ્ર દમનના શાસન હેઠળ સામ્રાજ્યમાં માલવા (મધ્યપ્રદેશ), સૌરાષ્ટ્ર, કચ્છ અને રાજસ્થાન મેળવ્યા. ઇ.સ. ૩૦૦થી ૪૦૦ દરમિયાન આ વિસ્તાર ગુપ્ત સામ્રાજ્યના તાબા હેઠળ આવ્યું જે પછીથી મૈત્રકા નામથી ઓળખાયું. ધ્રુવસેનાના શાસન કાળ દરમિયાન મહાન ચાઇનીઝ પ્રવાસી અને વિચારક હુ-એન-ત્સાંગએ ઇ.સ. ૬૪૦માં ભારતની મુલાકાત લીધી.
મૌર્ય સામ્રાજ્યના પતન અને સંપ્રતી સૌરાષ્ટ્ર આવવાના દરમિયાન, ડેમેટ્રીસ્ટના તાબા હેઠળ ગ્રીક આક્રમણ ગુજરાત પર થયેલ હતું. સ્થાનિય રજવાડાઓની સંખ્યા ૨૩ હતી. તેમાના મુખ્ય ત્રણ હિન્દુ રજવાડાઓ ચાવુરા, સોલંકી અને બાઘીલાહ હતા તેમણે ભારત પર ૫૭૫ વર્ષ સુધી શાસન કર્યું. જ્યારે ગુજરાત મોહંમેદન્સના કબ્જામાં હતું. ચવુરા જાતિએ ૧૯૬ વર્ષ સુધી શાસન કર્યું. તેમના પછી સોલંકી જાતિએ શાસન કર્યું.
ઇ.સ. ૯૦૦ દરમિયાન સોલંકી શાસન આવ્યું. સોલંકી શાસન દરમિયાન ગુજરાતનો સૌથી વિશાળ વિસ્તાર તેમના તાબામાં હતું. ગુર્જરો સોલંકી જાતિની સાથે સંકળાયેલ હતાં. કારણકે પ્રતિહારાઓ, પરમારો અને સોલંકી ગુજરોને મળતા આવે છે. પ્રાચીન ગુજરાતના છેલ્લા હિન્દુ શાસક સોલંકી અને રાજપુત હતા. જેમણે ઇ.સ. ૯૬૦ થી ૧૨૪૩ સુધી શાસન કર્યું. એમ માનવામાં આવે છે કે ગુજરાતના છેલ્લા હિન્દુ શાસક કરનદેવ વાઘેલા ઇ.સ. ૨૯૭માં દિલ્હીના સુલતાન અલાદ્દીન ખીલજીથી પરાજય પામ્યા હતાં.
મધ્યકાલીન આક્રમણો :
મુસ્લિમોનું શાસન ૪૦૦ વર્ષ સુધી રહ્યું. ઝફરખાન મુઝફ્ફરે તે સમયના નબળા દિલ્હીના સુલતાનનો ફાયદો ઉઠાવીને ગુજરાતનો પહેલો સ્વતંત્ર સુલતાન બન્યો. તેણે પોતાનું નામ મુઝફ્ફર શાહ જાહેર કર્યું. અહમદ પહેલો, જેણે ગુજરાત પ્રાંતમાં પ્રથમ સ્વતંત્ર મુસ્લિમ શાસક તરીકે ઇ.સ. ૧૪૧૧માં સાબરમતી કિનારે અમદાવાદ વિકસાવ્યું.
આ અગાઉ, ઇ.સ. ૧૦૨૬ મોહંમદ ગજનીએ ગુજરાત પર આક્રમણ કર્યું. તે મૂર્તિ પૂજાનો વિરોધી હતો. તેણે રાજ્યમાં મૂર્તિઓનો નાશ કરાવ્યો, કાફિરોને માર્યા, યુદ્ધમાં પકડાયેલા સૈનિકોને બંદી બનાવ્યા અને સમૃદ્ધ ગુજરાતની સંપત્તિની લૂંટ ચલાવી. જે સંપત્તિ - વૈભવ માટે ગુજરાત જગ મશહુર હતું. ત્યારબાદ અલાઉદ્દીન ખીલજી ઇ.સ. ૧૨૯૮માં ગુજરાતમાં આવ્યો.
ગુજરાતના તત્કાલિન સુલતાન ઇ.સ. ૧૫૭૬ સુધી સ્વતંત્ર રહ્યા. મુગલ સમ્રાટ અકબરે ગુજરાતને મુગલ સામ્રાજ્યમાં ભેળવી દીધું. તેણે મલવા અને ગુજરાતને મુગલ સામ્રાજ્યમાં ઇ.સ. ૧૫૭૦માં સામેલ કર્યા. મુગલોએ બે સદીઓ સુધી શાસન કર્યું. ૧૮મી સદીના મધ્યમાં મહાન મરાઠા સેનાપતિ છત્રપતિ શિવાજીએ પોતાના પ્રભાવ અને કૂનેહથી ગુજરાત પ્રાંન્ત કબજે કર્યો.
અદ્યતન પદ્ધતિનો પ્રભાવ :
ઇ.સ. ૧૬૦૦માં ડચ, ફ્રેન્ચ, અંગ્રેજ અને પોર્ટુગીઝ, દરેક ગુજરાતના દરિયા કિનારેથી આવ્યા અને પોતાના વિસ્તારો વિકસાવ્યા જેમાં દમણ, દીવ અને દાદરા અને નગરહવેલીના પ્રદેશો મુખ્ય હતાં.
બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના વેપારી કામકાજો ઇ. સ. ૧૬૧૪માં સુરત ખાતે શરુ કર્યા. પરંતુ ઇ.સ. ૧૬૬૮ પોર્ટુગીઝે પાસેથી મુંબઇનો કબજો લીધા બાદ તેઓએ તેમના વેપારી કામકાજો મુંબઇ લઇ ગયા. કંપનીએ ગુજરાતના મોટા ભાગનો અંકુશ મરાઠા શાસક પાસે રહ્યો. ઘણા સ્થાનિક શાસક જેમકે વડોદરાના મરાઠા ગાયકવાડ પોતાની શાંતિવાર્તા બ્રિટિશ સરકાર સાથે કર્યા બાદ બ્રિટિશ શાસન હેઠળ તેમણે પોતાનું શાસન ચલાવ્યું.
ગુજરાતની શાસન વ્યવસ્થા તત્કાલિન બોમ્બેના શાસક દ્વારા કરવામાં આવતી હતી. જેમાં વડોદરા સામેલ ન હતું, જે સીધા જ ભારતના ગર્વનર જનરલના તાબા હેઠળ હતું. ઇ.સ. ૧૮૧૮થી ઇ.સ.૧૯૪૭ દરમિયાન આજનું ગુજરાત અનેક નાના-નાના વિસ્તારો જેવાકે કાઠિયાવાડ, કચ્છ અને ઉત્તર પશ્ચિમ ગુજરાતમાં વહેંચાયેલું હતું. પણ ઘણા મધ્યના જિલ્લા જેવા કે અમદાવાદ, ભરૂચ, ખેડા, પંચમહાલ અને સુરત પ્રાંન્તો સીધા જ બ્રિટિશ સરકારના તાબા હતાં.
મોહનદાસ કરમચંદ ગાંધીના સ્વતંત્રતાના આંદોલનથી નવા યુગની શરૂઆત થઇ. જેમાં તેમની સાથે સરદાર વલ્લભભાઇ પટેલ, મોરારજી દેસાઇ, મોહનલાલ પંડયા, ભુલાભાઇ દેસાઇ, રવિશંકર મહારાજ વગેરે જેવા ગુજરાતી નેતાઓએ આપ્યો. ગુજરાત ઘણી રાષ્ટ્રીય ઘટનાઓનો સાક્ષી રહ્યો છે. સત્યાગ્રહ, બારડોલીનો સત્યાગ્રહ, બોરસદનો સત્યાગ્રહ અને મીઠાનો સત્યાગ્રહ.
મહાગુજરાત આંદોલન :
સ્વતંત્રતા પછી ઇ.સ. ૧૯૪૮માં મહાગુજરાત સંમેલન થયું જેમાં ગુજરાતી બોલનાર વસ્તી ધરાવતા વિસ્તારે પોતાના અલગ રાજ્યની માંગ કરી અને ઇ.સ. ૧૯૬૦, ૧લી મેના રોજ સંયુક્ત મુંબઇ-ગુજરાતનું વિભાજન કરી મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે રાજ્યોની અલગ રચના કરવામાં આવી. ગુજરાતી ભાષા બોલનાર વિસ્તારમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનો સમાવેશ કરાયો. આમ પહેલીવાર ગુજરાતે સ્વાયત રાજ્યનો દરજ્જો મેળવી લીધો.
રાજકીય વ્યવસ્થા :
ઇ.સ. ૧૯૪૭માં સ્વતંત્રતા મેળવ્યા બાદ, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે મુંબઇ રાજ્ય પર શાસન કર્યું. (બોમ્બે આજનું મહારાષ્ટ્ર અને ગુજરાત દર્શાવે છે.) વિભાજન બાદ પણ ગુજરાતમાં કોંગ્રેસનું શાસન ચાલું રહ્યું. ઇ.સ. ૧૯૭૫-૧૯૭૭ દરમિયાનમાં લાદવામાં આવેલી કટોકટીને પરિણામે કોંગ્રેસની સ્થિતી ગુજરાતમાં નબળી પડી. છતાં પણ કોંગ્રેસે સને ૧૯૯૫ સુધી ગુજરાતમાં રાજ કર્યું.
વિભાજન બાદ ઇ.સ. ૧૯૬૦થી ગુજરાતમાં ૧૪ મુખ્યમંત્રી આવ્યા. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ નારાયણ મહેતા બન્યા. જેમણે ૧લી મે ૧૯૬૦થી ૧૯મી સપ્ટેમ્બર ૧૯૬૩ સુધી શાસન કર્યું. ઇ.સ. ૧૯૯૫ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થયો અને ભારતીય જનતા પાર્ટીના શ્રી કેશુભાઇ પટેલે રાજ્યની શાસન ધૂરા સંભાળી.
સને ૨૦૦૧માં, વર્તમાન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી શાસનમાં આવ્યા. ભારતીય જનતા પાર્ટીએ ૨૦૦૨ ની ચુંટણીમાં પણ બહુમત મેળવ્યો અને નરેન્દ્ર મોદી ૭ ઓકટોબર ૨૦૦૧થી વર્તમાન સમય સુધી મુખ્યમંત્રી છે. ૧ જુન, ૨૦૦૭ ના રોજ તેઓ સૌથી લાંબો શાસન કરનાર મુખ્યમંત્રી બન્યાં.
ગુજરાત : એક નજરે
પાયાથી શિખર સુધી
ગુજરાત – પૌરાણિક ભૂમિ જે પશ્ચિમે અરબી સમુદ્રથી જોડાયેલી છે. ઉત્તર-પૂર્વના સિમાડા અનુક્રમે રાજસ્થાન તથા મધ્યપ્રદેશ સાથે જોડાયેલા છે. પશ્ચિમ અને દક્ષિણે દીવ, દમણ, દાદરા અને નગર હવેલી સાથે જોડાયેલ છે.
રાજ્યનું નામ ગુજ્જર પરથી પડ્યું. આઠમી સદીમાં જેણે આ ભૂમિ પર શાસન કર્યું હતું. પાષાણ યુગમાં ઉદ્દભવ પામેલી સાબરમતી નદી અને હિન્દુ સંસ્કૃતિની ધરોહર ધરાવતા હડપ્પન અવશેષો લોથલ, રામપુર તથા અમરી વગેરે સ્થળોએ જોવા મળે છે.
ગિરનાર પર્વતમાં મળી આવેલા શિલ્પ-સ્થાપ્ત્યો મૌર્ય સમ્રાટ અશોકના સામ્રાજ્યની ગવાહી પૂરે છે. જેણે શક અને હુણોએ કબ્જે કરેલા વિસ્તારમાંથી ખદેડી મૂકી ગુજરાત પ્રદેશમાં સામ્રાજ્ય કર્યું હતું.
૯મી સદી દરમિયાન સોલંકી યુગનો ઉદય થયો જેના શાસનકર્તાએ ગુજરાતમાં ગૌરવવંતો ઇતિહાસ બનાવ્યો.
ત્યારબાદ સુદીર્ધકાળ સુધી મુસ્લિમ શાસક અહેમદ પહેલો - જેણે ગુજરાત પર સૌ પ્રથમ સ્વતંત્ર મુસ્લિમ શાસક તરીકે ઇ.સ. ૧૪૧૯માં અમદાવાદ શાસનની ધૂરા સંભાળી. ઇ.સ. ૧૫૭૦માં સમ્રાટ અકબરે મારવા અને ગુજરાત પ્રાંતની શાસન ધૂરા સંભાળી.
ઇ.સ. ૧૮૧૮ માં બ્રિટીશની ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ સૌ પ્રથમ સૂરત ખાતે તેમનો પાયો નાંખ્યો અને ટૂંકાગાળામાં સમગ્ર પ્રાંત ઉપર તેણે શાસન જમાવ્યું.
સમયાંતરે ગુજરાતનો કારોબાર વિવિધ રજવાડાંઓના હાથમાં હતો. ઇ.સ. ૧૯૪૭માં ભારત આઝાદ થયું ત્યારથી લઇ ૧ મે, ૧૯૬૦ સુધી સૌરાષ્ટ્ર સિવાયનો સમગ્ર ગુજરાત પ્રદેશ મુંબઇ રાજ્ય હસ્તક હતો. બાદમાં મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઇ સમાવી ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો મળ્યો.
ગુજરાતના સ્થાપના કાળથી રાજધાની અમદાવાદ બની હતી. સન ૧૯૭૦માં ગાંધીનગરનું નિર્માણ કરી રાજ્યની રાજધાની ગાંધીનગર લઇ જવામાં આવી.