કિલ્લાઓ અને મહેલો (6)
ગુજરાતમાં આવેલા કિલ્લાઓ અને મહેલો તેના સ્થાપત્ય કળા અને ઐતિહાસિક ધરોહરને પ્રતિબિંબિત કરે છે. ગુજરાતમાં હિન્દુ, મુસ્લિમ તેમજ યુરોપિયન સ્થાપત્યની ઝાંખી જોવા મળે છે. ગુજરાતમાં પૌરાણિક કિલ્લાઓ અને મહેલો ઐતિહાસિક સાંસ્કૃતિક અને પરંપરાગત કળા-કૌશલ્યને ઉજાગર કરે છે.
અમદાવાદ સ્થિત પ્રખ્યાત ભદ્રનો કિલ્લો મધ્યકાલીન સમયનો ભવ્ય ઐતિહાસિક સ્થાપત્યનો નમૂનો છે. જે. ઇ.સ. ૧૪૧૧ માં બાંધવામાં આવેલો. જેમાં હિન્દુ ધર્મના ‘મા’ સ્વરૂપ કાલી ‘મા’ નું સ્થાનક છે. મધ્યકાલીન યુગમાં ભદ્રના કિલ્લામાં પ્રવેશ માટે ત્રણ દરવાજાની ઇમારત રજવાડી પ્રવેશદ્વાર ગણાતું હતું. ગુજરાતમાં અસંખ્ય એવા કિલ્લાઓ વિવિધ સ્થળોએ આવેલાં છે. જે હિન્દુ, મુસ્લિમ અને યુરોપિયન કળા સ્થાપત્યની ઝાંખી કરાવે છે.
Latest News
ઓરર્ચાડ પૅલેસ
Wednesday, 13 July 2011 20:57 Written by મોરપીંછ.કોમઆ મહેલ ગોંડલના મહારાજનો મુખ્ય નિવાસ સ્થાન હતો. તેમના જ પરિવાર દ્વારા આ મહેલને હેરિટેજ હોટલમાં રૂપાંતરિત કરવામાં આવ્યો. અહીંના રૂમો ભવ્ય, ઉંચી છતવાળા, સુંદર સાજ-સજાવટવાળા અને એન્ટિક ચીજોથી ભરેલાં છે. તે કોનિયન શૈલીથી બનાવવામાં આવેલા છે. અને અહીં અર્ધવર્તુળાકાર આકર્ષણ આવેલા છે. અહીં ફળો, ફૂલોના બગીચા સાથે સુંદર ફુવારો પણ આવેલા છે. વળી તેમાં સુંદર મૂર્તિઓ, કળાના નમૂના તેની સુંદરતામાં વધારો કરે છે. મુખ્ય ખંડમાં એન્ટિક ચીજો, ચિત્રો, સાજ-સજાવટ, પક્ષીના ઇંડા જેવી અનેક રસપ્રદ ચીજો જોવા મળે છે.
Popular News
વિજય વિલાસ પૅલેસ
Wednesday, 13 July 2011 20:54 Written by મોરપીંછ.કોમવિજય વિલાસ પૅલેસ રૂકમણી નદીના કિનારે આવેલું છે. જે માંડવીથી ૮ કિ.મી. દૂર છે. આ પૅલેસ તે હેરિટેજ હોટલમાં રૂપાંતરિત કરવામાં આવી છે. જે કાર્ય પાલિતાણાના યુવરાજ વિજય સિંહએ કરેલ છે. જેનું બાંધકામ ઇ.સ. ૧૯૨૦ માં થયેલું. પૅલેસનું બાંધકકામ જયપુરના કારીગરો દ્વારા કરવામાં આવે છે. જેના કારણે તેમમાં રાજપુત સ્થાપત્ય કળાની ઝાંખી મળે છે. જેમા મધ્યખંડ, રંગબેરંગી બારીઓ, દરવાજા, જેલો પત્થર ને ખોતરીને બનાવવામાં આવે છે તેના પ્રવેશદ્વાર બેગલ પ્રકારનો છે. પૅલેસ પાસે પોતાનો દરિયા કિનારો પણ છે જે કારણે અહીં હંમેશ માટે હવા ઉજાસ રહેલ છે. બૉલિવુડના ફિલ્મકારો માટે આ એક પસંદગીનું સ્થળ છે.
લક્ષ્મી નિવાસ પૅલેસ
Wednesday, 13 July 2011 20:49 Written by મોરપીંછ.કોમ ઇ.સ. ૧૮૯૦ માં મહારાજા સયાજીરાવ ગાયકવાડે ત્રીજાએ લક્ષ્મી નિવાસ પૅલેસ બનાવ્યો હતો. જેના આર્કિટેકટ મેજર ચાર્લ્સ મંટ હતા. તે ૧૯ મી સદીના સ્થાપત્યના એક સુંદર નમૂનો છે. તે લંડનના બકિંગહામ પૅલેસથી ચાર ગણો મોટો છે. આ શાહી પરિવારનું નિવાસ સ્થાન હતું. જે બરોડા પર શાસન કરતું હતું. અહીં ઘણી વખત સંગીત મહેફિલ અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થતા હતાં. અહિના ફલોર વેનેશિયન શૈલી દ્વારા, દિવારો અને બારીઓ બેલ્જીયમ શૈલી દ્વારા સજાવવામાં આવી હતી. જે કોતરણી કામ અને સ્થાપત્યનો એક અદ્દભુત નમૂનો છે. અહીંનો બગીચો વિલિયમ ગોલ્ડરીંગ દ્વારા સજાવવામાં આવ્યો હતો. જે મહેલની સુંદરતામાં વધારો કરે છે. આ મહેલ હવે મુલાકાતીઓ માટે ખુલ્લું છે.
આ મહેલ ૭૦૦ એકરમાં ફેલાયેલો છે. તેમાં જુદી જુદી ઇમારતો, સંગ્રહાલયો, મોતીબાગ મહેલ અને મહારાજા ફતેહસિંહ સંગ્રહાલયની ઇમારતોનો સમાવેશ થાય છે. આ ઇમારત મહારાજા શાળાના વિદ્યાર્થી દ્વારા બનાવવામાં આવી હતી. શાહી પરિવારને લગતા ઘણા કળાના નમૂના અહીંના સંગ્રહાલયમાં આવેલા છે. જેમાં નોંધનીય રાજા રવી વર્માના ચિત્રો જે વડોદરાના મહારાજા દ્વારા અનુલક્ષિત કરવામાં આવ્યા હતાં.
લખોટા કિલ્લો
Tuesday, 05 July 2011 19:23 Written by મોરપીંછ.કોમઆ કિલ્લો એક સમયે નવાનગરના મહારાજાનો મહેલ હતો. આજે તે સંગ્રહાલયમાં રૂપાંતરિત થયો છે તે ૯ થી ૧૮ મી સદી દરમિયાનના સ્થાપત્યનું એક ઉત્તમ ઉદાહરણ છે. તે જામનગરના વિસ્તારમાં ફેલાયેલો છે. આ કિલ્લો અર્ધવર્તુળાકારમાં બનાવવામાં આવ્યો છે. સુરક્ષાકર્મીઓનો શસ્ત્રાગાર અને અન્ય યુદ્ધ સામગ્રીનો સંગ્રહ થયેલો છે.
લખોટા મહેલને એક બ્રિજ શહેર સાથે જોડે છે. લખોટાનો કિલ્લો કૉથ બાસનની નીચે આવેલ છે. જે શસ્ત્રો માટે જાણીતું છે. આ કિલ્લો જામનગરના શાહી પરિવારે બનાવેલ હતો. અહિનું મુખ્ય આકર્ષણ કુવા છે જેની નીચે આવેલા છિદ્રમાંથી પાણી બહાર નીકળે છે.
પાવાગઢ કિલ્લો
Tuesday, 05 July 2011 19:21 Written by મોરપીંછ.કોમઆ કિલ્લો ઐતિહાસિક બેનમૂન સ્થાપત્ય કળાનો ઉત્તમ નમૂનો છે. આ કિલ્લો ટેકરીની આસપાસ ઘેરાયેલો છે. તે વડોદરા શહેરથી નજીક આવેલો છે. હિન્દુ અને જૈનો તેમની ધાર્મિક માન્યતાઓને લીધે તેની મુલાકાત લે છે. સુલતાન મહોમ્મદ બેગડાએ આ કિલ્લાનો નાશ કરેલો. આ કિલ્લાનું નવનિર્માણ તેના વંશજોએ કરેલું. તેણે આજનું ચાંપાનેર શહેર વિકસાવ્યું હતું.