લોથલ એક પુરાતત્વીય સ્થળ છે. ભૂસ્તર ખોદકામ દરમિયાન લોથલ ખાતેથી જે અવશેષો મળી આવ્યા તે સિંધુ સભ્યતાની ઓળખ ઊભી કરે છે. ઇ.સ. પૂર્વે ૧૮૦૦-૨૦૦૦ ના સમયગાળા દરમિયાનની સિંધુ સંસ્કૃતિની સભ્યતા લોથલમાં જોવા મળે છે.અહીં સિંધુની ખીણના અન્ય સ્થાપત્યો ઉપરાંત શ્રેષ્ઠ નગર રચના જોવા મળી છે. વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિ લોથલની ગણી શકાય. લોથલ ખાતે મળી આવેલા માનવ સભ્યતાના અવશેષોમાં રોજીંદા ઘરવપરાશના વાસણો, આભૂષણો ઉપરાંત ઘર-ઉપયોગી ચીજવસ્તુઓની રચના તેમજ રહેણાંકોની સ્થાપત્ય કળા બેનમૂન અને વિસ્મયકારક છે. લોથલના રસ્તાઓ અને જાહેર સુવિધા-સગવડોનું બાંધકામ બેજોડ છે. આવા પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળ લોથલ વિશ્વ પ્રવાસીઓ માટે આકર્ષણનું સ્થાન બન્યું છે.