ઝોંગો ધોધ ગીચ સુંદર કુદરતી જંગલ દ્વારા ઘેરાયેલો છે. આ જાજરમાન ધોધ ૬૫ મીટર ઉપરથી નીચેના ખડકો પર પડી ને સુંદર કુદરતી ધુમ્મસ પેદા કરે છે જે આકાશમાં સુંદર મેઘધનુષ્યની રચના કરે છે. આ સુંદર ધોધ ને જોવો અને કુદરતી જણમાં (પત્થર પર પાણી પડવાથી ઉત્પન થતો વરસાદ) નાહવાની ખુબજ મજા પડે છે. કેવી રીતે પહોચવું : અહી પહોચવું સરળ નથી. ઝોંગો ધોધ ની મુલાકાત લેવા માટે તમારી પાસે 4 x 4 ગાડી હોવી જરૂરી છે. સૌ પ્રથમ કિન્શાસાથી 80 કિલોમીટર સુધી મટાડી રોડ પર ડ્રાઇવ કરો. સોના-બતા કસાનગુલું ગામ થી ઝોંગો તરફનો કાચો રસ્તો લો. આ કાચા રસ્તા પર ૪૭ કિલોમીટર સફર ખેડયા બાદ ઝોંગો ધોધ પહોચી શકાય છે. ઝોંગો ધોધ પહોચવા માટે કિન્શાસા એરપોર્ટ પરથી લગભગ ૬ કલાક નો સમય લાગે છે. સૌથી વધારે સમય ૪૭ કિલોમીટર નો કાચો રસ્તો કાપવા માં લાગી જાય છે.